Hitakshi buch

Inspirational Romance

4  

Hitakshi buch

Inspirational Romance

મેરેજ મટીરીયલ

મેરેજ મટીરીયલ

5 mins
14.5K


નિત્યમ અને જીવિકા આજે ૫ વર્ષ પછી અચાનક એક સોશિયલ પાર્ટીમાં ભેગાં થઈ ગયાં. બંને સ્વાભાવિક રીતે બદલાયા હતા. છતાં મનના કોઈક ખૂણામાં ભીની માટીની સુગંધ સમી લાગણીઓનો દરિયો ઉલાળા મારતો હતો.

જીવિકાના મનમાં હજી પણ એક ખચકાટ અને અણગમો હોય એવું નિત્યમને વર્તાઈ રહ્યું હતું. આખી પાર્ટી દરમિયાન એ જીવિકા સાથે વાત કરવા તક શોધતો રહ્યો. જીવિકા જાણતી હતી કે નિત્યમ જરૂર વાત કરવા આવશે અને કદાચ...

એનાથી આજે પોતાને રોકી ન શકાય... માટે શિફતથી દુર રહી પ્રતિકૂળ પરિસ્થિતિના નિર્માણથી બચવા પ્રયત્નશીલ હતી. છતાં અંતે નિત્યમ અને જીવિકા સામસામે આવી જ ગયાં.

હલ્લો... જીવિકા... જોયું મને હજી તારું નામ પણ...

યાદ છે એમ જ કહેવું છે ને તારે ?

હમ્મ...

ઓહ... સરસ. મને એમ કે તું તો મને.

હા, કદાચ એવું જ. પણ આજે તને જોઈ તો ફરી એકવાર બધું જ યાદ આવી ગયું.

( જીવિકા ૫ વર્ષ પહેલાનું જીવન જાણે કે યાદ કરવા ના માંગતી હોય એમ કોઈપણ પ્રતિક્રિયા આપ્યાં વગર ઉભી હતી.)

તું કેમ છે ? ક્યાં છે આજકાલ ? મને કોઈક દ્વારા ખબર પડી હતી કે તું તો લંડન સેટલ થયો છે. ખરુંને..

હા એકદમ સાચું. બસ હમણાં દસ દિવસ પહેલાં જ આવ્યો છું. (નિત્યમને પાછળથી અવાજ આવ્યો... નીતુ ડાર્લિંગ...)

પ્રાચી નિત્યમ પાસે આવી ઉભી રહી. ક્યાં છે તું ? હું ક્યારની તને શોધી રહી છું. ચાલને જઈએ ઘરે.. યુ નો આઈ એમ વરી ટાયર્ડ.

યસ ડાર્લિંગ... ચાલ... બસ એક મિનિટ... અચ્છા આવ હું તને ઓળખાણ કરાવું. આ છે જીવિકા મારી... (નિત્યમને કઈ રીતે સંબોધિત કરવું એ સમજાયું નહીં.)

જીવિકા, આઈ એમ જીવિકા.. નિત્યમની "ફોર્મલ" ફ્રેન્ડ. (ફોર્મલ શબ્દ પર જીવિકાએ જે રીતે બહાર મુક્યો એનો અર્થ શું કરવો એ નિત્યમ કે પ્રાચી સમજી ન શક્યા.)

પ્રાચી, હમ્મ... નાઇસ તો મીટ યુ. અમને જરા મોડું થાય છે. ફરી ક્યારેક સમય હશે તો મળીશું. (એમ કહી નિત્યમના હાથમાં હાથ નાખી પ્રાચી ત્યાંથી ચાલી.)

ક્ષણિક તો જીવિકાને પોતાના ઉપર ગુસ્સો આવ્યો. (સ્વગત) શા માટે... શા માટે... જીવિકા. તું ફરી એકવાર એજ રસ્તે આગળ વધી રહી છે. પોતાની જાતને તું ૫ વર્ષે પણ નથી સમજાવી શકી અને બીજી તરફ નિત્યમ પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યો છે. તારે હવે વધારે કંઈપણ તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. જાણે છે ને અંતે તને જ ઠોકર વાગે છે.

(પોતાનું મન વાળી જીવિકા પણ ઘર તરફ ચાલી. પરંતુ મનમાં એક કંઈક છૂટ્યા ના ભાવ સતત હતા.)

લગભગ એકાદ અઠવાડિયા પછી સવારે ૯ વાગ્યાના સુમારે ફોનની ઘટડી રણકી... ઓફીસ જવાની ઉતાવળમાં હોવાથી એણે કોણ છે એ જોયા વગર જ ઉપાડી લીધો.

હેલ્લો...

હાઈ... જીવિકા... નિત્યમ હિયર...

હા બોલો... ઓહ સોરી બોલો.. કેમ ફોન કર્યો (જીવિકાના અવાજમાં શુષ્કતા સ્પષ્ટપણે વર્તાતી હતી.)

આ બોલો વળી ક્યારથી?

આજ... હમણાંથી... બોલો મારે ઓફીસ જવાનું મોડું થઈ રહ્યું છે.

અરે... સારું ચાલ હવે ગુસ્સો શાંત કર. મારે મળવું છે. બોલ આજે સાંજે ૫ વાગે ક્યાં મળીએ. (જીવિકાની ઈચ્છા જાણ્યાં વગર જ નિત્યમે ફરમાન બહાર પાડી દીધું.) મારે ઘણી વાત કરવી છે.

નિત્યમ તમારે વાત કરવી છે કે ચોખવટ ?

નાના એવું કંઈ નથી. ચાલ મળીયે સાંજે ૫ વાગે એજ જૂની જગ્યાએ. (હજી જીવિકા કોઈ જવાબ આપે એ પહેલાં ફોન મુકાઈ ગયો.)

(આમ તો જીવિકાને તો જોઈતું'તું ને વૈદે કીધું જેવું જ થઈ પડ્યું. ઓફીસ પછી સાંજે બરાબર ૫ વાગે જીવિકા શિવા કાફેના ટેબલ નંબર ૭ પર જઈ ને બેઠી. થોડીવારે નિત્યમ આવ્યો.)

(નિત્યમને જોતાં જ) તારી આદત હજી ગઈ નથી એમ ને. ઓહ સોરી... તમારી...

જીવિકા શા માટે આ ફોરમાલિટી. આપણે અત્યારે પણ...

ના નિત્યમ... હવે ઘણું બદલાઈ ગયું છે. તું ઘણો આગળ વધી ગયો છે. તારો સંસાર છે. અને હું...

શું... તું શું...

હું જ્યાં હતી ત્યાંની ત્યાંજ ઠેર છું.

એટલે... શું તું હજી...

ના... કદાચ હા... પણ હવે તો...

જીવિકા છેલ્લે આપણે મળ્યા ત્યારે જ તો મેં તને...

હા તે કહ્યું હતું... યાદ છે અક્ષરશઃ યાદ છે.. તે એવું કહ્યું હતું ને હસતા હસતા... જીવિકા તારી લાગણી સમજુ છું. તારા પ્રેમની કદર કરું છું, પરંતુ તું મેરેજ મટીરીયલ નથી. ત્યારે મેં પૂછ્યું હતું એવું તો શું નથી મારી પાસે... અને તે મારા ખભે એક ટપલી મારતા (જીવિકાનો હાથ ડાબા ખભા તરફ જાય છે જાણે કે હમણાં જ એ ટપલી પડી હોય એવો એહસાસ થઈ આવે છે.)

તું એકદમ મેનલી છે... ખરુંને ?

જીવિકા ત્યારે મને કે લાગ્યું એ મેં કહ્યું હશે. એનો અર્થ એ નથીને કે તું આમ આ જીવન...

ના બિલકુલ નહિ. હું આ જીવન એકલી રહીશ પણ નહીં. પરંતુ હવે જે મને જેવી છું એવી સ્વીકારે એવા સાથીને પસંદ કરીશ. મને ખાતરી છે કોઈક તો ચોક્કસ બાહ્યતાને છોડી અંદરની ખૂબસૂરતી જોઈ શકે એવા વિચારો ધરાવતો હશે.

તું કહે મને કે તું મેનલી નથી. મારી પસંદગી તું કેવી રીતે હોઈ શકે.

હમ્મ કદાચ હું છું. પણ મેનલીની વ્યાખ્યા શું ? માત્ર નાજુક નમણી છોકરીઓ જ તમારા જેવા છોકરાં ઓની પસંદગી હોય છે. શારીરિક બાંધો જરા હાડીલો હોય તો શું એ સ્ત્રી નથી. એનામાં સેંશ્યુઆલિટી નથી, એનાંમાં પુરુષને આકર્ષવાની ક્ષમતા નથી. મેકઅપ કરી છોકરાઓની સામે શરમાતી બલખાતી છોકરીઓ જ જીવનસાથી બની શકે ખરું ને. કોલેજમાં મારા ખભે હાથ મૂકી ઉભો રહેતો અથવા ચાલ કિટલીએ જઈ ને ચા પી લઈએ કહેતી વખતે હું મેનલી નહોતી લાગી, ખરું ને...?

આ કેટલું ખોખલું છે. હાડીલી દેખાતી કે તારા મુજબ જે મેનલી છોકરી હોય છે એ પણ એટલી જ આકર્ષક અને સંવેદનશીલ હોય છે. આપણે ત્યાં પહેલેથી જ છોકરી હોય કે છોકરો એને બાહ્ય સુંદરતા તરફ ધકેલવામાં આવ્યાં છે અને જેને પરિણામે તારા જેવી માનસિકતા એ જન્મ લીધો છે.

હું તો એવા સાથીની રાહ જોઈ રહી છું જે આ બધાથી ઉપર ઉઠી મારી સાથે જીવન વિતાવે અને મને ખબર છે એવો સાથી ક્યાંક કોઈક ખૂણે મારી રાહ જોતો હશે. મારા મતે મેનલી હોવું કઈ જ ખોટું નથી. એક વાત કહું અમે સ્ત્રી ઓ સ્વભાવે કે વર્તને મેનલી હોઈશું જે તો ચાલી જશે. આજે ઘણાં પુરુષો પણ સ્વભાવે સ્ત્રીના લક્ષણો ધરાવતા હોય છે તો એમને અમે સહર્ષ સ્વીકારીને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીયે છીએ.

માટે મને લાગે છે તારે પણ આ ખોખલા વિચારો ત્યજી આગળ વધવું જોઈએ. (આટલું કહી જીવિકા ટેબલ પરથી ઉભી થઇ દરવાજા તરફ આગળ વધી. સહેજ આગળ જઈ પાછી ફરી.)

નિત્યમ ભલે આપણી વચ્ચે વિચારભેદ છે પણ હું ઇચ્છુ છું કે એક સારા મિત્ર તરીકે આ દોસ્તી ટકી રહે અને ભવિષ્યમાં આવી જ રીતે ક્યાંક મળી એ તો એકબીજાથી નજર ચૂક કરવાની જરૂર ન પડે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational