દાદીમાને પુત્રીનો કાગળ
દાદીમાને પુત્રીનો કાગળ
દાદીમા તમે અમને રોતાં મૂકીને મોટે ગામતરે હાલ્યાં એને આજે પૂરપરાં ૬ મહીના થઈ ગયાં. પણ હજી સુધી જ્યારે પણ તમારા ઓરડામાં જાઉં છું ત્યારે ત્યાં તમને શોધ્યા જ કરું છું, કારણકે હજી સુધી આખા ઘરમાં તમારાં ભણકારા સંભળાય છે. એમ થાય છે જાણે તમે મને સાદ કરી બોલાવો છો. બધાં એ માની લીધું છે કે તમે અમારી વચ્ચે નથી રહ્યાં, પણ મારું મન હજી આ વાતને સ્વીકારી શક્યું નથી.
અરે ! હું તો હજી નવરાશના સમયમાં તમારા ઓરડામાં જઈને તમારી સાથે વાતો કરું છું. તમારાં ઓરડાને જેમનું તેમ રાખવાનાં મેં પૂરેપૂરાં પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતી રહીશ.
તમે જ્યાં છો ત્યાં રાજીખુશીથી રહેજો અને તમારાં આશિષભર્યાં હાથ મારા માથે રાખજો.
લિખિતંગ: તમારી વ્હાલી રેશૂ
