મા
મા


અરે, તું તો વાંદાથી ડરતી હતી.
ઉંદરને જોતાં ચીસ પાડતી હતી.
ગરોળી દેખાય તો ઘર ગજવતી હતી.
કૂતરાથી દસ ફૂટ દૂર રહેતી હતી.
તો પછી, તારા શિશુને દીપડાથી બચાવવા,
તું એની સાથે કઈ રીતે લડી શકી.?
મંદ મંદ હસતાં હસતાં એણે કહ્યું,
જે ડરતી હતી તે ઝરણાં હતી અને
જેણે દીપડાથી બાથ ભીડી તે 'મા' હતી.