માયા
માયા
ગયા વર્ષે હું એક બિઝનેસના કામથી સહ પરિવાર હૈદરાબાદ ગયો હતો. એક 5 સ્ટાર હોટેલ માં ઉતાર્યો હતો. હોટેલ માં કોઈ સેમિનાર નું આયોજન હતું , તેથી ઘણી ભીડ હતી. ઘણા લોકો પરિવાર સાથે પણ આવ્યા હતાં. આજકાલ સિસ્ટમ છે તે પ્રમાણે, હોટલ તરફથી સવારમાં સાડા દસ વાગ્યા સુધી બ્રેકફાસ્ટ કોમ્પ્લિમેન્ટરી હતો. અમે સવારમાં 10 વાગ્યે રેસ્ટોરાંમાં પહોંચ્યા, ત્યારે લોકો બ્રેકફાસ્ટનો આનંદ લઈ રહ્યા હતાં. હોટેલવાળા તરફથી પહેલાં જ બતાવી દેવામાં આવ્યું હતું કે જેને જે લેવું 'હોઈ તે લઈ લે, સાડા દસ વાગ્યા પછી બુફે કાઉન્ટર બંધ થઈ જશે.
ખાવામાં કેટલી બધી વાનગીઓ હતી, પણ કોઈ કેટલું ખાઈ શકે ? પણ, બુફે બંધ થવાની જાહેરાત થઈ તેટલે લોકો ઝડપથી ટેબલ ઉપરથી ઊભાં થઈ ડીશ ભરવા લાગ્યાં. કોઈ ત્રણ ચાર મસાલા ડોસા તો કોઈ પીઝાનો ઓર્ડર આપી આવ્યા. તો કોઈ સેન્ડવિચ સાથે વાટકી ભરીને ચટણી, મધ, જામ કે માખણ લઈ લાવ્યા. તો કોઈ બે ત્રણ ફ્રેશ જ્યુસના ગ્લાસ ભરીને ઉઠાવી લાવ્યા. બે ત્રણ માતાઓ તો પોતાના બાળકો ને આજ જ પહેલવાન (!) કરી દેવાના હોઈ તેમ મોઢામાં ખાવાનું ઠોસવા લાગ્યા અને રેસ્ટોરાં બંધ થઈ જશે, એવો ડર બતાવી ને જલ્દીથી ખાવા માટે દબાણ કરવા લાગ્યા.
હું પણ ડીશમાં થોડી ઉપમા અને ચટણી લઈ ને એક ટેબલ પાર ગોઠવાઈ ગયો. આમય મારાથી એક સમયે, એક થી વધારે વસ્તુ ખાઈ શકાય તેમ હતું નહિ. તો વળી, થોડો હેલ્થ પ્રત્યે જાગૃત પણ ખરો. હું ચુપચાપ મારા ટેબલ પાર બેસીને ખાવા ની ધમાચકડી કે યુદ્ધ, જે કહીયે તે, જોવા મળી રહ્યું હતું, તેનો આનંદ માણી રહ્યો હતો. મારુ માનવું પણ હતું કે આઈટમ કેટલી સારી અને ટેસ્ટી હોઈ, કાલે પણ તો મળશે. તેથી, માણસે એટલુંજ ખાવું જોઈએ, જેટલું તેના સ્વાસ્થ્ય માટે સારું હોઈ અને કાલે તે ખાવા માટે લાયક રહે.
એવું નોતું કે મનુષ્ય સ્વભાવનો આવો નજારો પહેલી વાર જોઈ રહ્યો હતો. તમે પણ આવું નિરીક્ષણ કર્યું હશે. કદાસ તમારા કે તમારાં પરિવારના સભ્ય દ્વારા પણ, આવું વર્તન જાણતા કે અજાણતામાં આવું થયું હશે. આજકાલ તો દરેક હોટલમાં સવાર નો નાસ્તો હોટલની બીલમાં જ શામીલ હોય છે. મેં ઘણી વાર જોયું છે કે લોકો સવારનો નાસ્તો કરવા જાણી જોઈને મોડા આવે અને થોડું વધારે ખાઈને બપોર નું પણ તેમાં જ ચલાવી લે છે. કોઈ લોકો મફતનું સમજી ને પણ થોડું વધારે ખાઈ લે છે. અને તેને આમાં કશું ખોટું લાગતું પણ નથી. એતો ઠીક છે, કેટલા લોકો એ જાણતા હોય છે કે આટલું બધું નહિ ખવાય, છતાં પણ એ ડરથી વધારે લે છે કે ઓછું ન પડી જાય. મોટા ભાગના લોકોને પોતાની કૅપેસિટીની ખબર હોય જ, છતાં પણ માયા કે લાલચનાં મોહ જાળમાં ફસાઈ ને આવું વર્તન કરતા હોય છે.
સાડા દસ થતા રેસ્ટોરાં બંધ થયું. લોકો ને ન છૂટકે, જરૂરતથી વધારે ભેગી કરેલી વાનગીઓ છોડી ને નીકળી જવું પડ્યું. ઘણી બધી, પ્યારથી ભેગી કરેલી મોટા ભાગની વસ્તુઓ એંઠી પડી રહી. કોઈ કામની નહીં. બધુ જ બેકાર.
મિત્રો, નથી લાગતું કે જીવન પણ એક રેસ્ટોરન્ટ છે. આપણે કેટલું બધું ભેગું કરતા જઈએ છીએ ? કોઈ પૈસા પાછળ લાગ્યું છે. એક લાખ હોઈ તો દસ લાખ કરવા અને દસ લાખના કરોડ કરવા. તેવું જ મકાન, જમીન, દાગીના કે જાત જાતની મિલકત પાછળ કે પછી એવું જ કંઈક. તે પણ સંબંધ, હેલ્થ, સુખ કે ચેન ના ભોગે. બધુજ દાવમાં મૂકીને. શું નથી લાગતું કે કેટલું સાથે આવશે ? જીવન ના રેસ્ટોરાંનો સમય પૂરો થતા, તે બંધ થઈ જશે અને બધુજ અહીં મુકીને ચાલ્યાં જવું નહીં પડે ?
મિત્રો, એવું નથી લાગતું કે એટલું જ ભેગું કરવું જોઈએ, જેને આપણે આનંદથી માણી શકીએ ?
ચાલો આપણે જીવન ના રેસ્ટોરાં માં લાલચ, સંગ્રહખોરી કે મોહઃ માયાનાં બંધન છૂટીએ.
પોતાને પ્યાર કરીએ.
હેલ્થનું' ધ્યાન રાખીએ.
પરિવાર સાથે સમય ગાળીએ.
પીકનીક કરવા જઈયે.
મનગમતાં શોખનો આનંદ લઈએ.
બાળકો ને સારા સંસ્કાર તેમજ એડયુકેશન આપીએ.
ઘરના વડીલોની સંભાળ રાખીએ.
શક્ય હોઈ તો પર્યાવરણની જાળવણી માટે યોગદાન આપીએ.
સારા નાગરીક બનીએ,
માયાનાં બંધનથી છૂટીએ.
