મારો વહાલો ભાઈ
મારો વહાલો ભાઈ
આજથી બરાબર બે દિવસ પછી રાખડી પૂનમ છે એટલે દરેક બેન એના ભાઇ વિષે વિચારો મા હશે પાસે હોય દૂર હોય હયાત હોય કે પછી હરિનાં ધામમાં માડીજાયો હોય કે માનેલ સારો હોય કે ખરાબ સંબંધ હોય કે તૂટી ગયેલો હોય દરેક બેન વિચારોમાં તો હોય જ ખરો.
હા મારાં વિચારો પણ એની આગળ પાછળ જ ફરે છે તો થયું કે એને લખી નાખવું સારું તો લખું છું.
હા મારે એક સગો નાનો ભાઈ છે અને એક માનેલ મોટો ભાઈ હતો જેને હું મળું કે વતો કરું ઈ પહેલાં એ હરિનાં ધામમાં જતો રહ્યો. નાનો ભાઈ નોકરી ના કારણે દૂર રહે છે. પણ આજે હું એ બન્ને સિવાય મારાં ત્રીજા ભાઇની વાત કરવાની છું જેમાં મારાં બધાં ભાઇઓ એટલે સગો માનેલ કાકા ફઈબા અને મામાના દિકરાઓ સમાએલા છે એ બીજું કોઈ નહીં પણ માતા ઊમિયાનો લાલો ગણપતિ છે. આ વાત મારાં મનમાં એટલે આવ્યો કારણકે હું શિવને ભજનારીએમની એક લાકડી છું આ વાતની સાબિતી તમે મારા ભજનો મા મળી જાશે. આ રીતે જોઉં તો શિવ મારાં તાત અને માત મારાં ઉમિયા અને ગણપતિ મારાં ભાઈ ગણાય ને. અને એ માડીજાયા કરતાં વધુ વાહલો લાગે છે કારણ કે જીવન મા ચાલતું ઘણું બધું એવું હોય જે આપણે આપણા ભાઈને કે બીજી કોઈ પણ વ્યક્તિ ને ના કહી શકીએ. પણ ગણપતિ એક એવો ભાઇ છે કે ઘરનાં કોઈ ખૂણે એકલા હોઇએ કે મન ફાવે તો એના દ્વારે જઇને એનાં કાનમાં આપણી આખી સ્થિતિ કહી શકીએ છીએ પછી જો આપણી સ્થિતિ જો સારી ના હોય તો એ એને ફેરવી નાખવામાં પણ સક્ષમ છે ભલે ને નિમિત્ત તમારાં જ કોઈ પણ ભાઇને જ કરતો. તો થયો ને એ સગાં કરતાં વધુ વાહલો વીર?
