STORYMIRROR

Varsha Bhatt

Inspirational

2  

Varsha Bhatt

Inspirational

લગ્ન એક આજીવન સફર

લગ્ન એક આજીવન સફર

1 min
83

લગ્ન એક એવી સફર છે જેમાં બે અજાણ્યા લોકો સાથે મળીને હું અને તું માંથી આપણે બનવાની એક અલગ જ સફર છે. લગ્નનાં બે પાત્રો અલગ અલગ કુટુંબમાંથી આવે છે. સ્વભાવ અલગ, રૂઢિઓ અલગ છતાં પણ બંને જો એકબીજાને સમજવાની કોશિશ કરે તો દામ્પત્યજીવન મધુર બને છે.

શરૂઆતમાં બંનેને તકલીફ પડશે. પછી ધીમે ધીમે એકબીજાનાં ગમા, અણગમાને ઓળખીને આગળ વધે તો જરૂર ખુશ રહેશે. પાર્ટનરનું મોં જોઈને મુડને પારખી જવાની કળા જો હસ્તગત થઈ જાય તો જીવન સીધું જ ચાલવા લાગે છે. સંપૂર્ણતાનો આગ્રહ છોડી એકબીજાની ભૂલોને માફ કરતાં શીખો. તો જીવન મજેદાર બની જાય. આજે ૨૫ વર્ષ પૂરા થયાં આટલાં સમયમાં એમનો સાથ, સપોર્ટ હંમેશા રહ્યા. આજે સાહિત્ય જગતમાં જે વૃંદા તરીકેની જે ઓળખ છે તેમાં એમનો પણ પુરેપુરો સહકાર છે. બાકીનાં વરસો પણ આમ જ હસી ખુશીથી પસાર થાય એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational