માધવી
માધવી
જીવનમાં ડિગ્રી જ ફક્ત કાફી નથી નામ કરવા માટે આપ આપના કોઈ હુનરથી પણ આગળ નીકળી શકો છો. જેમકે કલા, કૌશલ, વાણી, એક્શન કે પછી હો રમત આ રીતે કોઈપણ ક્ષેત્ર માં આગળ નીકળી ને માનવ નામના મેળવી શકે છે. અહીં આપણે એવી જ ટેલેન્ટેડ મહિલાની વાત કરવાના છીએ કે જેણે બેડ મિન્ટન જેવી રમત માં ભારત નું નામ આગળ વધાર્યું છે.
માધવી હૈદરાબાદ માં એક સામાન્ય ઘર માં રહેતી હતી. છતાં તેના વિચાર લોકોથી કંઈ અલગ હતા. બાળપણ માં તેને ભણવામાં રસ હતો પણ લેસન બાદ તુરંત બાગમાં કોઈ ને કોઈ રમત રમવા માટે પણ તે ઉત્સાહિત રહેતી. બેટ -બોલ,કેચ એન્ડ થ્રો, લુપા-છીપી જેવી રમતો તેને સામાન્ય લાગતી અને તે કંઈ નવી જ રમત ફ્રેન્ડ્સ ની સામે મૂકતી જેવી કે પતંગિયાને પકડી બતાવવું. ઝાડ પર રહેલાં ફળ ને પત્થર ના ઘા થી પછાડવું. આંખો બંધ કરી ને હવામાંથી આવતી ગેંદ ને કેચ કરવી વગેરે ને તેની આ અવનવી ગેમ રમી ને હર વખતે તેના ફ્રેન્ડ્સ હારી જ જતાં હતાં. રમત ની કલાનું બીજ બાળપણમાં જ માધવીમાં રહેલું હતું કે જે સ્કૂલમાં આવી ને 21 વર્ષે વટવૃક્ષ બનવા તૈયાર થયું.
સ્કૂલ માં થતી રમત ની કોમ્પિટિશન માં માધવી ભાગ લેતી ને 1થી 3 માં કોઈપણ નંબરે આવતી જ હતી. તેનું ટેલેન્ટ જોઈ ને શાળા ના પીટી ટીચરે તેને રમત વિભાગમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી. ને માધવીમાં રહેલી લગન અને એકાગ્રતા જોઈને તેમણે માધવી ને બેડ મિન્ટન ખેલમાં આગળ વધવાની પ્રેરણા આપી. અને શરૂ થઈ માધવીની સફળતાની ડગર. કેમકે સૌ પ્રથમ વાર માધવી એ પોતાની સ્કૂલ ના બેડમિન્ટન સ્પોર્ટ માં ભાગ લીધો અને પ્રથમ આવી ત્યારબાદ માધવી પોતાના સ્ટેટ લેવલ પર પ્રથમ આવી ને એ પછી માધવી માં બેડમિન્ટન ને રમવાની કલા એવી તો વિકસી કે તે ભારતના નેશનલ લેવલ પર લગાતાર 5 વાર ફસ્ટ આવી. આ સફળતા બાદ માધવી ને અનેક એવોર્ડ ને મેડલ થી સન્માનીત કરવામાં આવી. માધવી ની આવી આગવી સફળતા નું કારણ જ્યારે મીડિયા દ્વારા પૂછવા માં આવ્યું તો પોતાની સફળતા નું બિરુદ માધવી પોતાના માં-બાપ ને આપે છે કે જેણે મને કોઈ કાર્ય કરવા મા અટકાવી નથી. બીજું પોતાના શિક્ષક ને કે જેણે મારા હુન્નર ને ઓળખી ને મને માર્ગદર્શન આપ્યું. ને છેલ્લે આપ સૌ કે જેણે મારી સફળતા ને સ્નેહ પૂર્વક વધાવી છે.
