STORYMIRROR

Urvi Joshi

Comedy

3  

Urvi Joshi

Comedy

બગીચામાં

બગીચામાં

3 mins
595

હેતલ સાતમા ધોરણમાં ભણતી હતી. ભણવામાં હોંશિયાર હતી. પરીક્ષામાં હંમેશા સારા માર્ક્સ લાવીને પાસ થતી. તેના શિક્ષકો પણ તેના વખાણ કરતા.

એક વખતની વાત છે. હેતલની પરીક્ષા હતી. એ દિવસે હેતલનું હિંદીનું પેપર હતું. પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નનોના જવાબ એને સારી રીતે આવડતા હતા. છતાં હેતલએ અજાણતા એક મોટી ભૂલ કરી. નિબંધ લેખન વિભાગમાં એક નિબંધ લખવાનો હતો, જેનો વિષય હતો. "બગીચેમેં એક ઘંટા"(અહીં "ઘંટા" શબ્દનો અર્થ "કલાક" એવો થાય છે. ) આ વિષય ઉપર નિબંધ લખવાનો હતો. હેતલે "ઘંટા" શબ્દનો અર્થ "ઘંટ"(કે જે મંદિરમાં હોય)એવો સમજ્યો. અને આમ નિબંધનો આખો અર્થ બદલાઈ ગયો. હેતલે એના સમજેલા અર્થ પ્રમાણે નિબંધ લખવાની શરૂઆત કરી. (અહીં હું તમને હેતલનો હિંદીમાં લખેલો નિબંધ એનાજ શબ્દોમાં ગુજરાતીમાં લખી બતાવું છું. )

રવિવારનો દિવસ હતો. ઠંડીની ઋતુ હતી. ઠંડીની સુંદર સાંજમાં વાતાવરણ ખૂબ સુંદર લાગી રહ્યું હતું. આવી સુંદર મજાની સાંજને માણવા હું અને મારી સખી તારા એક બગીચામાં ગયા.

બગીચામાં નાના-મોટા સૌ કોઈ આનંદ માણતા હતા. નાના બાળકો રમતા હતા. ઘરડા ભેગા થઈ પોતાની સુખ-દુઃખ ની વાતો કરતા હતા. તો કોઈ જુવાનિયા ભેગા મળી ભેળ બનાવીને ઉજાણી કરતા હતા.

આ બગીચામાં એક સુંદર મજાનો મોટો "ઘંટ" હતો. આ ઘંટ ખુબજ સુંદર હતો, આ ઘંટ પિત્તળનો હતો. જેવો મંદિરમાં હોય છે. અને એક મોટી સાંકળ સાથે લટકાવેલો હતો. ઘંટમાં સુંદર મજાનું નકશીકામ કરેલું હતું. આ નકશીકામમાં સુંદર મજાનું પૌરાણિક કથાઓથી સંબંધિત નકશીકામ કરેલું હતું. બગીચામાં જે કોઈ પણ આવતું એ આ સુંદર ઘંટ વગાડતા હતા. આ ઘંટનો અવાજ એટલો સારો હતો કે આખા બગીચાનું વાતાવરણ રમણીય બની જતું હતું. આ ઘંટ બગીચાની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. હું અને મારી સખી તારા પણ બગીચામાં ગયા ત્યારે અમે પણ આ ઘંટ વગાડ્યો, ઘંટ વગાડવાનો ખુબજ આનંદ આવતો હતો. નાના બાળકોતો આ ઘંટ ઉપર લટકતા હતા અને ઝૂલો ખાતા હતા. બાળકોને ઘંટ વગાડવાની અને એના ઉપર લટકીને ઝૂલવાની તો મજા પડી ગઈ હતી.

નાના બાળકોને ઘંટ ઉપર લટકતા જોઈને મને પણ ઘંટ ઉપર લટકીને ઝૂલા ખાવાની ઈચ્છા થઈ. હું અને મારી સખી તારા પણ ઘંટ પાસે પહોંચી ગયા અને ઘંટ ઉપર લટકવા લાગ્યા. ઘંટ ઉપર લટકીને ઝૂ્લા ખાવાની તો મજાજ કંઇક અલગ હતી, આવી મજાતો હીંચકા ઉપર બેસીને ઝૂલવાની પણ ક્યારેય નથી આવી. મેં એને મારી સખી તારાએ ઘંટ ઉપર લટકીને ઝૂલા ખાઈને ખુબજ મજા કરી. એટલી મજા કરી કે સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર પણ ના પડી. ઘરે જવાની ઈચ્છા થતી નહતી પણ સૂર્યાસ્ત થઈ ગયો હતો અને રાત પડી ગઈ હતી એટલે હું અને તારા ઘરે જવા રવાના થઈ ગયા.

રવિવાર ની સાંજે બગીચામાં જઈ ઘંટ વગાડી એના ઉપર ઝૂલા ખાવાનો આનંદ,મારી માટે યાદગાર બની ગયો.

આ રીતે હેતલે નિબંધના વિષયનો ખોટો અર્થ સમજીને નિબંધ લખ્યો. જ્યારે શિક્ષકે હેતલનું પેપર તપાસવા લીધું અને આ નિબંધ વાંચ્યો ત્યારે પહેલાતો એમને હસવું આવી ગયું, અને આશ્ચર્ય થયું એક હોંશિયાર વિદ્યાર્થિનીએ નિબંધનો આવો ખોટો અર્થ સમજ્યો ! અને પછી થોડાક સમય સુધી વિચાર કરવા લાગ્યા કે આમ જોવા જઈએ તો હેતલે બગીચામાં પસાર કરેલા સમયની વાતજ લખી છે,પણ નિબંધના વિષયનો અર્થ ખોટો સમજ્યો છે, તો માર્ક્સ આપવા કે નહિ. પછી શિક્ષકે વિચાર કર્યો આમતો હેતલ હોંશિયાર છોકરી છે, અને એને નિબંધમાં ઘણી રમુજ વાત લખી છે તો એને થોડા એવા માર્ક્સ તો આપવા જોઈએ એમ કરી શિક્ષકે નિબંધ ખોટો ના ગણતા ૧૦ માંથી ૪ માર્ક આપી દીધા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy