NEHA SHAH

Romance Comedy

2.4  

NEHA SHAH

Romance Comedy

મારી એક કુટેવ

મારી એક કુટેવ

3 mins
7.7K


"નેહલિ..." મારી સામેની બાલ્કનીમાંથી મારી પાક્કી પાડોશણ જિગ્લીએ બૂમ પાડીને હુ બહાર્ નિકળી,

"બોલ શુ છે ?"

"હાલ ને મારી હારે પકોડી ખાવા,"

"ના યાર્, આજે ડાઇજેસીંગ થોડુ અપસેટ છે તો...."

" ઓહ ઝાડા થ​ઈ ગ્યા એમ ને?, જીગ્લી આખુ ગામ સાંભળે એમ બોલી

“એમા શુ હાલ તો ખરી,ખાતી ન​ઈ" એમ ક​ઈને જિગ્લી મને ખેચી ગ​ઈ.

"યાર આયા તો ખરાપણ, ઓલી લારી દેખાતી જ નથી", દૂરથી જિગ્લીએ નજર માંડી

"અરે જૉ ઓલો તારા જેવડૉ જાડિયો આખી લારી ઢાંકીને ઉભો છે."

એક જાડીયો આખેઆખી લારી ઢાંકીને ઉભો ઉભો પાણીપુરી ખાતો તો.

"એ ભાય આય અમનેય દ્યો ને", પેલા લારીવાળા એ મને ય ડીશ ધરી,"એને દ્યો મા,એને તો...ખીખીખીખી..."જીગ્લી એ ટીખળ કરી, મે એને આન્ખો કાઢીને મોબાઇલમાં માથુ નાખી દીધુ.

"ટપ્... અચાનક એક પુરી નીચે પડી, મે જોયુ લારીવાળા પાસેથી પાણીપુરી લેવા જિગ્લીને જાડીયા એ જોડે હાથ લમ્બાવ્યો ને બેયના હાથ એક્બીજાને અડી ગ્યા, બેયને જાણે કરન્ટ લાગ્યો ને બેય વચ્ચે ઝોલા ખાતી પુરી નિચે પડી. જિગ્લીને જાડીયો જોડે શરમાયા.

"જિગ્લી શુ થ્યુ ? પુરી કેમની પડી ગ​ઈ ?" મે એને ચિડ​વી

"મુંગી મર ને"જિગ્લીને કોણી મારી

બીજી પુરી ય "તમે લ્યો " "તમે લ્યો"ના ચક્કરમાં ભોય ભેગી શહિદ થ​ઈ ગ​ઈ. આમ કરતા કરતા બેય જણા એ ભરપેટ પાણીપુરી ખાધી, આજે મને ન​વાઈ લાગી જિગ્લી એ આજે કેમ્ "સુડ્...સુડ્..."કરતુ મસાલાનુ પાણીના પિધુ ?

બોસ... દાલમાં કાળુ છે, પણ જિગ્લી એ કોણી સોજાડી દિધી હતી એટલે કાઇ પુછ્યુ નહી.

બીજે દિવસે ફરી એ મને ખેચી ગ​ઈ પાણીપુરી ખાવા, જાડીયો ત્યા જ હતો, પણ આજે જરાક તૈયાર થ​ઈને આવ્યો હોય એવુ લાગ્યુ, ગળામા જાડી બગસરાની ચેઈન, હાથ મા ૩-૪ વિચિત્ર વિંટીઓ, મોજા પહેરેલા ચંપલ એમ તૉ જિગ્લી ય વિવાહ પીક્ચર્ની અમૃતા રાવની સ્ટાઇલ મારતીતી. પાણીપુરી ખાધા પછી આજે તો બેય જણાએ વાતો ય કરી,"

“હુ હીતેસ્... આયા શામે જ પ્રતિક્ષામાં રહુ છુ."

"હુ જીગીસા... વાહેના ટેનામેન્ટમાં" જિગ્લી એ જનરલ નોલેજ પ્રગટ કર્યુ.

આમ ને આમ અઠ્​વાડીયુ ચાલ્યુ ને બેય જણા પ્રેમમાં ઉંધા માથે પડ્યા. હરખમાં ને હરખમાં લારીવાલા એ આખા ગામને કહી દિધુ.

"એક વાત કહુ... તુ સાવ ચટ્નીપુરી જેવી છે. ખાટીમિઠઠી....."

"તમે ય રગ્ડાપુરી જેવા છો હો" જીગી મલકાઇ.

"ખો ખો ખો ખો... મને પુરી ખાતા ખાતા ઉધરસ ચડી. હ​વે હુ ક્યારેય રગ્ડાપુરી નહી ખાવુ. મે ત્યાંને ત્યાં જ બાધા લ​ઈ લીધી.

એ પછી તો જાડીયો ૩-૪ દિવસ આવ્યો નહી ને જીગ્લીની હાલત ગુજરતી પિક્ચરની સ્નેહલતા જેવી થ​ઈ ગ​ઈ" ઇ કેમ નો આય્વા ?"

પછી તો ખબર પડીકે આટ્લા બધા દિવસ પાણીપુરી ખાવાને લિધે જાડીયા ની હોજરી ખખડી ગ​ઈ ને એના બાપાને એની ચટનીપુરી- રગડાની પ્રેમ કથા ખબર પડી ગ​ઈ એટ્લે જાડીયાને સુરત મોક્લી દિધો એના મામાને ત્યાં હિરા ઘસ​વા....

બિચારી જિગ્લીની હાલાત હ​વાયેલી પુરી જેવી થ​ઈ ગ​ઈ. "અમે એક્બીજાની પુરીના નમ્બર ગણ્યા પણ ફોનના નમ્બર નો લિધા... કાઈ ન​ઈ ભલે થાતી પ્રેમની કસોટી... હાચા પ્રેમને કોઈ નો હમજે..."

બીજા અઠ્વાડીયે એ પ્રેમની કસોટી કેટ્લે પહોચી એ જોવા હુ જીગ્લી ને ઘરે પહોચી.

"નેહલી... અમે તો ઝેર રે પીધા જાણી જાણી... હ​વે એ પ્રકરણને હૈયાની તિજોરીમાં ઘડી કરીને મુકી દિધુ છે મે.... તુ ય ભુલી જા" ને મે કપાળ કુટ્યુ આ અનોખી ચટ્પટી પ્રેમ કહાની પર...


Rate this content
Log in

Similar gujarati story from Romance