PRAVIN MAKVANA

Inspirational

3  

PRAVIN MAKVANA

Inspirational

માસ્ક

માસ્ક

1 min
185


કોરોના મહામારી આખાય શહેરમાં વ્યાપક ફેલાઈ ગઈ હતી. માણસો ટપોટપ મરી રહ્યા હતા. લોકો ઘરની બહાર માસ્ક પહેરીને જ નીકળે તેવો પોલીસતંત્રએ ફરજીયાત નિયમ બનાવેલો હતો. લોકો માટે માસ્કની શહેરમાં ખૂબ જ અછત થવા લાગી હતી. મેડિકલ સ્ટોર્સમાં પણ માસ્કનો જથ્થો સંપૂર્ણ ખલાસ થઈ ગયો હતો. સરકાર વિદેશથી આયાત કરશે તેવું લાગતું હતું. પોલીસે કડક કાયદો બનાવ્યો હતો કે કોઈએ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળવું જ નહીં.જો કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર બહાર નીકળશે તો તેને ૧૦૦૦ ( એક હજાર) રૂપિયા દંડ ભરવો પડશે. આથી લોકો પણ માસ્ક લેવા ફાંફા મારવા લાગ્યા. બજારમાં માસ્ક બસોથી ત્રણસો રૂપિયા કિંમતે કાળા બજારમાં વેચાતા હતા. મજૂર માણસો અને ગરીબ લોકો ક્યાંથી માસ્ક લાવે ? એવામાં એક મંદિરમાં પૂજારી પૂજા કરતાં હતાં. અચાનક પોલીસે રેડ પાડી. પૂજા કરતાં જોઈ પોલિસ વિફર્યા ;એ ભડવા તને ખબર નથી પડતી કે મંદિર બંધ રાખવાનાં છે. પૂજારીએ ભગવાનને ધરાવવાનો થાળ અને દીવો આ બધું અટોપવા લાગ્યો. બે ત્રણ ભક્તોએ ઘરે જવા દોટ મૂકી. એવામાં પૂજારીને યાદ આવ્યું , અરે ! ભગવાનને માસ્ક પહેરાવવાનું તો સાવ ભૂલી જ ગયો .? ઉતાવળે પૂજારીએ માસ્ક ભગવાનને પહેરાવી દીધુંને ભાગવા લાગ્યો. આ જોઈ પોલીસ વધુ ચિડાયાને એક દંડો પૂજારીને ફટકારીને ઝટ દઈને ભગવાનને પહેરાવેલું માસ્ક લઈ લીધુંને પૂજારીને ઊભી પૂછડીએ ભગાડ્યો.

પોલીસે મંદિર બહાર ભીખ માંગતા એક ભિખારીને જોયો. ભીખરી માસ્ક વગર ઉઘાડા મોઢે બેઠો હતો. પોલીસે ભગવાનનું માસ્ક ભીખારીને પહેરાવી દીધું. આ જોઈ ભગવાન માસ્ક પર મરક મરક મરકાયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational