મારો મોબાઈલ ફોન
મારો મોબાઈલ ફોન
ચાલો મિત્રો આજે હું તમારી સાથે કંઈક અલગ વાત કહું. વાત છે મારા મોબાઈલની. મારો મોબાઈલ, મારી મમ્મીએ મને ૨૦૧૮માં લઈ આપ્યો હતો. આજે લગભગ પાંચ વર્ષ થઈ ગયા આ મોબાઈલને. આ મોબાઈલ ફોન લીધા પછી જ હું વાર્તા સાથે જોડાઈ હતી. શરૂઆતમાં ક્યારેક કંઈક વાંચતી. ધીમે-ધીમે વાંચનમાં વધુ રસ પડ્યો અને લોકડાઉનમાં મેં લખવાની શરૂઆત કરી. સૌ પ્રથમ નાની-નાની રચનાઓ લખી. પછી ક્યારેક થોડા વધારે શબ્દોમાં રચના લખી. આ રચનાઓ લખવામાં મારા મોબાઈલે મને પુરેપુરો સાથ આપ્યો પણ હમણાં થોડા સમયથી મારો આ ફોન મને બરોબર સાથ નથી આપતો. જ્યારે પણ હું કંઈ રચના લખવા જાઉં ત્યારે જ એ હેંગ થઈ જાય. અને હેંગ થાય એટલે મને શાંતીથી બરોબર લખવા જ ના દે. ફોનનું કી-બોર્ડજ બરોબર કામ જ ના કરે. હું કંઈપણ લખું તો કી-બોર્ડ ચીપકી જાય. કોઈ અક્ષર બરોબર ટાઈપ જ ના થાય. માંડ અડધી રચના લખું અને હું કંટાળીને રચના ડ્રાફ્ટ કરું કે આગળ પછી લખીશ તો ક્યારેક મારી ડ્રાફ્ટ રચના આપોઆપ ડિલીટ થઈ જાય. જ્યારે મેં મારી પ્રથમ ધારાવાહિક રચના લખી હતી ત્યારે એ સમયે તો મને મારા ફોને એટલી હેરાન કરી કે ના પૂછો વાત. ફોનની આટલી હેરાનગતી સાથે પણ મેં મારી ધારાવાહિક પૂર્ણ કરી અને મારી ધારાવાહિક નવા પ્રથમવાર ધારાવાહિક લખતાં લેખકોમાં ટોપ પાંચમાં સ્થાન પામી, પણ મારી આ ધારાવાહિકમાં જોડણીની ભૂલો ઘણી છે. આમાં પણ અડધો તો આ ફોનનો વાંક છે. હું સરખી જોડણી લખું તો હેંગ થઈને ખોટી જોડણી કરી નાખે. મને બરોબર ટાઈપિંગ કરવા જ ના દે.
જ્યારે આ ધારાવાહિક મેં પૂર્ણ કરી નાખી એ પછી મારો આ ફોન દોઢડાયો જાતે જ સારો થઈ ગયો. ફોનમાં સરખી રીતે ટાઈપિંગ થવા લાગ્યું. હવે પાછી મેં નવી ધારાવાહિક વિચારી અને લખવાની શરૂઆત કરી હજુ તો મેં એક જ ભાગ લખ્યો કે મારો આ વાઈડો ફોન ફરી પાછો હેંગ થવા લાગ્યો.
હું કેટલાં દિવસથી કંઈક લખવાનું વિચારી રહી છું, પણ આ ફોનને શું ખબર શું પ્રોબલેમ છે, મને કંઈ બરોબર લખવા જ નથી દેતો.
અરે હદ તો આજે કરી આ ફોને. આજે તમારી સાથે વાત કરવા આવી, અને એ પણ એના વિષે તમને વાત કરી એટલે જોવો કેવો ડાહ્યો ડમરો બનીને ચાલે છે. મને સરખી રીતે ટાઈપ પણ કરવા દે છે જાણે એને કંઈ થયું જ ન હતું. અરે, કાલ બપોર સુધી તો મને હેરાન કરતો હતો.
ચાલો મિત્રો હવે રજા લઉં આ વાયડો ફોન પાછો મારો સાથ આપવાનો બંધ કરે એ પહેલાં આપણી વાતને અહીં જ વિરામ આપું.
બાય.
