Hardik Brahmbhatt

Drama Fantasy

2.5  

Hardik Brahmbhatt

Drama Fantasy

લગન માં વાગ્યો બુચ..!!

લગન માં વાગ્યો બુચ..!!

14 mins
8.0K


રવિવારની એ સાંજે હું ઘરે થી નીકળી એક મેરેજ ફંકશન એટેન્ડ કરવા પાર્ટી પ્લોટ પર જઈ રહ્યો હતો.

રસ્તા માં એક કોલ આવ્યો કે આ કેમેરા વાળા..ભાઈનું દિલ્હી દરવાજા પાસે એક્સીડેંન્ટ થયું છે. ૧૦૮ બોલાવી છે. એમને તમને જણાવવા કહ્યું છેકે એ હવે પાર્ટી પ્લોટ પર આવી શકે એમ નથી. એટલે હવે તમે તમારી રીતે જોઈ લેજો.

લગનનો વિડીઓગ્રાફીનો મારો આ પહેલો ઓર્ડર અને ઓર્ડરમાં પહોંચતા પહેલા જ આવા ન્યૂઝ...!!!

બુચ વાગી ગયો મારો...!! પાર્ટી પ્લોટ પર પહોંચીને હવે કરીશ શું?

મને લાગે છે કે જોઈએ એટલું સસ્પેન્સ ક્રિએટ થઇ ગયું છે. એટલે જો જાણવામાં રસ હોય તો તમને હવે આગળ

વાંચવા માં બહુ મજારહેશે.

શરૂઆત થી જ શરુ કરીશ..!!! એટલે આગામી ૧૫ થી ૨૦ મિનિટ ટીકાઈને બેસી જાઓ.

અનુભવ વગરનો ધંધો નકામો.

જી હા.!! જો કે કોઈ બી.બી.એ ,એમ.બી.એ નથી કર્યું તેમ છતાં વગર કામની લોકોને આવી સલાહો બહુ આપી.

અનુભવ લઇને ધંધો કરવો એ એકદમ લોજિકલ વાત છે. પણ જયારે લોકો સફળ થાય છે ત્યારે એ લોકો ઈલોજીકલ વાતો કરે છે. પણ એ વખતે એમની ઈલોજીકલ વાતો પણ લોજિકલ થઇ જાય છે કારણ કે તેઓ સફળ છે.

હા, તો કેમેરાની વાત કરું તો કોટકનો રોલ વાળો કેમેરો હોય કે સોનીનો એડજસ્ટેબલ ફ્લેશ વાળો. નિકોન કુલપિક્સ

જેવો ડિજિટલ કેમેરો હોયકે અત્યારનો DSLR.

કેમેરો મને પહેલે થી જ આકર્ષિત કરતો આવ્યો છે. એમાં એ DSLR ના ઓટો મોડ એ તો ભાઈ ભલભલા એદાફેદા લોકો ને પણ ફોટોગ્રાફરબનાવી દીધા. જો કે મેનુઅલ મોડ માં ઘૂસો એટલે સિલેબસ બહાર ના પેપર જેવું લાગે. હું પણ આ એદાફેદા માનો એક હતો એટલે પહેલા તોઆપણે DSLR લેવાનું નક્કી કર્યું.

પણ કેમેરા ના ૪૦,૦૦૦ લાવવા ક્યાંથી?

મેં મારા જેવા બીજા ૨ ને પકડ્યા કે જેમને DSLR નો સુલેમાની કીડો હોય. અમે ૩ એ જણા ભાગમાં કેમેરો લાવવા

રાજી થયા.

નોટબંધીનો એ સમય અને ગાજવામાં ફૂટી કોડી નહિ એટલે નજીકના મિત્રના ક્રેડિટ કાર્ડથી લોન કરી ને અમે કેમેરો લીધો. (કેમેરા ની લોન નીઆખી સ્ટોરી અલગ છે એ ફરી ક્યારેક કહીશ)

નિકોન ૫૨૦૦...!!

કેમેરો આવી ગયો ને ઓટો મોડ કરી ને દે ગપાગપ ઊંધું ગલી ને ફોટા પાડવાનું ચાલુ કર્યું અને એની માં ને જોરદાર ફોટા આવવા લાગ્યા. એટલેસાલું એવું લાગ્યું કે આપણે તો લા ફોટોગ્રાફર નીકળ્યા...લો..મને તો ખબર જ નહોતી...!!

આપણી જર્ની ચાલુ થઇ ગઈ. હજુ તો કેમેરો આવવા ના માત્ર ૨ દિવસ જ થયા હતા અને એમાં તો...!! રાતે સપના આવવા ના ચાલુ થઇ ગયા.

જાણે રવિશંકર રાવલ કલા ભવન અને હઠીસિંગ ની આર્ટ ગેલરી માં મારા ફોટો નું એક્ઝિબિશન થતું હોય અને આખી દુનિયા ભર ની મોટી મોટી હસ્તીઓ એની માં ને ફોટોસ જોઈને જાણે ફોટોગ્રાફર ની એક ઝલક જોવા માટે

બૂમાબુમ કરતી હોય.

૧ વર્ષ પૂરું થયું. સપના સપના જ રહ્યા. હઠીસિંગ જાણે હઠ કરીને બેસી ગયા અને કલા ભવન તો જાણે કાળું ભવન બની ગયું.

ટૂંક માં આપડી બધી હવા નીકળી ગઈ ફોટોગ્રાફીની.

કહેવાય છે કે પ્રગતિ કરતો માણસ ક્યારેય થોભતો નથી. અને જો થોભી જાય તો આગળ પછી પ્રગતિ કરતો નથી.

આ વિચાર મારા નહોતા. આ વિચાર હતા આપણા લોક-લાડીલા અને ખોડ-કાઢીલા એવા મલિક સાહેબ ના (કોણ છે મલિક? જાણવા અહીં ક્લિક કરો.)

મલિક બોલ્યો, "કેમેરો ક્યાં છે લા બારોટ?"

"ઓફિસે જ પડ્યો છે." - મેં કીધું

"પડી જ રાખવા નો છે?" - મલિક જાણે મગજ માં કાંઈ ચાલી રહ્યું હોય એમ બોલ્યો.

"તારે કરવું શુ છે એ બોલ ને ભાઈ..!" - મેં કીધું.

"ધંધો કરીએ ને....લગનના ઓર્ડર લેવા નું ચાલુ કરીએ..મારી પાસે નેટવર્ક તો છે જ." - મલિકના શાતીર દિમાગ માં કંઈક ચાલી રહ્યું હતું.

"ભાઈ એક જ કેમેરો છે એના થી ઓર્ડર થોડી લેવાય લા..વિડિઓ નું શું? આલબમ ના એડિટિંગ નું શું? વિડિઓ

એડિટિંગ નું શું?" - મેં સહજતાથી પૂછ્યું.

"બધું જ રેડી છે. તું ચિંતા ના કર..!!" - માલિકે અતિ-આત્મવિશ્વાસ થી કહ્યું.

ભાઈ તું ચિંતા ના કર..!!! આવું મલિકના મોઢેથી નીકળે ત્યારે જ સાલું સૌથી વધારે ચિંતા થાય મને.

એક દિવસ સાંજે ઓફિસ થી ઘરે આવ્યો એટલે એક રિલેટિવ નો કોલ આવ્યો.

"ભાઈ કાલે મેરેજ છે તો કોઈ ફોટો વિડિઓ વાળો હોય તો જોને. અમે કર્યો એ કોઈ કારણે આવી શકે એમ નથી."

"હા થઇ જશે, તમે કોઈ ચિંતા ના કરો..!!" - મેં ઉત્સુકતા થી વગર વિચારે જવાબ આપ્યો.

કોલ પત્યો પછી તરત જ મલિક ને કોલ કર્યો કે ભાઈ ૨૦-૨૧ નો ઓર્ડર છે. ૨૦ એ માંડવો અને ગરબા. ૨૧ મી એ સાંજે

જાણ આવે છે.

"હા માણસો મૂકી દઇશુ..ચિંતા ના કર..!!!"- માલિકે કીધું.

વળી પાછું મલિક નું ચિંતા ના કર સાંભળી ને મને કંઈક દાવ થવા ની ફીલિંગ આવી.

અમારે આ મલિક વાત વાત માં માણસો કરી નાખે, એટલે અમુક વાર તો ચોખ્ખી ના પાડવી પડે કે ભાઈ લે આ ચેક,કાલે બેન્ક માં ભરીઆવજે...અને તું જ જજે ભાઈ કોઈ માણસ ના કરતો આના માટે..!!!

એના સ્વભાવ પ્રમાણે એક જ કોલ માં મલિકે કેમેરા માટે માણસ ની જોડી તૈયાર કઈ દીધી.

પણ આમાં દખા એ હતા કે આ જોડી ખાલી ૨૦ મી એ જ અવાઈલેબલ હતી. એટલે ૨૧ મી માટે બીજી જોડી હજુ અમારે કરવાની ઉભી જ હતી.

૨૦ મી એ સવારે ૭ વાગે કેમેરા વાળા પાર્ટીના અડ્રેસ પર પહોંચી જશે એવી મલિકે ખાતરી આપી.

૨૦ મી એ -

હું સૂતો હતો અને વહેલી સવારે ૭:૩૦ એ પાર્ટીનો મને કોલ આવ્યો.

"ભાઈ કેમેરા વાળા ક્યાં રહી ગયા? હજુ નથી આવ્યા...!!"

મેં તરત જ કેમેરા વાળા ને કોલ કર્યો - "અલ્યા તમે લોકો હજુ પહોંચ્યા નથી? ૭ નો ટાઈમ હતો. ૭:૩૦ થઇ ગયા. પાર્ટી ના ફોન પર ફોન આવે છે. જલ્દી પહોંચો."

"હા બસ અમે નીકળી ગયા છે. ૧૦ મિનિટ માં પહોંચીએ."

મોડા તો મોડા માણસો પહોંચ્યા..!! કામ કાજ ચાલુ થયું. બપોરે જમવા ના સમયે હું પાર્ટી ને ત્યાં ગયો અને બધું સરસ

ચાલી રહ્યું હતું. એટલે મને શાંતિ થઇ.

હવે ટેન્શન હતું તો ૨૧ મીનું.

૨૧ મી એ મલિક ને અમરેલી જવાનું હતું. એને મને ૨૧ મી માટે એક ફોટો વાળો કરી આપ્યો અને વિડિઓ વાળો એક ઓર્ડર પતાવી ને સાંજેડાયરેક્ટ પાર્ટી પ્લોટ પર આવી જશે એમ કહ્યું અને એનો નંબર મને આપ્યો.

બધું મારે જ સાચવવા નું હતું. મેં કેમેરા અને વિડિઓ વાળા ને કોલ કરી ને આખું શિડ્યૂલ સમજાવી દીધું.

૨૧ મી એ સાંજે ૫ વાગે પાર્ટી પ્લોટ પર મળવાનું અમે નક્કી કર્યું.

૨૧ મી એ-

બપોર પછી નીકળ્યા પહેલા ૩ વાર કોલ કરીને કન્ફર્મ કર્યું કે ૫ વાગતા સુધી પહોંચી જજો. ૬ વાગે જાન આવી જશે.

હું સાંજે ૪:૩૦ એ ઘરે થી નીકળ્યો. મેં ફરી વાર કેમેરા અને વિડિઓ વાળાને કેટલે પહોંચ્યા એ જાણવા કોલ કર્યો.

બંને માંથી કોઈએ ફોન ના ઉપાડ્યો.

મારા ઘરે થી પાર્ટી પ્લોટ આશરે ૧૪ એક km ના અંતરે હતો. રસ્તામાં મેં ફરી કેમેરા વાળાને કોલ કર્યો.

આ વખતે કેમેરા વાળા એ ફોન ઉપાડ્યો..!!

"પહોંચી ગયો ભાઈ?" - મેં કીધું.

"અરે અડ્રેસ ફરી મોકલો ને ક્યાં આવાનું એ..!!" - ગળા સુધી ગાળ આવી ગઈ હતી.

મગજ ને શાંત રાખી ને મેં અડ્રેસ મોકલ્યું અને બને એટલું જલ્દી આવવા કહ્યું. વિડિઓ વાળો હજુ ફોન નહોતો ઉપાડતો.

હું પાર્ટી પ્લોટ એ જસ્ટ પહોંચવા જ આવ્યો હતો અને એક કોલ આવ્યો...!!

"હેલો, આ કેમેરા વાળા ભાઈ નું દિલ્હી દરવાજા પાસે એક્સીડેંન્ટ થયું છે. ૧૦૮ બોલાવી છે. એમને

તમને જણાવવા કહ્યું છે કે એ હવે પાર્ટી પ્લોટઆવી શકે એમ નથી. એટલે હવે તમે તમારી રીતે જોઈ લેજો." - કોઈ અજાણી વ્યક્તિ હતી સામે.

આટલું સાંભળતા જ મારી તો ફાટી પડી. મેં મલિક ને અમરેલી ફોન કર્યો.

"હા ભાઈ, મને પણ ન્યૂઝ મળ્યા. હું નીકળું છું અમરેલી થી અને કરું છું કંઈક. તું પહોંચ અને ફોટા તો ચાલુ કરાય." - મલિક ની એ થોડી ફાટી પડીહોય એમ લાગ્યું.

"ઓકે..!! " - માલિકે ફોન કાપ્યો.

હવે કરવું શુ? મારા મગજ માં ઘણા પ્રશ્નો હતા.

પાર્ટી ને શું કહીશ? ઓર્ડર નું શુ થશે? આ લગન નું શું થશે? કોઈ કહેશે કે વિડિઓ વાળાને

બોલાવો તો શુ જવાબ આપીશ?

આવી કન્ડીશન માં માણસે શુ કરવું જોઈએ?

ફુલ નહિ તો ફુલ ની પાંખડી. જેટલું હોય એટલા થી કામ ચલાવો. વિડિઓ છોડો અને ફોટો ઉપર કોન્સર્ન્ટ્રેટ કરો.

મેં ફોટો વાળા ને કોલ કર્યો..!!

"હેલો, કેટલે ભાઈ? અડ્રેસ મળ્યું તને?" - મેં કહ્યું.

"હા નરોડા પહોંચ્યો, ૧૦ મિનિટ રાહ જુઓ. હું ફટાફટ આવું જ છું." - એને રસ્તા માં હોય એ રીતે મોટા અવાજે કીધું.

"ના ભાઈ, ફટાફટ ના આવ. તું શાંતિ થી જ આવજે બકા..!! હજુ જાન ના ઠેકાણા નથી.એટલે

થોડી વાર લાગશે..હો..ને..!! તું બકા શાંતિ થી જઆવ. કોઈ ઉતાવળ નથી." - અહીંયા મારો ડર તમને સ્પષ્ટ દેખાઈ રહ્યો હશે.

જાન આવી બરાબર એ સમયે કેમેરા વાળો એક મોગલી જેવા અસીસ્ટન્ટ ને લઈને આવી ગયો.

મેં તરત જ એને ઉતારા પાસે ની જગ્યા એ જઈ ને ફોટા પાડવા નું ચાલુ કરવા કહ્યું.

ફોટો નું ટેંશન ગયું હવે..!!

મેં ફરી મલિક ને કોલ કર્યો.

"ભાઈ શુ થયું વિડિઓ વાળા નું? કાંઈ થયું?" - મેં કીધું.

"ફોટા વાળો આવ્યો?" - મલિક જાણે વાત ને અવગણતો હોય એવું લાગ્યું.

"હા આવી ગયો અને ફોટા નું ચાલુ કરાવી દીધું છે. પેલા વિડિઓ વાળા નું કાંઈ થયું?" - મેં ફરી પૂછ્યું.

"અરે થઇ જશે..તું ચિંતા ના કર..!!" - મલિક નું ફરી ચિંતા ના કર વાળું વાક્ય..!!

હવે તમે સમજી શકો છો કે મલિક નું આ વાક્ય યુઝ કરવાનો ટાઈમિંગ કેટલો અઘરો છે.

કોલ પત્યો એટલે પેલો મોગલી મારી પાસે આવ્યો.

"આ સામાન ક્યાં મુકું?" - આમ કોઈ સાવ આળશું માણસ બોલે એમ મોગલી બોલ્યો.

સામાન માં કેમેરા ની બેગ અને ટ્રાઇપોડ હતા.

"ભાઈ તારી જેમ હું પણ પહેલી વાર જ આવ્યો છું. આ સામાન જ્યાં ત્યાં ના મુકીશ તું. જોડે લઈને જ ફર." - મેં કંટાળેલા મૂળ માં કહ્યું.

અઘરો લૂક આપી ને મોગલી સામાન ઠેકાણે મુકવા ની જગ્યા શોધવા લાગ્યો.

જાનૈયાઓ ને શરબત અને સમોસા પીરસાઈ રહ્યા હતા. જાણે ખાવા જ આવ્યા હોય એમ બધા એ મોઢે ખાવા માં વ્યસ્ત હતા.

મારી પણ ઈચ્છા થઇ.

સમય ને ૨ મિનિટ થોભી જવા કહ્યું અને પાસે થી પસાર થતા વેઈટરને ઉભો રાખી ને એની પાસે થી એક સમોસાની પ્લેટ ઉઠાવી.

ચટણીમાં ડુબાડી ને મેં સમોસુ જસ્ટ ઉઠાવ્યું જ હતું કે પાછળથી એક અવાજ આવ્યો.

"એકલા..એકલા..હે..!!!"

પાછળ વળીને જોયું તો એ મોગલી હતો.

"ભાઈ તું એ લઈલે ને તારે ખાવું હોય તો..!!"

"ફોટો પાડવા આવ્યા છીએ. ખાવા નહિ. અને હા જો સામાન પેલા સામેના રૂમમાં મુક્યો છે."- અધમરેલો મોગલી સાલો ટોન્ટ મારતો ગયો.

કેમેરા વાળા ને મેં હવે જ્યાં સુધી વેડિંગ કપલ તૈયાર થઇ ને ના આવે ત્યાં સુધી ગેસ્ટના ફોટોસ લેવાનું કહ્યું.

ફરી મેં મલિક ને ફોન લગાડ્યો.

"હેલો, ભાઈ કાંઈ થયું વિડિઓનું?" - મેં કહ્યું.

"બસ નીકળી ગયો છું અમરેલી થી. ૨ કલાક જેવું થશે ત્યાં આવતા."- માલિકે ફરી ઊંધો જવાબ આપ્યો.

"ભાઈ વિડિઓ નું શું?"- મેં શબ્દો પર ભાર મૂકી ને કહ્યું.

"વાત થઇ છે. ફાઇનલ કહું તને..!!"- એને ફોન કટ કર્યો.

રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે. હવે હું પોતે જાણે જાનમાં આવ્યો હોય એમ ફરવા લાગ્યો.

વરઘોડો ચાલુ થયો. સામૈયા માટે છોકરી વાળા ગેટ પર આવી ગયા હતા. છોકરા વાળા માં વિડિઓ વાળો એમના પક્ષ નો વિડિઓ ઉતારી રહ્યોહતો.

અમારા છોકરી પક્ષ વાળા નું શું?

હવે તો નાક ખેંચવા ની વિધિ થશે. એ તો આવવી જ જોઈએ.

મારાથી ના રહેવાયું. મેં તરત જ ગજવા માંથી મારો ફોન કાઢ્યો અને વિડિઓ ઉતારવાનું ચાલુ કર્યું.

ફુલ નહિ તો ફુલની પાંખડી નો નિયમ મેં અહીં પણ એપ્લાય કર્યો.

એ મોમેન્ટ આવી ગઈ હતી. વરરાજા અને એના સાસુ સામસામે આવી ગયા હતા.

મેં બરાબર પોજીશન લઇ લીધી. જેથી કરીને વિડિઓ પ્રોપર આવે.

સાસુ હવે નાક ખેંચવા જઈ જ રહ્યા હતા કે.....!!! મલિકનો કોલ આવ્યો..!!

મેં કટ કર્યો. પોઝ થયેલું રેકોર્ડિંગ ફરી સ્ટાર્ટ કર્યું.

મલિક નો પાછો કોલ આવ્યો..!!

"હા બોલ ભાઈ જલ્દી..!!" - મેં કહ્યું

"ફોન કેમ કટ કરે છે લા..!!"- મલિક બગડ્યો.

"હેલો, સંભળાતું નથી. ઉભો રે ૨ મિનિટ." - ડી.જે ના અવાજ ને લીધે મને સાંભળ્યું નહિ.

હું ટોળા માંથી સહેજ દૂર પાર્કિંગ બાજુ ગયો.

"અરે મોબાઈલ માં વિડિઓ ઉતારું છું એક વિધિ નો. બોલ શુ હતું જલ્દી કે."- મેં ઉતાવળ કરતા કહ્યું.

"વિડિઓ વાળો બીજો એક માણસ પાલડી થી નીકળ્યો છે. ૧ કલાક માં આવશે. એનો નંબર તને મોકલ્યો છે વાત કરીલે જે. હું પણ આવું છું ૧કલાક માં."

"હા વાંધો નહિ, પછી કોલ કરું તને."- મેં આટલું કહેતા ફોન કટ કર્યો.

હું પાછો ફર્યો...!!

મેં જોયું...! ના સાસુ હતા..ના વરરાજા...!

જો કોઈ ત્યાં હતું તો એ ખાલી હું, ઘોડા વાળો અને ડી.જે વાળો જ હતા. બાકી બધા અંદર હતા.

બુચ વાગવાની કોઈ કસર બાકી નહોતી.

મલિકે મોકલેલા નંબર પર મેં બીજા વિડિઓ વાળા ને કોલ કર્યો. એ ઓલરેડી નીકળી ગયો હતો. મેં એને અડ્રેસ કન્ફર્મ કરી ને શાંતિ થી આવવાકહ્યું. - હું કોઈ ચાન્સ લેવા નહોતો માંગતો.

હું અંદર ગયો.પંડિત ચોરી માં તૈયારી કરી રહ્યો હતો.

વેડિંગ કપલ નું પોટ્રેટ શૂટ કરવાનું હતું. છોકરા પક્ષ ની કેમેરા ટીમ એ લાઇટ્સ નું સેટ અપ કરી રાખ્યું હતું.

છોકરા પક્ષ માં પણ એક આસિસ્ટન્ટ હતો. એને જોઈ ને મને મોગલી યાદ આવ્યો. મેં જોયું એ આજુ બાજુ નહોતો. હું એને બહાર શોધવા ગયો.

૫ એક મિનિટ ની શોધખોળ પછી એ મને પાણીપુરી ના કાઉન્ટર પર મળ્યો.મેં એને પહેલા ફોટો નું કામ પતાવાનું કહ્યું.

ફોટોગ્રાફી સારી રીતે ચાલી રહી હતી. મેં મલિક ને ક્યાં પહોંચ્યો એ પૂછવા માટે કોલ કર્યો.

"કેટલે ભાઈ??"

"આવું ૨૦ મિનિટ માં એક ફ્રેન્ડ ને ઉતારી ને" - મલિક ના અવાજ માં કોન્ફિડન્સ હતો.

"વિડિઓ વાળો આવ્યો કે નહિ પેલો?" - માલિકે હિસાબ માંગતો હોય એમ પૂછ્યું.

"ના, ઓન ઘ વે છે." - મેં કહ્યું

"સારું, ફોટા ચાલુ રખાય ત્યાં સુધી..!!"- માલિકે કહ્યું.

"અરે ભાઈ આવ્યા ત્યારના ફોટા જ પાડીએ છીએ. વિડિઓ વાળા નો કોલ આવે છે પછી વાત કરું તું આવ." - મેં કોલ સ્વિચ કર્યો.

વિડિઓ વાળો આવી ગયો. મેં એને સીધો જ પોટ્રેટ શૂટ વાળા રૂમ માં મોકલી દીધો.

મેં મલિક ને જાણ કરીકે વિડિઓ વાળો આવી ગયો અને હવે બધું ઓક છે. તું શાંતિ થી આવ.

૫ મિનિટ રહી ને વિડિઓ વાળો બહાર આવ્યો.

મને કે, "સાહેબ મેમરી કાર્ડ હશે એક્સટ્રા?"

એક નવી મુસીબત ના વાદળો મારી તરફ આવી રહ્યા હતા.

"શું? કાર્ડ નથી તમારી જોડે?"

"ના." - સહેજ પણ શરમ વગર પેલો બોલ્યો.

"તો કાર્ડ તો તમારે જ લઈને અવાય ને મારા ભાઈ" - મેં મોટા અવાજે કહ્યું.

"આજ ભાઈ ને ૨ ઓર્ડર હતા એટલે ભરાઈ ગયા. એક નવું કાર્ડ લઇ લો ને."- સાવ નફ્ફટ થઇ ને બોલ્યો પેલો.

હવે શુ કરવું? કાંઈ જ ખબર નહોતી પડતી.

માલિકે ને કોલ કર્યો કે ગમે તે થાય રસ્તા માંથી એક કાર્ડ લેતો આવજે. આ ટોપો કાર્ડ વગર આવ્યો છે.

મલિક હાઈવે પર હતો એટલે એના માટે આપોસિબલ નહોતું.

મેં મોગલી ને ૧૦૦૦ રૂપિયા આપ્યા અને કાર્ડ લેવા મોકલ્યો અને શાંતિ થી આવવા કહ્યું.

મલિક આવી ગયો પાર્ટી પ્લોટ પર. અડધા કલાક માં મોગલી પણ કાર્ડ લઈને આવી ગયો. કાર્ડ પેલા

કેમેરા વાળા ને આપી ને મિને કેમેરો ચાલુકરવા કહ્યું.

પોટ્રેટ શૂટ ઓલમોસ્ટ પતી ગયું હતું.

વિડિઓ વાળો રૂમ માં ગયો.

મેં અને માલિકે રાહત નો શ્વાસ લીધો અને અમે રૂમ ની બહાર આવી ને બેઠા.

૨ મિનિટ રહી ને પેલો વિડિઓ વાળો કેમેરો લઈને બહાર આવ્યો. મને કે લો સાહેબ બેટરી ઓછી છે.

"વાંધો નહિ ભાઈ જેટલું ઉતરે એટલું. તું ચાલુ તો કર." - મેં થાકેલા અવાજે કહ્યું.

"મને ક્યાં આવડે છે?" - વિડિઓ વાળા એ કહ્યું.

સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું સ્તબ્ધ હતો કે શું થઇ રહ્યું છે.

મલિક નો પારો ગયો.

"તું શેના માટે આવ્યો છે તો?"- માલિકે ઊંચા અવાજે કહ્યું

"મારો આ વિષય જ નથી. આતો મારો મોટો ભાઈ આ બધું કરે છે. એનું એકસિડેન્ટ થયું એટલે મને

મોકલ્યો કે જા આ કેમેરો આપી આવ ત્યાં."- એને જવાબદારી માંથી છૂટવા ની ભાવના સાથે કહ્યું.

"તો તારો શેનો ધંધો છે?" - માલિકે કંટાળી ને કહ્યું.

"ગૅરેજ નું કામ કાજ છે પાલડી માં." - પેલા એ કહ્યું.

વાત ને ખેંચવા નો કોઈ મતલબ નહોતો. એટલે હું વચ્ચે પડ્યો.

"સારું, જમી ને જજે ભાઈ. બહુ દૂર થી આવ્યો છે તું"- આટલું કહેતા મેં વાત પતાવી.

વેડિંગ કપલ ચોરી માં ગયું અને લગન ની વિધિ ચાલુ થઇ.

અમે એક ફોટોગ્રાફર સાથે ફોટો નું કામ ચાલુ રાખ્યું .

"છોડ ભાઈ હવે વિડિઓનું.આપણે બહુ ટ્રાઈ કર્યો. સામે ની કેમેરા વાળી પાર્ટીને વાત કરી જોઈએ.

આજ નો બેકઅપ આપે તો લઇ લઈએ. જે પૈસા આપવા ના થાય એ સમજી લઈશુ..!!" - મેં મલિક ને કહ્યું.

મલિક મારી વાત સાથે એગ્રી થયો.

મલિક ભૂખ્યો હતો એટલે હવે અમે જમી લેવાનું વિચાર્યું.

લાઈવ ઢોકળાના કાઉન્ટર ઉપર અમે ગયા. મસાલા વાળા ઢોકળા ખાવાનું વિચાર્યું.

હું લાઈન માં હતો. મારી આગળ ખભે કેમેરો ભરાઈ ને પેલો વિડિઓ વાળો હતો.

કાઉન્ટર પર ઝગડો કરીને એ બધા મસાલા ઢોકળા લઇ ગયો. અમારી ભાગ માં સાદા ઢોકળા આવ્યા.

ભોગવે એ ભાગ્યશાળી..!! હક માટે લડવાનું અને બીજા ની પત્તર ફાડવાનું ઉત્તમ ઉદાહરણ એ ભાઈ એ પૂરું પાડયું.

લગન ની બધી વિધી પતી. વર-વધુ વડીલોના આશીર્વાદ લઇ રહ્યા હતા.

બધું પત્યું એટલે એન્ડ માં કેમેરા વાળા ને જમવા નો ટાઈમ મળ્યો. મેં પણ અમારા કેમેરા વાળા ને જમી લેવા કહ્યું.

મોગલી પહેલે થી જ ડીશ લઇ ને બેઠો હતો.

સામે પક્ષ ના કેમેરા વાળાનું ગ્રુપ હવે આઈસક્રીમ ખાઈ રહ્યું હતું. અમને એમની સાથે વાત કરવાનો

બેસ્ટ સમય લાગ્યો.

હું અને મલિક આઈસક્રીમનો કપ લઈને એમની પાસે ગયા અને હાઈ, હેલો કર્યું.

મેં એમને આખી ઘટના જણાવી.એમને મારી દરેક વાત શાંતિથી સાંભળી.

"પટેલ છો?" - સામે પક્ષના એક વિડિઓ વાળા એ કહ્યું.

"ના, બારોટ છું."

"કયું ગામ?"

"કહીપુર, વડનગર."

"મેહુલ ને ઓળખે?" - એમને કહ્યું

"એમના પાપા નું નામ પ્રવીણ ભાઈ?" - મેં કહ્યું

"હા.!!" - એમને કહ્યું.

મને કંઈક યાદ આવ્યું..!!!

"તમે આશિષ કુમાર ના ભાઈ તો નથી ને? તમારું નામ સમ્રાટ છે?"- મેં કહ્યું.

"હા, તમે કઈ રીતે ઓળખો?"- એ ભાઈ કનફ્યુઝ હતા.

"અરે આશિષ કુમાર મારા જીજાજી થાય અને મેહુલ ભાઈ મારા મામા નો છોકરો થાય."

"અચ્છા ઓળખ્યો..આપણે રાણીપ મળ્યાંતા..હાર્દિક ને તારું નામ?"- એમને કહ્યું.

તરસ્યા ને જેમ પાણી દેખાય ને એના માં જે ઉર્જા નો સંચાર થાય એમ હું એક દમ ઉર્જાવાન થઇ ગયો.

"ચિંતા ના કર ભાઈ, આવતા મહીને ગમે ત્યારે ઘરે આવી આજ નો આખો બેક અપ લઇ જજે." - એમને ખાતરી આપતા કહ્યું.

ને બોસ આટલું સાંભળતા જ જાણે સાક્ષાત ભગવાન આવ્યા હોય પાર્ટી પ્લોટ માં એવું પ્રતીત થયું. આટલું સાંભળતા જ અંદર થી એક હાશકારોઅને રાહત હતી.

અમે નંબર એક્સચેન્જ કર્યા. સામાન સમેટી ને પાર્ટી પ્લોટ ની બહાર નીકળ્યા.

બધું શાંતિ થી પતી ગયું અને અમે કાર માં બેઠા.

શાંતિ થી પતે એ કામ હાર્દિક નું કહેવાય ખરું?

નીકળતા ની સાથે જ પેલો મોગલી દોડતો મારી પાસે આવ્યો. મને કે પેલી કેમેરા ની બેગ અને ટ્રાઇપોડ નથી મળતો.

ખોપડી ફાટી ને પોતું થઇ ગઈ. મને છેલ્લે સુધી ખાતરી હતી કે આ નમૂના થી કોઈ ભૂલ ના થાય એ કેમ બની શકે?

અમે કાર માંથી ઉતર્યા. રાતે ૧ વાગે અમે આખો પાર્ટી પ્લોટ ફરી વળ્યાં પણ સામાન ના મળ્યો.

મેં તો કાયદેસર પેલા મોગલી ને મારવા લીધો.

ત્યાં હાજર રસોઈયા ની સમય સુચકતા થી અમને સામાન મળી ગયો.

અમે ઘરે ગયા અને અંતે લગન સચવાઈ ગયું.

અનુભવ વગર નો ધંધો ક્યારેક તમને ધંધે લગાડી શકે છે. બીજા ને ખભે ટેકો રાખી ને મારેલું તીર હંમેશા નિશાન ચુકે.

આમાં થી શીખ લઈને અમે ઘણું શીખ્યા અને ફરી આ ફિલ્ડ માં પાછા ફર્યા.

આજે અમારો પોતા નો જ આખો સ્ટુડિયો છે અને અત્યાર સુધી ઘણા મેરેજ ફન્કશન્સ અને બીજી ઈવેન્ટ્સ ના કામ અમે બહુ જ સારી રીતે ડિલિવર કર્યા છે.

તો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવા અનેક કિસ્સા ઓ સાંભળવા માંગતા હોવ

તો આ આર્ટિકલ ને શેર કરો અને કોમેંન્ટ કરીને મને તમારા અભિપ્રાય જણાવો જે હું આવનારી વાર્તા માં ઈમ્પ્રુવ કરી શકું.

આભાર,


Rate this content
Log in

Similar gujarati story from Drama