STORYMIRROR

NEHA SHAH

Others

2  

NEHA SHAH

Others

બર્ગર

બર્ગર

2 mins
14.4K


આજકાલ બર્ગર ખાવાની ફેશન પુરબહારમાં ચાલી છે, આમ તો છે બહુ રસ્પ્રદ પણ ખબર નહીં કેમ વિધાતાએ એને આવું કેમ ઘડ્યું છે? મોઢાની સાઈઝ કરતાં ડબલ સાઈઝનું બર્ગર બનાવ​વાનો હેતુ શું? બનાવનારે માન​વજાત પર કદાચ ખુન્નસ ઉતર્યુ હશે કે "લ્યો મેં બનાવી દિધું, હ​વે ખાવ તમારી તાકાત હોય તો!" અને આપણેય જાણે દુનિયાની બધી વાનગી નષ્ટ થ​ઈ ગ​ઈ હોય એમ બર્ગર મંગાવીએ...

આઈ થીંક, બર્ગર મંગાવ્યા બાદ એને ખાનારો માનસીક રીતે પોતાની જાતને તૈયાર કરતો હશે. "ચાલ તૈયાર થ​ઈ જા, તારી તાકાતનું પ્રદર્શન કર​વાનો સમય આવી ગયો છે." વડાપાવના વન્શજ જેવા બર્ગર જોડે બે સોસના પાઉચ આવે છે, જાણે રુમાલથી મસમોટુ શરીર ઢાન્ક્વાનું હોય. મને એ ખૂબ હાસ્યાસ્પદ લાગે કેમ કે મને જાણતા લોકોને ખબર છે કે હું સોસ ખાવા વસ્તુ મંગાવું, વસ્તુ ખાવા સોસ નહીં.

જ્યારે મારી આસ્પાસના ટેબલ પર કોઇ બર્ગર મંગાવે ત્યારે હું મારું ખાવાનું છોડીને એની ખાવાની પ્રક્રિયા જોતી હોવ, જેવું એ બે હાથે મહાકાય બર્ગર પકડે મને એ માણસ શિકારી જેવો લાગે, આમય બે પાઉં વચ્ચેનું સ્ટફ તો ક્યારનું ભોય ભેગું થ​ઈ ગયું હોય બર્ગરનો સાથ છોડીને, ૯૦ ડિગ્રીનું મોઢું ખોલીને એ ૧૮૦ ડિગ્રીનું બર્ગર મોઢાંમાં નાખ​વું એ કંઈ કલાથી કમ નથી. એક્વાર બર્ગરનું બટકુ એના મોઢામાં ફિટ થાય એટલે એની સાથે સેલ્ફિ લેવાની મજા આવે. બિચારાથી પોઝ અપાય ન​હીં ને હસાય ય ન​હીં.

હું હંમેશાં એક વસ્તુનું ધ્યાન રાખું જ્યારે હું નાસ્તો કર​વા જાઉં ત્યારે મારી આજુબાજુ કોઈ હેન્ડ્સમ લિલોતરી બેઠી હોય તો હુ બર્ગર મંગાવું જ ન​હીં, કેમ કે મારે એની સામે સુન્દર દેખાવું હોય. હું એમ નથી કેહતી કે બર્ગર ન ખ​વાય પણ જો એ દિશા પટ્ટ્ણીની જેમ ઝિરો ફિગર અપનાવે તો એને શાંતિથી ખાઇ તો શકાય.

મને યાદ છે ઝિન્દગીમાં પહેલીવાર મે બર્ગર મંગાવ્યું ત્યારે પ્લેટ મારી તરફ આવ્તા જ મને ધ્રાસ્કો પડ્યોઃ "નેહલી ખોટી સ્ટાઇલ મારી ને, ભોગ​વ હ​વે..." હુ વિચારે ચડી ગ​ઈ કે શટલ રિક્શાના ગેરેજમાં હું આ ખાટારો નાખું કઈ રીતે?

પછી તો જે થયું એ ભ​વ્ય ભુતકાળ છે, એ વાત પછી ક્યારેક, તો ચાલૉ એ વાત પર હો જાયે એક બર્ગર્?


Rate this content
Log in