આઝાદ ભારત
આઝાદ ભારત
આજે શાળામાં કાલના કાર્યક્રમ માટે તૈયારી ચાલતી હતી.કાલે ૧૫મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્ર દિવસ. સ્વતંત્ર દિવસ નિમિતે શાળામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ હતો. ધ્વજ વંદન પછી કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતા. શાળામાં ભણતા બાળકોએ જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.અંશ વકૃત્વ સ્પર્ધામાં આપણા સ્વતંત્ર દિવસ નિમિતે બોલવાનો હતો.
૧૫મી ઓગસ્ટના દિવસે શાળામાં બધા ભેગા મળીને ધ્વજ વંદન કર્યું.પછી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ.બધા બાળકોઅે એક પછી એક રજુઆત કરી.અંશનો વારો આવ્યો. અંશે સ્વતંત્ર દિવસ નિમિતે પોતાની સ્પીચ આપવાની શરૂઆત કરી.
આજે ૧૫મી ઓગસ્ટ આપણો ૭૫મો સ્વતંત્ર દિવસ.આપણા દેશને અંગ્રેજોની ગુલામી માંથી સ્વતંત્ર થતા લગભગ ૧૨૫ વર્ષ લાગ્યા.અને આટલા વર્ષો દરમ્યાન કેટલા લોકોએ સંગર્ષ કર્યો કેટલાએ પોતાનો જીવ ગુમાવ્યો.ત્યારે આપણને આઝાદી મળી છે.પણ શું તમને લાગે છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણો દેશ આઝાદ છે?મારો જવાબ છે "ના".
આપણા દેશમાં લગભગ ૨૩ થી ૨૪ મુખ્ય ભાષા છે.આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે.છતાં આપણો દેશ આજની તારીખમાં એજ અંગ્રેજો જે લોકો આપણા દેશ પર રાજ કરી ગયા એમની ભાષા બોલવામાં મોટાઈ અનુભવે છે.એવા કેટલા લોકો છે જે પોતાની માતૃભાષા બોલાવવા નાનમ અનુભવે છે.અરે માતૃભાષાતો આપણી માં સમાન છે એને બોલવામાં નાનમ શાની? માતૃભાષા બોલવામાં ગર્વ અનુભવવો જોઈઅે.માન્યું અંગ્રેજી કામની ભાષા છે પણ એને અર્થ અે નથી કે અંગ્રેજીને આપણી ઘરની ભાષા બનાવી લઈએ.મારી માટેતો ગુજરાતી મારી "માં" હિન્દી મારી "માસી" અને અગ્રેજીતો આવે ત્રીજા સ્થાને.આજકાલના મા-બાપ બાળક જન્મે કે તરતજ એની સાથે અંગ્રેજી ભાષામાં વાત કરે છે.અને શિક્ષણ પણ અંગ્રેજી માધ્યમમાં આપે છે. માંતૃભાષા શીખવાડતા નથી. મારા મુજબતો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાંજ હોવું જોઈએ.આપણે આપણા બાળકને કોઈ પણ માધ્યમમાં અભ્યાસ કરાવીએ પણ એને પહેલા આપણી માતૃભાષા શીખવાડવી જોઈએ કારણે આપણને આપણી માં જેટલું બીજુ કોઈ ઓળખતું નથી.એટલે બાળક માતૃભાષામાં વધારે સારી રીતે સમજી શકશે.અને આપણું બાળક જીવનમાં વધારે આગળ વધશે.
આપણા ભારત દેશ પાસે કેટલી સરસ સંસ્કૃતિ છે.દરેક રાજ્યોની જુદી-જુદી સંસ્કૃતિ.આપણો દેશ તહેવારોનો દેશ કહેવાય છે.આપણા દેશમાં કેટલા જુદા-જુદા નૃત્યના પ્રકારો જોવા મળે છે. દરેક રાજ્યોમાં જુદા-જુદા નૃત્ય જોવા મળે છે.ગરબા,કથક, ભરતનાટ્યમ, બિહુ, મુખોટા,અને બીજા કેટલાય નૃત્ય ના પ્રકારો જોવા મળે છે.કેટલી સુંદર છે આપણા દેશની સંસ્કૃતિ,છતાં આજકાલ બધાને વિદેશી નૃત્યમાં વધારે રસ છે.આપણે વિદેશી નૃત્ય કરીએ એના કરતાં એવું કંઈ કરીએ કે વિદેશી લોકો આપણા દેશનું નૃત્ય કરે.ત્યારે આપણા દેશ માટે ગર્વની વાત થશે.
આજે પણ લોકો આપણા દેશની વસ્તુ નથી ખરીદતા અને વિદેશી વસ્તુ ખરીદે છે.કેમ? આપણા દેશની વસ્તુ ચીન કરતા મોંગી છે. કાંતો અમેરીકા ની વસ્તુ વધારે સારી ગુણવત્તા ધરાવે છે.જો આવું ના વિચારતા આપણે આપણા દેશની વસ્તુ ખરીદશું તો આપણો દેશ પ્રગતીની દિશામાં આગળ વધશે.આજના યુવાનો કમાવા માટે વિદેશ જતા રહે છે.અને એમ કહે છે અહીં ભારતમાં શું છે?અરે શું છે એટલે શું? ભારતમાં કંઈ નથી તો શું થયું ભગવાને તમને બુધ્ધિ આપી છે અે બુધ્ધિનો ઉપયોગ બીજા દેશ માટે કેમ?એના કરતાતો તમે તમારી બુધ્ધિનો ઉપયોગ કરી ભારતને વિકસિત બનાવોને.આપણા દેશમાં પણ એવી સસ્તી વસ્તુઓનું ઉત્પાદન કરો જે ગરીબ વ્યક્તિ પણ ખરીદી શકે.સાથે આપણા દેશમાં એવી વસ્તુનું પણ ઉત્પાદન કરો જે વિદેશી કંપનીની વસ્તુ કરતા પણ સારી ગુણવત્તા ધરાવતી હોય.આપણે વિદેશી વસ્તુ નઈ પણ વિદેશી લોકો આપણા દેશની વસ્તુ વાપરે એવું કંઈ કરો.ત્યારે આખા દેશને તમારા ઉપર ગર્વ થશે.અને આપણા દેશની ગણતરી વિકસિત દેશોમાં થશે.
જ્યારે આપણે વિદેશી વસ્તુનો ઉપયોગ ઓછો કરશું.અને વધારેમાં વધારે સ્વદેશી વસ્તુ ઉપયોગ કરવાનો આગ્રહ રાખશું.આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ના જતા એને જાળવી રાખશું અે દિવશે ખરા અર્થમાં આપણો દેશ આઝાદ થશે.
ધન્યવાદ.
