STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

માતૃત્વ

માતૃત્વ

1 min
186

મીનાક્ષી અને અનિરુદ્ધના લગ્નને એક વર્ષ પુરું થવા આવ્યું હતું. તે બંને નવા બેબીની તૈયારી કરી રહ્યા હતા. જયારે પૂરી શ્રદ્ધાથી ઈશ્વર પાસે કંઈક માંગીએ તો ઈશ્વર અવશ્ય પૂર્ણ કરે.

ઈશ્વરની કૃપાથી મીનાક્ષીને દિવસો રહ્યા. અને તે માં બનવાની ખુશી માણી રહી હતી. તે પોતાના સંતાન માટે નવી નવી આશાઓ સેવવા લાગી. મારા બાળકને હું શું પહેરાવીશ, શું ખવડાવી, તેને શું બનાવીશ વિચારવા લાગી. તેના માટે ઊનમાંથી સરસ કપડાં બનાવવા લાગી.

દિવસને પસાર થતાં ક્યાં વાર લાગે છે. જોતજોતામા નવ માસ પૂર્ણ થઈ ગયા. મીનાક્ષીએ એક રાજકુમાર જેવા દીકરાને જન્મ આપ્યો. આજે તે ખૂબ ખુશ હતી. પોતાના બાળક સાથે પોતાનું બાળપણ જીવવા માગતી હતી.

તેના બાળક સાથે હસે.ત રડે તો તેને ચૂપ કરાવે. તેના માટે નવી નવી વાનગી બનાવે. તેને પરીઓની વાર્તા સંભળાવે. અભ્યાસ કરાવે.

એક બાળકમાં જાણે તેને પોતાની જિંદગી મળી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational