The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rahul Makwana

Inspirational

5.0  

Rahul Makwana

Inspirational

લક્ષ્ય

લક્ષ્ય

3 mins
656


મિત્રો, અરમાન, ઈચ્છા, મહેચ્છા, મહત્વાકાંક્ષા, જિજ્ઞાસા આ બધાંજ શબ્દોનો એકસમાન અર્થ રહેલો છે કે તમે શું ઈચ્છો છો, તમારૂ શું ધ્યેય છે, એ ઈચ્છાઓ પૂરી કરવાં માટે તમે શું આગોતરું આયોજન કરેલ છે ! એ બધી બાબતો તમને તમારો ધ્યેય સફળતાપૂર્વક મળશે કે નહીં તે નક્કી કરતી હોય છે.


દરેક વ્યક્તિએ પોતાનાં જીવનમાં અમુક અરમાનો, ઇચ્છાઓ કે લક્ષ્ય રાખવાંજ જોઈએ, જો આપણે કંઈક લક્ષ્ય કે ઈચ્છાઓ રાખેલ હશે તો તે મેળવવા માટે સખત મહેનત કે પરિશ્રમ કરીશું. જો કોઈ ઈચ્છાઓ કે લક્ષ્ય નહીં હોય તો આપણે એક યંત્રની માફકજ આપણામાં જેટલું કાર્ય આવતું હશે તેટલું જ કરીશું. કદાચ તેનાં કરતાં પણ ઓછું કાર્ય કરીશું !


મારા માટે 2019નું વર્ષ ખુબજ સારું રહ્યું, મેં જોયેલાં ઘણાં સપનાઓ સાચા પડયા, જેમકે મારી સરકારી નોકરીના પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર થઈ ગયાં. આ ઉપરાંત મેં નર્સિંગ ટ્યૂટર માટેની સીધી ભરતીની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી લીધી, આ ઉપરાંત મને બાઇક રાઈડિંગનો ખૂબજ શોખ હોવાથી મેં રોયલ એનફીલ્ડ લીધું, આ ઉપરાંત 2019માંજ મેં મારી લઝરીયસ અને સેવન સીટર કાર (રેનોલ્ડ ટ્રીબર) ખરીદી. આમ મારા સપનાઓ પુરા થયાં.


આ ઊપરાંત ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પણ મને સારી એવી સફળતા મળી. આ જ વર્ષમાં મેં મારી પ્રથમ નોવેલ (ધ ઊટી) લખી જેને મારા વાચકવર્ગ અને મિત્રો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ભલે લોકો મને રૂબરૂ નહીં પરંતુ નામથી તો ઓળખતા થઈ જ ગયાં. આ ઉપરાંત મને અલગ - અલગ સાહિત્ય સ્પર્ધામાં ઇનામ અને સર્ટીફીકેટ પણ મળેલાં છે.


હવે હું મારી આ સાહિત્યની યાત્રા કે સફર 2020માં પણ આવી રીતે અવિરત ચાલુ રાખવા માંગુ છું. મારી એવી ઈચ્છા છે કે વર્ષ 2020માં હું પાંચ નવી નવલકથાઓ કે જે અલગ - અલગ પ્લોટ કે કોન્સેપટ પર આધારિત હોય અને મારી આ બધીજ નોવેલને મારા વાંચકો દ્વારા મારી પ્રથમ નોવેલ જેવોજ મીઠો આવકારો આપે !


આ ઉપરાંત હું ગુજરાતી સાહિત્યની અલગ - અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમાં સારો ક્રમાંક મેળવું તેવી મારી ઈચ્છા છે. મારી એક એવી ઈચ્છા છે કે ગુજરાતમાં યોજાતાં અલગ - અલગ લિટરેચર ફેસ્ટિવલમાં મને આયોજકો બોલાવે. અને હું સ્ટેજ પર બેસીને લોકોને મારી શબ્દયાત્રા અને તેમાં મને પડેલ તકલીફો વિશે જણાવું !


આ ઊપરાંત હું ગુજરાતી સાહિત્યના નામચીન અને પ્રસિધ્ધ ચહેરાઓ જેમ કે કાજલબેન ઓઝા, જયભાઈ વસાવડા, સંજયભાઈ રાવળ, શૈલેષભાઇ સગપરિયા, કવિશ્રી તુષારભાઈ શુક્લ મોરારીબાપુ, જીતેશભાઈ દોગા, રામભાઈ મોરી, આશુતોષભાઈ પટેલ વગેરેને એકવાર રૂબરૂ મળીને તેમની સાથે થોડી ચર્ચા કરું અને એ બધાંજ લોકો સાથે એક સેલ્ફી ખેંચુ કારણ કે આ બધા હંમેશા મારા માટે રોલ મોડલ રહ્યાં છે. કે જેમાંથી મને હંમેશા કોઈને કોઈ પ્રેરણા મળતી રહી છે.


આમ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મારા ઘણાબધાં અરમાનો રહેલાં છે અને હું મારા આ બધાં અરમાનો પુરા કરવાં માટે મારાથી બનતાં તમામ પ્રયત્નો કરીશ !


આમ ગુજરાતી સાહિત્યના મારા આ બધાં અરમાનો સિવાય મારા વ્યક્તિગત પણ ઘણાં અરમાનો રહેલાં છે જેમ કે હું એક ડ્રિમ હાઉસ બનાવું. અને એ ડ્રિમ હાઉસનું એન્ટિયર અને એક્ટિયર હું જાતેજ તૈયાર કરું. અને આ આખું હાઉસ મારા ડ્રિમ પ્રમાણે એરેન્જ કરવામાં આવે. તેમાં ફર્નિચર પણ મારી ઈચ્છા મુજબજ ગોઠવવામાં આવે. બધું જ રાચરચીલું મારી ઈચ્છા પ્રમાણે ગોઠવું. આ પણ મારું 2020માં એક અરમાન છે !


આમ આવનાર વર્ષ 2020 સાથે મારા ઘણાબધાં અરમાનો જોડાયેલાં છે અને એ બધાંજ અરમાનો પુરા કરવાં માટે હું મારાથી બનતાં પ્રયત્નો કરી છૂટીશ. જેમાં કોઈ બેમત નથી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational