મહેકતી સુવાસ -૧૦
મહેકતી સુવાસ -૧૦




આકાશ અંદર બેસીને ઓફીસનુ કંઈક કામ કરી રહ્યો છે. ઈશિતા બહાર ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહી છે પણ તેને કંઈ ચેન નથી પડતુ. એટલે તે આમતેમ આટા મારતી ખાસ મહેમાનની રાહ જોઈ રહી છે. એટલામાં ડોરબેલ વાગે છે અને સાથે ઈશિતાના ધબકારા વધી જાય છે.
ત્યાં રામુકાકા દરવાજો ખોલીને અંદર જતા રહે છે બહાર ઈશિતા સિવાય બીજું કોઈ નથી. આમ તો આકાશ ક્યારેય ઓફીસનુ કામ ઘરે કરતો નહોતો પણ કોણ જાણે કેમ તે કામના બહાને અંદર રૂમમાં બેસી રહ્યો છે. મહેમાનને જોતાં જ ઈશિતા ઉભી થઇ જાય છે અને તેના મોઢામાંથી અનાયાસે જ નીકળી જાય છે, 'આદિ...!'
અને સામે જ અવાજ સંભળાય છે, 'ઈશુ..!'
બંને એકબીજાને બસ જોઈ રહ્યા છે. ઈશિતાની આખો અનેક સવાલો સામે તેને જોઈ રહી છે. આ મિલન કદાચ એ બંને સિવાય ત્રીજુ પણ કોઈ જોઈ રહ્યું છે એ પણ છુપાઈને તે છે આકાશ. ઈશિતા આદિને પાણી આપે છે અને બેસાડે છે. આગળ કંઈ પુછે તે પહેલાં આકાશ આવે છે. એટલે બધા વાતો કરે છે.
સામે દિવાલ પર લગાડેલી મોટી ફોટો ફ્રેમ આદિત્ય જોઈ રહ્યો હતો. તેમાં ઈશુનો પરિવાર હતો. તેને એટલો તો ભરોસો આવી ગયો હતો આકાશને જોઈને કે તેની ઈશુ તેના પરિવાર સાથે ખુશ છે ભલે તે આદિને કદાચ આખી જિંદગી ભુલી તો નહી જ હોય તો પણ. આલોક ઓફીસે અને ઈરા કોલેજ ગઈ હતી. ઘરમાં આજે બીજું કોઈ હતું નહી એટલે ત્રણેય સાથે બેસીને લંચ કરે છે. આકાશ એ બંનેને જોઈને તેને લાગી રહ્યું હતું કે બંને જણા જાણે એકાત શોધી રહ્યા હતા. એટલે આકાશ સામેથી ઉભો થઈને કહે છે 'તમે લોકો વાતો કરો હુ ઓફીસેથી એક અરજન્ટ કોલ આવ્યો છે, તે ફટાફટ પતાવીને આવુ છુ. ઈશિતા કંઈ સામે બોલે એ પહેલાં જ આકાશ બંનેને બાય કહીને નીકળી જાય છે.
આકાશના બહાર નીકળતા જ ઈશિતા આદિની સામે જુએ છે એ કંઈ બોલે એ પહેલા જ આદિત્ય કહે છે 'આજે હુ તારા બધા જ સવાલોના જવાબ આપીશ. કહીને તે પોતાની વાત શરૂ કરે છે.'
આદિત્ય તેની વાત શરૂ કરે છે,
આદિત્ય અને ઈશુની છેલ્લી વાર જ્યારે વાત થઈ પછી બીજા દિવસે આદિત્યને ત્યાં લાસ્ટ સેસન હતુ. તેને એ દિવસે એની ફેલોશીપનો છેલ્લો દિવસ હતો. તે દિવસે તે હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં હોસ્પિટલમાં એક વીસ વર્ષનો છોકરો ત્યાં એટેકના દુખાવા સાથે આવ્યો હતો. તેને અરજન્ટમાં ઓપરેશનની જરૂર હતી. પણ ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ કોઈ પણ ફેલોશીપ વાળો ડોક્ટર કોઈ સિનિયર ડોક્ટરની હાજરી વિના સર્જરી ના કરી શકે. અને એ દિવસે ત્યાં કોઈ સિનિયર ડોકટર હાજર નહોતા એટલે પેશન્ટને રિફર કરવાનું કહ્યું. પણ પેશન્ટની હાલત બહુ નાજુક હતી તેને સિફ્ટ કરવા સુધીનો પણ ટાઈમ યોગ્ય ના લાગતા તેને મેનેજમેન્ટની વિરુદ્ધ જઈને સર્જરી કરી. છ કલાક લાબું ઓપરેશન ચાલ્યા બાદ સર્જરી સફળ થઈ. તેનો જીવ બચી ગયો. પણ આ બાજુ ત્યાંના કડક નિયમો મુજબ આદિત્યને તેનુ ફેલોશીપનુ સર્ટિફિકેટ હજુ મળ્યું નહોતું તેથી તેને બે વર્ષની જેલની સજા થઈ. આ બે વર્ષ દરમિયાન ત્યાંના કડક નિયમોને લીધે તે ઈશિતાને ફોન કરી જણાવી પણ ન શક્યો હતો.
હવે જેલમાંથી છુટ્યા પછી પ્રથમ તેના જપ્ત કરેલા સર્ટિફિકેટ લઈને તેણેે ઈશિતાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેનો ફોન સતત બંધ થઈ ગયેલો આવતો હતો તેથી તે વહેલી તકે ફ્લાઈટમાં ઈન્ડિયા આવવા નીકળ્યો. અને પહેલા તે ઈશિતાના ઘરે પહોંચ્યો તો ઘરે લોક હતુ. તે ચિંતામાં આવી જઈને ત્યાં બેસીને નિરાશ થઈને રડે છે.
શું થશે આગળ ?
આદિત્યને ઈશિતા વિશે કંઈ ખબર પડશે ?
આગળ જાણવા માટે વાચતા રહો, મહેકતી સુવાસ