STORYMIRROR

श्रेया जोशी 'कल्याणी'

Abstract

3  

श्रेया जोशी 'कल्याणी'

Abstract

ભાઈબીજ નું આમંત્રણ

ભાઈબીજ નું આમંત્રણ

1 min
157

હે ગજાનન તમે જગત માટે ઈશ્વર હશો, મેં તો કોઈ દિવસ તમને ઈશ્વર ગણ્યાં જ નથી, મેં તો કાયમ તમને મારા ભાઈ જ ગણ્યાં છે.

 તમારા મા મારા બધાં જ ભાઈઓ ને જોયા છે.

પછી તે સગો હોય કે માનેલ કે પછી કાકા, ફઈ, મામા, માસી ના દીકરાઓ હોય.

રાખડી પૂનમ તો હેમખેમ ઉજવાય ગઈ હવે તમને બે કર જોડી બસ આટલી વિનંતી છે કે ભાઈબીજ પણ સાચવી લેજો.

આવું કહેવાનાં બે કારણ છે-

1- મારો સગો ભાઇ જે મારાથી નાનો છે, એ નોકરી ના કારણે બહારગામ રહે છે, અને ભાઈબીજ ના દિવસે આવી શકે તેમ નથી, અને મારા માનેલ ભાઇ જે મારાથી મોટા હતાં ખબર નહીં તમને અને તમારા માતા પિતા એમનો અવાજ ગમ્યો કે સ્વભાવ કે એમને તમારી પાસે તેડાવવા માં આટલી ઉતાવળ કરી નાંખી. 

2- મારી સ્થિતિ તમારાથી છુપાએલી નથી મારા ભાઈ, આજકાલ મને અજવાળું ગમતું નથી. અંધારામાં બેસવું વધારે ગમે છે....

કોઈ સાથે વાત કરવી કે મળવું ગમતું નથી. મારો આ બદલાયેલો સ્વભાવ ક્યાંક મારી સાથે સાથે પપ્પાની ભાઈબીજ ના બગાડી નાખે એની કાળજી રાખજો મારા ભાઈ.  

રાખડી પૂનમે તમે મારા નાનાં ફઈબા ના દિકરા રુપે આવીને મારા હાથે રાખડી બંધાવી ગયાં હતાં તે માટે ખૂબ ખૂબ આભાર અને જે ગમે એ રુપ ધરી ભાઈબીજે ચાંદલો કરાવવા આવવા આમંત્રણ આપું છું.

જોજો ભૂલી ના જતાં. 

                લિખિતંગ 

                તમારી નાની બહેન                                                  

                                               


Rate this content
Log in

Similar gujarati story from Abstract