The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dhaval Limbani

Romance

4  

Dhaval Limbani

Romance

લવની ભવાઈ - ૧

લવની ભવાઈ - ૧

4 mins
93


એ ભૂત સાંભળે છે ?'

'હા...સાંભળું છું ડાયન, બોલ શુ કામ છે ?

આ શબ્દોની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....

ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે. પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે. સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે.

'બેટા.... નીલ .....ઉઠ હવે... આ જો સુરજ દાદા માથે આવી ગયા. આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ. એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી. !'

'અરે મારી વાલી મા, કામનીતો વાતજ પૂછમાં એટલું કામ હોય છે. તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે.'

'બસ બસ હવે સવાર સવારમાં ડાયલોગ ના માર. ચાલ ઉઠ અને નાહી લે. તારા માટે મસ્ત થેપલા બનાવ્યા છે.'

'વાહ મા, તું પણ ખરેખર ગજબ છે હો, તારી તો વાત જ ના થાય.

'એ બસ હવે ઉઠ ને ....નીલ.....'

'હા મા...'

(સોમવારે સવારે) સારૂ મા હવે જાવ છુ. પાછો ક્યારે આવું એ નક્કી નહીં. ટ્રાય કરીશ જલ્દી આવવાની.'

'હા.નીલ, પાછો જલ્દી આવજે. અને હા ધ્યાન રાખજે, કામ ઓછું કરજે, આરામ કરજે, અને હા સરખું જમી લેજે.'

'હા.....મા મારી એટલી ચિંતા ના કર....તારા લાડલાને કાઈ નહીં થાય.'

નીલ તેના કામના સ્થળે પહોંચી ગયો ને બસ પોતાની સાચી નીતિથી અને ધ્યાનપૂર્વક કામ કરવા લાગ્યો.. બસ આમને આમ બેથી ત્રણ કલાક જતી રહી. એને એવા માજ એનું ધ્યાન ઓફિસ તરફ જાય છે. નીલને એક છોકરીનો અવાજ સંભળાય છે એને એ ઑફિસ તરફ જાય છે, ત્યાં એક કેસરી કલરનો ડ્રેસ પહેરીને એક છોકરી બેઠી છે. નીલ ના સર તેને કાઈક પૂછી રહ્યા છે અને એ છોકરી ધ્યાન પૂર્વક સાંભળીને એના જવાબ આપે છે. એક નશાથી ભરેલી આંખ, ખિલખિલાટ હસતો ચેહરો, એમનુંએ હાસ્ય, અને ખાસ તો એની એ વાતો. બસ નીલ તો તેને જોઈજ રહ્યો અને બસ પાછો પોતાના કામે લાગી ગયો. ત્યાં તો થોડી વાર પેછી એ છોકરી નીલના ઑફિસમાંથી પસાર થાય છે અને એ નીલની અને એ છોકરીની આંખ એક સેકન્ડ માટે ભેગી થાય છે એને એ છોકરી જતી રહે છે.

આમ જ દિવસો જતા રહ્યા અને નીલ તેનું કામ કરતો રહ્યો. થોડા દિવસ પછી સવારે નીલ ઓફિસે જાય છે દરરોજની જેમ પોતાના કામમાં લાગી જાય છે. પછી એ બહાર નીકળે છે ત્યાં તો નીલની સામે પેલી એજ છોકરી એની સામે જોવા મળે છે અને નીલની નજર બસ એજ છોકરી ઉપર રહે છે થોડી વાર પછી એ બધાની સામે આવીને પોતાના વિશે જણાવે છે.

'હેલ્લો ગુડમોર્નિંગ ઓલ. હું આર યુ ઓલ ? મારુ નામ અવની છે. તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો.'

'વાહ !શુ મસ્ત નામ છે...નીલ મનમાંને મનમાં હસે છે અને ખુશ થાય છે. પછી બસ નીલ પોતાના કામ તરફ લાગી જાય છે અને કામ કરવામાં મશગુલ થઈ જાય છે. હવે એ છોકરી એટલે કે અવની તો એની સામેજ હતી. પણ નીલે એના જોડે કાઈ વાત ના કરી. અને આજે નહી છેલ્લા પંદર દિવસ વાત ન કરી અને તેમના તરફ નજર પણ ના કરી.

આમ જ દિવસો પસાર થતા રહ્યા અને એકવાર નીલ એ સવાર સવારમાં અવનીને ગુડમોર્નિંગ કીધું.

'હાય, અવનીમેમ ગુડમોર્નિંગ.'

વેરી ગુડમોર્નિંગ નીલ સર, .હું આર યુ ?

આઈ એમ ઓલ્વેસ હેપી,ઓકે સી યું લેટર

બસ આવી વાતોથી નીલ અને અવનીની વાતોની શરૂઆત થઇ. બંને લોકો વધારે કશું બોલતા નહીં પણ એક બીજાની સામે જોતા અને હા ખાસ તો અવનીની એ સ્ટાઇલ. જ્યારે નીલ સામુ જોવે ત્યારે અવની પોતાની જીભ બાર કાઢે અને નીલને ચિડાવે. આમ તો નીલ બોવ ગુસ્સાવાળો છોકરો. વાત વાતમાં ગુસ્સે થઇ જાય, હા પણ જો વાત સાચી હોય તોજ ગુસ્સે થાય બાકી તો નીલ તો એમની મોજમાંજ હોય. અને બસ બધાની સાથે મસ્તી કરે અને બીજાને ખુશ કરે. પણ ખબર નહી. અવની એની સામે આવુ બધું કરતી છતાં પણ નીલ ગુસ્સાને બદલે એની સામે નખરા કરતો અને ખીજવતો. અને આમજ ધીરે ધીરે બોલવાની શરૂઆત થઈ અને સાથે મસ્તીની પણ. દરરોજ અવની નીલની સામે આવે એટલે પેલા તો જીભ કાઢે.

'ઓયે અવની તને ખબર તું જીભ કાઢે ત્યારે કેવી લાગે ?'

'ના સર ....કહો ને....'

'પેલી સિરિયલ આવે ને નાગીન ...એ કેવી જીભ કાઢે છે એવી લાગે છે અને મારું માનવું તો એવું છે કે નાગીનમાં તો તારેજ રેહવું જોઈએ..શો મસ્ત ચાલશે.'

આ સાંભળી તો અવની એ તો એવું ફેસ કર્યું જાણે લાગે કે હમણાં નીલ ને મારશે..

'એ સર સાવ આવું ન કરો હો.'

'ઓકે ઓકે....શાંત માતે શાંત....હવે કામ કરો જાવ...બસ આમ જ દિવસો જતા રહે છે અને બંને પોતાના કામમાં વ્યસ્ત અને સાથે મોજ મસ્તી કરતા રહે છે.

એક દિવસ નીલ અને અવની પોત પોતાના કામની અંદર વ્યસ્ત હતા આમ તો બધાજ કર્મચારી વ્યસ્ત હતા. ધીરે ધીરે અમુક કર્મચારી ઘરે જવા માટે નીકળે છે અને અમુક કર્મચારી ત્યાંજ હોય છે..

'હાયનીલ સર ...'અવની બોલી.

' હાય અવની...બોલ બોલ શુ કામ છે...કાઈ થયું....?'

' ના...સર ...કાઈ જ નહી થયું.....બસ એમ જ ...ફ્રી હતી તો બસ વિચાર્યુ કે તમને હેરાન કરું.'

' ઓહ એવું છે...નીલ એ કીધું....'

' સર ..શુ ચાલે છે આજકાલ લાઈફમાં....' અવની બોલી..

' બસ જોને અવની કામ કરીએ...ઘરે જઈએ. ..મોજ મઝા કરીએ. અને આમ જીવન ચાલ્યા કરે.'

'હા..સર એ પણ છે....જીવનમાં કેટલી ભાગદોડ છે નહિ સર....!'

' હા એ છે.......( નીલ ને તરતજ એક વિચાર આવ્યો કે હું અવની પાસેથી એના મોબાઈલ નંબર લઈ લવ તો....)

' અવની મારે તારી પાસે થી એક વસ્તુ જોઈ એ છે શું તું આપીશ....?

'હા બોલ ને નીલ.......ઓહ સોરી......'

'નીલ સર..'

'નો પ્રોબ્લેમ અવની, તું શું મને તારો મોબાઈલ નંબર આપીશ ?

'અરે....સર કેમ નઇ.......અવની નંબર આપે છે અને બંને જણા એક બીજાની સામે જુએ છે. અને થોડીક વાર માટે બંનેની નજર એક થઈ જાય છે. અને બંને એક બીજા સામે એક પ્રેમ અને લાગણીથી ભરેલી સ્માઈલ કરે છે. અને અહીંથી જ બંનેના મનમાં એક નવા સબંધની શરૂઆત થાય છે.

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Dhaval Limbani

Similar gujarati story from Romance