Mariyam Dhupli

Inspirational Others

2  

Mariyam Dhupli

Inspirational Others

લિંગ

લિંગ

1 min
7.8K


પ્રસુતિગૃહની બહાર લટકાવાયેલા નવા સાઈનબોર્ડ ઉપરનો સુવિચાર વાંચી રહેલ બે આંખો હેરતથી સ્તબ્ધ થઇ ગઈ.

"છોકરો-છોકરી, દીકરો-દીકરી, સ્ત્રી-પુરુષ, બન્ને લિંગ ઈશ્વરનુજ સર્જન છે અને ઈશ્વરના દરેક સર્જનને એક સમાન માન, સન્માન અને હક અધિકારો આપવા એ સમાજની ફરજ છે."

ટોળામાંથી પાછળ છૂટી ચૂકેલા સાથીને બોલાવવા બધા સભ્યોએ એકીસાથે સાદ પાડી. સ્તબ્ધ આંખો સંકેલાઇ ગઈ. પોતાના ટોળામાં જઈ એ ઈશ્વરનું સર્જન ઝડપથી ભળી ગયું અને થોડાજ સમયમાં કિન્નરોનું એ ટોળું સાઈનબોર્ડથી વિરુદ્ધ દિશામાં અદ્રશ્ય થઇ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational