અનોખો સંબંધ
અનોખો સંબંધ
કાજલ થોડા દિવસ પહેલાજ એના મમ્મી - પપ્પા સાથે પોતાના અમદાવાદના નવા મકાનમાં રહેવા આવી હતી. દસ વર્ષની કાજલ એના મમ્મી - પપ્પાની એકની એક દિકરી હતી. કાજલ તેના મમ્મી - પપ્પાને બહુજ લાડકી હતી.
દિવાળીનો તહેવાર હતો. ધનતેરસનાં દિવસે સંધ્યાકાળ સમયે બધાજ પોતાના ઘરોમાં લક્ષ્મી પૂજન કરતા હતા. લક્ષ્મી પૂજન પછી બધા નાના બાળકો રાતના સમયે ફડકડા ફોડવા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ભેગા થયા હતા. બધાજ બાળકો ફટાકડા ફોડીને આનંદ માણતા હતા અને દિવાળીના તહેવારની ઉજવણી કરતા હતા. કાજલ પણ બધા બાળકો સાથે ફટાકડા ફોડીને આનંદ માણતી હતી, અને સોસાયટીના બીજા બાળકો સાથે મિત્રતા કરતી હતી.
નાના બાળકો સોવર, ચકરી, તારામંડળ જેવા ફટાકડા ફોડતા હતા તો મોટા બાળકો બોમ ફોડતા હતા. ત્યાં અચાનક એક મોટા છોકરાએ બોમ સળગાવ્યો હતો એની બાજુમાં જ એજ સોસાયટીમાં રહેતો પાંચ વર્ષનો નાનકડો કેવલ સોવર સળગાવવા જાય છે. કેવલને જરા પણ જાણ નથી હોતી કે એની બાજુમાંજ એક મોટો બોમ સળગી રહ્યો છે. મોટો છોકરો કેવાલને બુમ પાડે છે. ઓય કેવલ બાજુમાં ખસ પણ કેવલનું ધ્યાન નથી હોતું. ત્યાં કાજલ દોડીને કેવલ પાસે આવે છે અને એને બાજુમાં ખસેડીલે છે, અને બોમ ફુટી જાય છે. કેવલ તો બચી જાય છે પણ બોમ ફુટવાના ધુમાડાના કારણે કાજલનું મોં દાજી જાય છે. આખી સોસાયટીમાં બુમાબુમ થઈ જાય છે. બધા સોસાયટીમાં ભેગા થઈ જાય છે. કાજલનું મોં દાજી ગયું છે એ સાંભળીને કાજલના મમ્મી - પપ્પા ભાગીને આવે છે. પોતાની લાડકી દિકરીની આવી હાલત જોઈ એના મમ્મી તો રડવા લાગી જાય છે.
કાજલે પોતાના જીવને જોખમમાં મૂકી કેવલનો જીવ બચાવ્યો હતો. કેવલની મમ્મી કાજલ પાસે આવે છે અને એનો અને એના મમ્મી - પપ્પાનો આભાર માનવા જાય છે, અને કાજલને ડોક્ટર પાસે લઈ જઈને ઈલાજ કરાવી આપવાનું કહેવા જાય છે પણ કાજલને જોતાજ કેવલની મમ્મી કાજલને ભેટી પડે છે, અને બોલે છે મારી દિકરી....અને રડવા લાગે છે. કેવલની મમ્મીને કાજલને પોતાની દિકરી કહેતા સાંભળીને બધાને નવાઇ લાગે છે. ત્યારે કેવલની મમ્મી કાજલના મમ્મી - પપ્પાને કાજલ વિષે પૂછે છે.
કાજલના વિષે જાણ્યા પછી કેવલની મમ્મી જણાવે છે કે છ વર્ષ પહેલાં તે પોતે પરીવાર સાથે ફરવા ગયા હતા એમની ચાર વર્ષની એક દિકરી હતી ફરવા ગયા ત્યારે તેમની દિકરી ભીડમાં તેના મમ્મી - પપ્પા અને તેના પરીવારથી અલગ થઈ ગઈ. તે લોકોએ તેમની દિકરીને ઘણી શોધી પણ એ ક્યાંય ના મળી, પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી પણ દિકરીની કંઇક ખબર ના મળી. તે લોકોએ તેમની દિકરીને શોધવાના બને તેટલા બધાજ પ્રયત્નો કર્યા પણ આખરે નિરાશા શિવાય બીજું કંઈ નાં મળ્યું. આખરે એ લોકો ઘરે આવ્યા, અને દિકરીની યાદોમાં દિવસ પસાર કરવા લાગ્યા થોડા દિવસમાં એક ખુશખબર આવી તેમના ઘરે બીજા બાળકનો જન્મ થવાનો હતો. સમય વીત્યો અને કેવલનો જન્મ થયો, કેવલ જન્મ પછી ઘરના બધા કેવલ સાથે સમય વિતાવવા લાગ્યા, અને તેમની ખોવાયેલી દિકરીની યાદો ભુલાતી ગઈ. પણ કેવલની મમ્મી હજુ પણ પોતાની દિકરીને ભૂલી નહતી શકતી. એક મા પોતાના બાળકને કેવી રીતે ભૂલી શકે. એ હજુ પણ પોતાની દીકરીની યાદોમાં ઘણી વાર રડ્યા કરતી કેવલ જેમ જેમ મોટો થાય અને કંઇક નવું શીખે એમાં પણ એની મમ્મીને પોતાની દિકરીની યાદ આવતી, મારી દિકરી પણ આવી રીતે આમ શીખેલી, એ ઘર સાથે તેમની દિકરીની યાદો જોડાયેલી હતી એટલે તેની મમ્મી દુઃખી રહેતી એટલે તે લોકો કેવલ જયારે એક વર્ષનો હતો ત્યારે એ મકાન ને બંધ કરી આ નવા મકાનમાં રહેવા આવી ગયા હતા.
કાજલના મમ્મી - પપ્પાએ કાજલ વિશેની વાત કરતા જણાવ્યું હતું કે, કાજલને એ લોકોએ છ વર્ષ પહેલાં દત્તક લીધી છે. કેવલના મમ્મી - પપ્પા જે સ્થળે ફરવા ગયા હતા ત્યાંથી જ કાજલ તેમને મળી હતી. જ્યારે કાજલ તેમને મળી ત્યારે તે બઉ ડરેલી હતી. તે કઈ બોલતી પણ નહતી,તે લોકો કાજલને પોલીસ પાસે પણ લઈ ગયા હતા પણ કાજલ પોતાના વિષે કંઇક બોલતી ના હોવાથી પોલીસ તેના માતા - પિતાને ના શોધી શક્યા. કાજલના મમ્મી - પપ્પાને તે લોકોએ શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તેમની કોઈજ ખબર ના મળી. આખરે તે લોકોએ એક નિર્ણય લીધો.તે લોકોના લગ્નના ઘણા વર્ષો સુધી પણ કોઈજ સંતાન ન હતું એટલે તે લોકો કાજલને પોતાના ઘરે લઈ જવા પોલીસને કીધું, કાજલની કોઈજ ઓળખ ના થતાં પોલીસે તે લોકોને કાજલને દત્તક લેવાની પરવાનગી આપી અને આ રીતે તે લોકો એ કાજલને દત્તક લીધી હતી.
આ વાતથી જાણ થઈ કે કાજલ એ કેવલનીજ બહેન છે. કેવલનાં મમ્મી - પપ્પાને પોતાની વર્ષો પહેલાં ખોવાયેલી દિકરી પાછી મળી ધનતેરસના દિવસે ખરેખર કેવલ ની મમ્મીને પોતાની લક્ષ્મી સ્વરૂપ દિકરી પાછી મળી.
કાજલ અને કેવલ પોતાના સંબંધથી અજાણ હોવા છતાં એકબીજા સાથે લાગણીનો સંબંધ બંધાયો અને એક બહેનનો નાના ભાઈ માટેનો હેત જ હતો કે મોટી બહેને પોતાનો જીવ જોખમમાં મૂકીને નાના ભાઈનો જીવ બચાવ્યો.
કાજલના બન્ને મમ્મી - પપ્પાએ ડોક્ટર પાસે કાજલને લઈ જઈને સારી સારવાર કરાવી અને થોડા દિવસોમાં કાજલ સારી થઈ ગઈ. આ હાદસા પછી કાજલ રહેતી તો જેમને તેને દત્તક લીધી હતી એજ મમ્મી - પપ્પા સાથે પણ એને બે માતા - પિતાનો પ્રેમ મળ્યો અને બન્ને પરીવાર સાથે એકબીજા સાથે એક પરીવારની જેમ રહેવા લાગ્યા.
