Tanvi Tandel

Inspirational Others

3  

Tanvi Tandel

Inspirational Others

મા

મા

6 mins
626


કાયા, વડલાના વૃક્ષ પાસેથી મળેલ ચારેક માસની નાની બાળકી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એકાંત સ્થળ હતું. વરસાદના લીધે રસ્તો નિર્જન બન્યો હતો. વાતાવરણમાં એક ભીની ભીની મ્હેક હતી. આવા વરસાદમા એક જનેતા બાળકીને એક ટોપલામાં મૂકી જતી રહી હતી. મજબૂરીને નામે જ તો.આ સમયે એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થયો .ભિખારી જેવો લાગતો હતો.એય વરસાદમાં આશરો શોધી રહ્યો હતો. એની નજર રડતી બાળકી પર પડી. રડતી બાળકીને જોઈ આ માણસનું હ્રદય દ્રવી ઊઠ્યું પણ એ શું કરે ? એને જ છત ન્હોતી, એણે બાળકીને લઈ નજીક આવેલા અનાથાશ્રમમાં મૂકી દીધી.તે દિવસથી કાયાની દુનિયા જ આ અનાથાશ્રમ.

આશ્રમમાં તે દિવસે મીનાબા એ બહાર ઘોડિયામાં એને જોઈને જ લઈ લીધી. વરસાદને કારણે તાવમાં શરીર ધખધખતું હતું. તરત જ દૂધ ને દવા આપી મીનાબા એ જાતેજ એની જવાબદારી ઉપાડી લીધી. અજાણી દીકરી. એમની વ્હાલસોયી દીકરી બની રહી. આશ્રમમાં એ મોટી થતી ગઈ. એ આશ્રમમાં સૌથી સુંદર, સૌનું મન મોહી લે તેવી. ઘુઘરિયાળા વાળ કાયાને જોતાજ એક વાત ચોક્કસ ઉપજે કે આવી બાળકી અહી ? પણ કાયા આ દુનિયામાં ખૂબ ખુશ હતી. હમેંશા હાસ્ય એના મોઢા પર રમતું.. કાલું કાલું બોલતી થયી ગઇ. કાયા પાસે દરેક વાતના અસંખ્ય પ્રશ્નો હોય. બાળપણથી જ એની ટેવ. બહુ વિચારો કરવાના ને તેને બધાને કહેવાના. આશ્રમમાં મીનાબા માટે કાયા સૌથી વ્હાલું બાળક. મીના બા બધાનામાં પણ સૌથી વધારે જીવ જેવી લાડકવાયી દીકરી કાયા.

કાયા ને મન પણ "માં" એટલે મીના બા. એને મા શબ્દની માહિતી નહોતી પણ એટલું એ જાણતી કે મા એટલે વ્હાલની મૂર્તિ, પ્રેમની પૂર્તિ. એને સમજતી થયી ત્યારથી હમેંશા હ્રદયના એક ખૂણે ઝંખના હતી કે પોતાની માં ક્યાં હશે ? એનું મન પોતાની મની છબી સતત શોધતી. એ રહસ્યનો ઉકેલ મેળવતા એને જાણ થયેલી કે તેની માતાજ તેને વરસાદમાં રઝળતી મૂકીને ક્યાંક ચાલી ગયેલી. કેવી નિષ્ઠુરતા નિયતિની કે માંની જન્મ થતાંજ પોતાને વ્હાલથી અળગી રાખી. એને શું મજબૂરી હશે ? પણ મીનાબાના વ્હાલ સામે એ વધુ પૂછતી નહિ. કાયા એ મા શબ્દ આટલું જાણીને પોતાની ડીક્ષનરીમાં સંતાડીને ઢાંકી દીધો.

સમયનું વહાણ ગતિ કરવા લાગ્યું. કાયા મોટી થતી ગઈ, દુનિયાનો સામનો એને થતો ગયો. એ કોલેજ જવા લાગી હતી. મીનાબા એને સારું ભણતર, સુખદ ભવિષ્ય આપવા ઇચ્છતા. કોલેજમાં કાયાની અસંખ્ય સખીઓ હતી. ને અઢળક વાતચીતો, લાંબા વાંકડિયા વાળ, સપ્રમાણ દેહ, નાજુક કમનીય વળાંકો વાળી સોંદર્યનું બીજું નામ એટલે કાયા. ભણતરમાં પણ આગળ.

"કોલેજમાં બધી સખીઓ એના પરિવાર, એમની વાતો કાયા ધ્યાનથી સાંભળતી. નિશાની મમ્મી એ આજે નિશાની પસંદની આ વાનગી બનાવેલી, અવનીની મમ્મીએ આજે એને નવા કપડાં ખરીદી આપ્યા, પેલા સાગરના માતા પિતા એ એની બર્થડે પર બાઇક અપાવી" જેવા રોજના સંવાદો દ્વારા એને માંની અછત તીવ્ર બનતી ગઇ. પણ મા-બાપ પરિવાર એના નસીબમાં ક્યા હતા.

કોલેજ પૂરી કરી એ એક શાળામાં શિક્ષિકા બની. બધી સખીઓ જોડે ફોનથી કોન્ટેક્ટ રહેતો. ઘણાના લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછીના સાસુ વહુના ખાટા સંબંધોથી પણ એ પરિચિત હતી. કાયાને તો આવા ઝગડા, મારુ તારું - ગમતું જ ન્હોતું. સાસુ શબ્દ તો એને વધુ આકરો લાગતો. એણે તો નાના ભૂલકાં ઓને જ જીવન સમર્પિત કર્યું હતું. લગ્નની વાત આવે તો એ હમેંશા મીનાબાની વાતમાંથી છટકી જ જતી. કાયાને લગ્નના લાગણીભર્યા સંબંધ કરતા સાસુ, જવાબદારી, કામ , ઝગડાનો વધુ ગભરાટ વ્યાપી ગયો હતો.

એક દિવસ આશ્રમમાં કોઇક કામે આવેલા કોકિલાબેન એ કાયાને જોઈ. તેમને કાયા પ્રથમ નજરે જ ગમી ગઈ. તેમણે મીનાબાને કાયા અંગે પૂછપરછ કરી. કોકિલાબેન એક આધુનિક સન્નનારી હતા. એમને કુળ સમાજ કરતા ગુણો, વિનય વિવેક, સુઘડ રીતભાત વધુ ગમતા. પોતાના પુત્ર કિર્તન સાથે કાયાના લગ્ન માટે મીના બા સાથે વાત કરી. મીના બા કાયાને જાણતા હતા, પણ ભવિષ્યની ચિંતામાં રાત દિવસ રીબાતા હતા.

એક રાતે મીનાબા આશ્રમના બીજા ભાવનાબેન જે બીજા બાળકોને સાચવતા એમની સાથે વાત કરતા હતા કે પોતાના મૃત્યુ બાદ કાયાનું શું થશે, એને સારું ભવિષ્ય આપવાની ઈચ્છા હતી પણ જિદ્દી કાયા સમજતી જ નથી. જીવનના સફરમાં એકલી કાયા વધુ દુઃખી થશે. બસ કાયાને સમજનાર મળી જાય તો એ શાંતિથી જીવી શકે..આ વાત કાયાએ સાંભળી. એમને ખુશ રાખવા, એમના આગ્રહને વશ થઇ, બસ મીનાબા એ પોતાના પર કરેલ ઉપકારને લીધે. એ કીર્તનવાળી વાત વિચારવા સંમત થઈ. એ એક વાર મળવા રાજી થઇ.

કીર્તન એકનો એક સંતાન હતો. સંસ્કારની આદર્શ છબી, સારું ભણતર ને આજના આધુનિક જમાનાથી વિપરીત હેન્ડસમ છતાં કોઈ પણ પ્રકારના વ્યસનથી મુક્ત. પોતાના માતા પિતાનો આજ્ઞાકિત છોકરો.

કીર્તન અને કાયા કોફી પીવા ગયા. બન્ને વચ્ચેની પ્રથમ મુલાકાત હતી. કીર્તનની આગવી છટા, મોહક વ્યક્તિત્વ કાયાને આકર્ષિત કરી ગયું. પ્રથમ મુલાકાતમાં જ કિર્તને કાયાનું હ્રદય જીતીને પલટાવી પણ દીધું. પોતાનું કહી શકાય એવો એક વ્યક્તિ મળ્યાની ખુશી થઈ.

કાયાને કીર્તન ખૂબ ગમ્યો પણ. કોકિલાબેનનું સખત વ્યક્તિત્વ, શિસ્તભરી જીવનશૈલી જોઈ એને "સાસુ" શબ્દની માયાજાળ ખૂબ કઠિન લાગી. લગ્નની રાહ પર જવું ન જવું ? કાયા માટે આ એક મનોમંથનનો વિષય બની રહ્યો. અંતે એ કીર્તન જેવો સુંદર જીવનસાથી ગુમાવવા એ માંગતી ન્હોતી, તેથી લગ્ન માટે રાજી થઈ.

થોડા જ સમયમાં લગ્નની તૈયારીઓ થવા લાગી. કાયા કીર્તન સાથે ખુશ હતી, પણ કોકિલાબેનથી તેને ખૂબ બીક લાગતી. તે એકાદ બે વાર કીર્તનમાં ઘરે પણ ગઇ હતી પણ કોકિલાબેન સાથે ખૂબ ઓછી વાત કરતી. લગ્નની મંગળ ઘડી આવી ગઈ. લગ્ન પણ લેવાઈ ગયા. મીનાબા ખૂબ ખુશ હતા. એમની દીકરીનું ભવિષ્ય સુધર્યું હતું. અશ્રુસભર નયને મીનાબાએ પોતાની દીકરીને વિદાય આપી. કાયા મીનાબા ને પકડી ખૂબ રડી. આજે તેને મીનાબા જેવી મા હવે પોતાની જિંદગીમાં નહિ હોય ને કોકિલાબેન જેવા કઠોર "સાસુ" સાથે જીવન વિતાવવાનું. વિચારમાત્રના અહેસાસથી વધુ રડી.

સ્વયંના રહસ્યો આપણે છુપાવવા મથતા હોઈયે પણ આપણાથી વધારે બીજા લોકો આપણી પરિસ્થિતિ પામી જતા હોય છે. ઘરમાં કાયાનો ગૃહપ્રવેશ થયો. કીર્તન અને કાયા પોતાની દુનિયામાં એ રાત્રે સઘળુંય ભૂલી ખોવાય ગયા. બીજા દિવસે સવારે આંખો ખુલી તો એલાર્મ માં ૮ :૦૦ ના ટકોરા બોલતાં હતાં.

અરે સાસરિયે પ્રથમ દિવસે જ મોડું ઊઠાયું. કોકિલાબેનની ગુસ્સાભરી આંખો કાયા પોતાના મનમાં કલ્પી રહી. રૂમ માં આજુબાજુ જોયું..

કીર્તન પણ ના દેખાયો. ફટાફટ સાડી પહેરી તૈયાર થઈ નીચે ગઇ. હાથમાં ચાને બટાકાપૌવાનો નાસ્તો લઈ કોકિલાબેન કાયા તરફ જ આવી રહ્યા હતા. એમને જોતાજ કાયા 'મમ્મી.. સોરી... ઉઠવામાં થોડું મોડું.....ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગી. તરત જ કોકિલાબેન ચા નાસ્તો બાજુ પર મૂકી કાયાને એમના રૂમમાં લઈ ગયા.

કાયાનાં હૃદય ની ગતિ વધુ તેજ બની. એ સંકોચાતી એમના પાછળ ગઈ. પલંગ પર કાયાને બેસવાનું કહ્યું.

"બેટા, આજથી તું મારી દીકરી છે વહુ નહિ, અરે જે ઘડી એ તને જોઈ ત્યારથીજ તું મારી દીકરી બની ગયેલી. મોડું ઉઠાય એમાં શું ? લગ્નની દોડધામમાં તું પણ થાકેલી હોઈશ એટલે ના ઉઠાડી. મારો તો નિયમ જ છે સવારે ૫:૦૦ વાગ્યે ઊઠી જ જવાય. કીર્તન અને એના પપ્પાને પણ વહેલા ઉઠવાની ટેવ. એટલે થયું કે નાહક તને હેરાન કરવી એટલે ચા નાસ્તો તૈયાર કરી દીધો. આખી જિંદગી હુ ટાઈમ ટેબલ ફોલો કરતી આવી છું.પણ સમયના ટકોરા તારા જીવનને દખલ નહિ દે. તું અને કીર્તન દાંપત્ય જીવનના પ્રથમ પગલે હજુ શરૂઆત કરી છે, થોડું હરો ફરો પછી તો કામ જવાબદારી સઘળું તમારેજ સાચવવાનું છે. અમારા દિવસો ગયા. અમે ભલે રહ્યા જુનવાણી પણ આધુનિકતા વિચારોમાં છે."

એમની વાતો સાંભળી કાયાનાં અશ્રુઓ વહી રહ્યાં. સાસુ શબ્દ કઠોરતાનું પ્રતિક હોય એ ધારણા ખોટી પડી. કાયાને રડતી જોઈ કોકિલાબેને એને હૈયચરસી ચાંપી લીધી. પછી કાયાનાં હાથમાં એક કવર આપ્યું. કાયા એ ખોલ્યું તો એમાં દસ દિવસની ગોવાની હોટેલ બુકિંગ અને આવવા જવાની એરટિકીટ હતી. કાયા માટે તો એક પછી એક સુંદર ઝટકાઓ આવી રહ્યા હતા. એને કોકિલાબેન માટે પોતાના દિલ માં રોપેલ નફરત માટે અપરાધભાવ જાગ્યો.

કોકિલાબેન બોલ્યા, 'બેટા રડ નહિ. હુ તારી માં જેવી જ છું. અને તરતજ, તે જ સમયે કાયાથી બોલાય ગયું. માં જેવા નહિ, "મા" જ છો ! કાયાની આખી જિંદગીની અછત "મા" આજે પૂર્ણ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational