Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dr.Riddhi Mehta

Romance Others


5.0  

Dr.Riddhi Mehta

Romance Others


મહેકતી સુવાસ -૧

મહેકતી સુવાસ -૧

3 mins 588 3 mins 588

સવારે દસ વાગ્યાનો સમય છે. બોમ્બેના મરિન લાઈન્સના એક પોશ એરિયામાં સામે જ દરિયા કિનારો દેખાય તેવી રીતે 'સુવાસ 'નામનો એક આલિશાન ફ્લેટ છે. તેમાં છઠ્ઠા માળે બરાબર દરિયા કિનારાના સામે જ પડતી બારીમાં એક સુંદર યુવતી ઉભી છે.

તેની ઉમર લગભગ ચાલીસ આસપાસની હશે. આ ઉંમરે પણ તે નમણી કાયા, રૂ જેવો રૂપાળો વાન, ભીના લાંબા છુટ્ટા સિલ્કી વાળ અને ગાજર કલરની કૂર્તી અને બ્લેક લેગીંગ્સમાં આજે પણ તે માડ ત્રીસેક વર્ષ ની લાગે છે. આ રૂપાળી યુવતી એટલે જ ઈશિતા.


આજે સવારથી જાણે કંઈક વિચારોમાં ખોવાયેલી છે. ભુતકાળની કોઈ પુરાની યાદો જે દિલના એક ખૂણામાં છુપાવી દીધી હતી તે કોણ જાણે કેમ આજે તેનો પીછો જ નથી છોડતી. જાણે આજે કંઈક એવું થવાનું છે જે તેના અતિત સાથે જોડાયેલુ છે એવો અજાણ્યો ભય તેના મો પર વર્તાતો હતો. કોણ જાણે આજે તેને કાઈ કામ કરવાની ઈચ્છા નહોતી. શરીર એક અજીબ પ્રકારની સુસ્તી અનુભવતુ હતું. સોફા પર એકાએક જાણે એ ફસડાઈ પડી અને ફરી વિચારોની તંદ્રામાં ખોવાઈ ગઈ કે જ્યારે ઈશુ અને આદિત્ય પહેલી વાર મળ્યા હતા.


* * * * *

આજે ઈશિતા કોલેજથી વહેલા આવી ગઈ હતી. કારણ કે તેમના કોઈ કારણસર બે લેક્ચર કેન્સલ થયા હતા. તે બીબીએના છેલ્લા વર્ષમાં સ્ટડી કરતી હતી. વહેલા રજા મળતા તે ફટાફટ ખુશ થઈને ઘરે આવી ગઈ. ઈશુ અને તેના મમ્મી એક નાનકડા ટાઉનમાં રહેતા હતા. તેના પપ્પા તો તે ત્રણ વર્ષની હતી ત્યારે જ એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. તેના પિતાની એટલી સંપત્તિ તો નહોતી પણ તેમનો એ ટાઉનમાં એક બંગલો હતો તે તેમની એક માત્ર સંપત્તિ હતી. તેના પિતાના મૃત્યુ પછી ઈશિતાના ભવિષ્યનુ વિચારીને એની મમ્મી એ બધાના ફોર્સ કરવા છતાં બીજા લગ્ન ના કર્યા. અને તે એ જમાનામાં ભણેલા હોવાથી તેમને એક નાની કંપનીમાં જોબ મળી ગઈ હતી. આમ તેમનું ગુજરાન ચાલતુ હતું ને થોડી ઘણી બચત થતી.

એમ જ ઈશિતા મોટી થતી ગઈ આજે તે કોલેજમાં પણ આવી ગઈ હતી. તેમના બંગલાના કંમ્પાઉન્ડમાં જ બીજા બે રૂમ બનાવેલા હતા. તેને ઈશુના મમ્મી પહેલા ભાડે આપતા જેથી એમને થોડી સાઈડ ઈન્કમ રહેતા થોડો આર્થિક સપોર્ટ રહે. પણ હમણાં છેલ્લા છ વર્ષથી તે ખાલી જ હતું. હવે ઈશિતા મોટી થઈ હોવાથી એના મમ્મી તેને ભાડે આપવાનુ ટાળતા હતા. આજે ઈશુ ઘરે આવી તો તેણે જોયુ તેના સોસાયટીમાં રહેતા મિતાલી આન્ટી તેની મમ્મી સાથે આ ઘર કોઈને ભાડે આપવા માટે વાત કરી રહ્યા હતા.

તે કહેતા હતા કે આદિત્ય બહુ સારો છોકરો છે. તે મિડલ ક્લાસનો છે અને તે બહુ વધારે પૈસા ખર્ચી શકે તેમ ન હોવાથી તેને અહીં મકાન થોડા ઓછા ખર્ચે મળી જાય માટે એક વર્ષ માટે જોઈએ છે. તેને એમ.બી.બી.એસ. કર્યું છે અને તેને અહી બાજુના સીટીમાં ઈન્ટર્નશીપ માટે રહેવાનું છે. તેના મમ્મી પપ્પા હયાત નથી એટલે તેના એક કાકા તેને ભણાવે છે અને હવે તે વધારે કોઈ પર બોજ નથી બનવા માગતો. એટલે ઓછા ખર્ચામા બધું સેટલ કરી તે રહેવા ઈચ્છે છે. અને જો તેના રહેવાથી તમને કે ઈશુને જરા પણ અનકમ્ફોરટેબલ લાગે તો મને કહેજો હુ તેને સામેથી અહી રહેવાની ના પાડી દઈશ.

પછી ઈશુને પુછીને થોડી વાર વિચારીને તેની મમ્મી આદિત્યને ત્યાં રહેવાની હા પાડે છે.


આદિત્ય બીજા જ દિવસે ત્યાં રહેવા આવી જાય છે. તે આવે છે ત્યારે ઈશિતા કોલેજ ગયેલી હોય છે. એટલે તે તેના મમ્મીને મળીને વાતચીત કરીને તેનો સામાન ત્યાં મુકી દે છે. તે થોડી વાર આરામ કરીને પછી થોડીક ચીજ વસ્તુઓ લેવા બહાર જવા નીકળે છે. અને આ બાજુ ઈશિતા કોલેજથી છુટીને ઘરે આવે છે. તે તેની ફ્રેન્ડ સાથે વાત કરતી પાછળ જોઈને આવતી હોય છે અને સામેથી આદિત્ય પણ કંઈક વિચારતો બહાર આવતો હતો તેનુ પણ ધ્યાન નહોતું એટલે મેઈન ગેટ પાસે જ બે જણા અથડાઈ જાય છે. અથડાતા જ બન્ને એકબીજાની સામુ જોઈ રહે છે. એ હતી ઈશિતા અને આદિત્યની પહેલી મુલાકાત !

ઈશુ અને આદિત્યની આ મુલાકાત આગળ શું રંગ લાવશે ?


ક્રમશ:



Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Romance