Nirali Shah

Inspirational

4.8  

Nirali Shah

Inspirational

માવતર

માવતર

2 mins
530


સગર્ભા લિપિ ને આજે નવમો મહિનો બેઠો. માતા-પિતા બનવા જઈ રહેલા તપન અને લિપિ ખૂબ જ ખુશ હતા. લિપિ છેલ્લા આઠ મહિનાથી, પોતાની સગર્ભાવસ્થા દરમ્યાન જે ડોક્ટર પાસે બતાવવા જતી હતી, તે ડોક્ટર રીટાબહેન કોરોના પોઝિટિવ આવ્યા અને તેઓ પોતાના ઘરે જ કવોરેન્ટાઈન થયાં,પણ હા, તેમણે બીજા તેમના ઓળખીતા ગાયનેક ડોક્ટર રાજુલ બહેનનો સંપર્ક કરી ને પોતાના બધાં જ કેસ તેમને સુપ્રત કર્યા હતાં. એટલે હવે લિપિ ને પ્રસુતિ વખતે ડોક્ટર રાજુલ બહેનને ત્યાં દાખલ થવાનું હતું અને અઠવાડિયામાં તે દિવસ પણ આવી ગયો. લિપિએ ખૂબ જ સુંદર પરી જેવી દીકરી ને જન્મ આપ્યો. ડોકટર રાજુલ બહેન લિપિના ઘરનાં બધાં સભ્યોથી તો પરિચિત હતા નહીં, એટલે રાત્રે લિપિની સાથે રોકાયેલા નીલા બહેનને તેમણે લિપિના મમ્મી માની લીધાં.

બીજા દિવસે લિપિને તપાસવા તેની રૂમમાં ગયા ત્યારે નીલા બહેન લિપિને ખૂબ જ પ્રેમથી આગ્રહ કરી કરીને જ્યુસ પીવડાવી રહ્યા હતા. લિપિ ના પાડી રહી હતી અને નીલા બહેન "બસ, મારી દીકરી આટલું જ છે "કરી ને પીવડાવતા રહ્યા.

આ જોઈને લિપિ ને તપાસતા ડોક્ટર રાજુલ બહેન બોલી ઊઠ્યા," અરે ! લિપિ બહેન, મમ્મીનો પ્રેમ, આરામ અને મમ્મીના હાથે જમવાનું સાસરે જશો પછી નથી મળવાનું. "અને આ સાંભળીને લિપિ અને નીલા બહેન ખડખડાટ હસી પડ્યાં. અને લિપિ બોલી ઊઠી," શું રાજુલ બહેન ! તમે પણ બધાંની જેમ થાપ ખાઈ ગયાને અમારો મા-દીકરી જેવો પ્રેમ જોઈને ? આ મારાં સાસુ છે. મારી મમ્મીથી પણ વિશેષ એ મારું ધ્યાન રાખે છે. મારી મમ્મીની તબિયત સારી નથી એટલે મારી પ્રસુતિ માટે હું મારા સાસરે જ છું'".

ડોક્ટર રાજુલ બહેન તો આશ્ચર્ય ચકિત થઈ ને આ મા- દીકરી જેવા સાસુ- વહુ ને અહોભાવથી નીરખી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational