STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

*માર્મિક પ્રતિક*

*માર્મિક પ્રતિક*

1 min
425

આપણા જીવનમાં ઘણી ઉપયોગી વસ્તુઓ છે. એમાંથી કંઈક ને કંઈક શિખવા મળે છે, જાણવા અને સમજવા મળે છે. રોજ-બરોજના વપરાશમાં આવતી વસ્તુઓ ઘણુ ખરું શિખવાડી અને સમજાવી જાય છે. આપણે એવી જ રોજ-બરોજના કામમાં આવતી વસ્તુની વાત કરીએ.


સૂપડો અને ચાયણી બંને રોજિંદા જીવનના માર્મિક પ્રતિકો છે જો એના પર લગીરે વિચારવામાં આવે તો ! સૂપડો ઝાટકી નાંખે છે ! અનાજમાંથી કાંકરા, છોતરાને ખંખેરી નાંખે છે. જ્યારે ચાયણી અનાજને ચાળી તો દે. પણ કાંકરા સંઘરી રાખે !

માટે વિચારો .... બોલો તમે કેવા બનવાનું પસંદ કરશો ?


મારા મત પ્રમાણે તો સૂપડા જેવુું બનવું સારુ. પણ દરેકની વિચારસરણી અલગ-અલગ હોય. દોષો દુર્ગણોને ઝાટકી નાખવાના, ખોટી વાત ખોટા વિચારોને ઝાટકી નાંખવાના, તો મન અને મગજ પર બોજ નહીં રહે. અને હળવાંફુલ બની જિંદગી જીવાશે. આમ પણ ખોટા ભાર ખોટી વાતો ભરીને શું કામ છે ?


માટે ચાયણી જેવા ના બનશો. નહીંતર ગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે જે અંદર ખૂંચ્યા કરશે. અને જિંદગી બોજ બની રહી જશે. આ તો એક ઉદાહરણ આપ્યું આવી તો કેટલીય બધી વસ્તુઓ છે જેમાંથી આપણને બોધપાઠ મળે છે. આવા કેટલાય માર્મિક પ્રતિક છે જે આપણને સમજાવી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational