Hitakshi buch

Inspirational Others

3  

Hitakshi buch

Inspirational Others

મારી સપૂર્ણતાનું અસ્તિત્વ

મારી સપૂર્ણતાનું અસ્તિત્વ

3 mins
7.5K


'તું હજી એવી ને એવી જ રહી હો કાંક્ષી... એજ નખરા, એજ મોટેથી સાદ પાડી બોલવાની આદત... એજ ચકળવકળ આમ તેમ ફરતા નયનો અને એજ માદકતા.'

'એમ !'

'હા, તું આટલાં સમયમાં એવી તો બદલાઈ છે રૂપા કે આજે યક્ષ બોલ્યો ના હોત તો કદાચ હું તને ઓળખી પણ ન શકી હોત. ( કાંક્ષી એ બાજુમાં બેઠેલા યક્ષ તરફ નજર કરતા કહ્યું.) ખરુંને યક્ષ ?

મારે તમારી બન્નેની વાતોમાં કેવી રીતે બોલાય. તમે બન્ને સખીઓ જે કરો એ સાચું. હા પણ એટલું જરૂર છે કે તારામાં બદલાવ તો મેં પણ અનુભવ્યો છે હો... શું ચાલે છે કહીશ ઓએ પછી હમેશાંની જેમ..'

'કાંક્ષી આ યક્ષ શું કહે છે. એવાં તો કેટલાં રહસ્યો છે કે અમે નથી જાણતાં.'

'રૂપા તું પણ આની વાતોમાં આવી ગઈ... એને તો મજાક કરવાની આદત છે. આપણે તો યોગ્ય સમયાંતરે વાતો થતી જ રહે છે ને.. છતાં..'

'ઓ.. પ્રિયે.. હા આપણે વાતો થતી તો રહે છે... પરંતુ આ વખતે તે કોલકત્તાથી નીકળતા કહ્યું હતું ને કે તારે કઈક કહેવું છે ?'

'આહા.. પ્રિયે એમને... રૂપા આ રીતે કાંક્ષીને સંબોધવાનો હક માત્ર મારો છે.' ( બને હસી પડે છે)

'સારું ચાલો હવે તમે બંને વાતો કરો, ઘણાં વખતે આમ નિરાંતે મળ્યા છો તો મારે કબાબમાં હડ્ડી નથી બનવું હો.' ( યક્ષ ઉભો થઇ રૂમની બહાર નીકળી ગયો)

'હવે જરા વાતાવરણમાં હળવાશ અનુભવાઈ. કાંક્ષી કંઈક અંશે મનને શાંત કરવામાં સામર્થ્યવાન બની હોય એવું રૂપાને લાગ્યું. હિંમત કરી ફરીએકવાર એણે પૂછ્યું, તું મને હવે કઈ કહી શકીશ કે પછી હજી...'

'હમ્મ... રૂપા તારાથી શું છૂપું રહ્યું છે. હું ઘણાં વખતથી અહીં આવવા માંગતી હતી, પણ કોઈ ના કોઈ કારણોસર આવવું શક્ય નહોતું. મારા મનમાં ઘણાં સમયથી ઉદ્વેગ છે, મને લાગે છે કે આપણે ત્યાં માણસાઈ મરી પરવારી છે. લોકો પોતાના સ્વાર્થ માટે જ બીજા સાથે સબંધ બાંધે છે. કોઈ કોઈને સમજવા તૈયાર નથી. મારુ તો આ સંસારમાંથી મન ઉઠતું જાય છે. મને કંઈ ગમતું નથી.'

'અરે... અરે... કાંક્ષી શું થયું છે તને ? શા માટે આ નકારાત્મક વાતો કરે છે. તારા જીવનમાં બધું જ છે. એક સુખી ઘર, એક સુખી પરિવાર, આટલો પ્રેમ કરનાર જીવનસાથી. જે તું પાણી માગે તો દૂધ આપે. પછી શા માટે ?'

'જો દરેક ને એનું ધાર્યું મળતું નથી. માટે જ...'

'શું માટે જ... હું અંદર થી કોરાઈ રહી છું. મારે પણ તારી જેમ...'

'મારી જેમ શું ?' ( કાંક્ષીની આંખોમાં તત્વ ઉદાસીનતા અને અશ્રુઓની હેલી હમણાં જ વહી જશે એવા ભાવ પ્રતિબોધીત થયા હોવાનું રૂપા જોઈ શકતી હતી)

'મારે પણ "માં" બનવું છે રૂપા... મને પણ કોઈ પગલીનો પડનાર જોઈએ છે. જેના નાના હાથ મારી હથેળીઓમાં સમાય જાય... જેના અસ્તિત્વમાં મારૂં અસ્તિત્વ ઝળકે. મને એની કાલીઘેલી ભાષામાં મમ્મી.. મમ્મી કહીને સંબોધે.. મારે પણ મારા હાથે સ્વેટર અને મોજા ગૂંથવા છે. પરંતુ...'

'હા તો તને કોણે રોકી છે... યક્ષને બાળક..'

'ના ના રૂપા યક્ષ ને તો બાળક ખૂબ જ ગમે છે. મને ખબર છે એ કહેતા નથી પરંતુ અંદરથી એ પણ દુઃખી છે. એ પણ માત્ર મારા કારણે.. કાશ જો એ અકસ્માત થયો ન હોત તો આજે..' ( કાંક્ષી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે)

'બસ આજ સમય હતો યક્ષ માટે પણ... એને તો જાણે ભાવતું તું ને વૈદે કીધું..'

યક્ષ ક્યારે આવીને પોતાની બાજુમાં બેઠો એનો ખ્યાલ કાંક્ષીને હતો જ નહીં.. એ તો પોતાના જ મીઠા સ્વપ્નદ્રષ્ટા માં ખોવાયેલી હતી. યક્ષે એનો હાથ પકડી કહ્યું, 'આપણે બંને આજ સુધી એકબીજાના પુરક બનીને રહ્યા છીએ તો પછી આ...'

'ના ના' ( વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ કાંક્ષી એ યક્ષના હાથમાંથી પોતાનો હાથ ખેંચી લીધો)

'જો કાંક્ષી હું જાણું છું તું શું અનુભવી રહી છે. મને પણ જીવનમાં શૂન્યતા હોય એવું લાગે છે. તું મા નહીં બની શકે એના કારણે મારો તારા માટેનો પ્રેમ ઓછો નથી થઈ જવાનો. મને પણ પાપા કહેનાર એક ઢીંગલો કે ઢીંગલી જોઈએ છે. તને વાંધો ન હોય તો...'

'તો શું... ?'

'તો એ જ જે તું વિચારી રહી છે.. આપણાં વિચારો ક્યારેય અલગ રહ્યાં છે ? ચાલ આપણે માં-બાપ વગરના બાળકને આપણું નામ આપશું...?'

(કાંક્ષી આ સાંભળી યક્ષ જે વળગી પડે છે) 'યક્ષ તે આજે મારા અસ્તિત્વને નવી પરિભાષા આપી છે.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational