Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

લેણદેણ

લેણદેણ

2 mins
7.2K


વોટસઅોપના નાગર ગ્રુપમાંથી મળેલા મોટી બહેન. ખુબ જ પ્રેમાળ, સરળ, હસમુખા, અને ભોળા, દિલના ઉદાર. કાયમ મને લાડ કરે એમની મીઠી વાતો. પર્સનલમાં મેસેજ કરતા ખૂબ જ દિલથી નજીક આવી ગયા. રોજ મેસેજથી વાતો કરી એક બીજાના શોખ અને શુ ભાવે અને શુ ગમે એ જાણીને બેવને ઘણુ બધુ અનુકુળ અને મળતુ આવ્યું. જે દિવસે બહાર જવાનુ હોય અથવા કોઈ ઈમરજન્સી હોય ત્યારે ફોન કરીને જાણ કરી દે અને વાત કરે. આમ કરતા ખૂબ જ નજીક આવી ગયા

દિલથી એક બીજાને રૂબરૂ મુલાકાત કરવા આતુર થયા અને મોટી બહેન ( ભાગયશ્રી) એ છોટી ઉફેઁ નિલમને ખુબ જ આગ્રહ કર્યો કે તુ દિવાળી વેકેશનમાં ભચાઉ આવ. નિલમે ઘર વાત કરી . મોટી બહેનએ ફોન કરીને ઘરના બધા સાથે વાતચીત કરી અને મોકલવા કહ્યુ. નિલમ કંઈ કેટલા સપના અને ઉત્સાહથી મોટી બહેનના ઘરે ભચાઉ એકલી ગઈ અને મોટી બહેન બસ સ્ટેન્ડમાં લેવા આવ્યા ત્યાં જ ભેટી પડ્યા અને બહુ વહાલ કયુઁ. નિલમને કોઈ પિયર મા ના હોવાથી મોટી બહેનનો પ્યાર અને મમતા મલતા ખૂબ જ ખુશ થઈ અને એક અઠવાડિયુ એમની પાસે રહી. આજે બે પરિવાર મા અેટલો સંપ છે એક દિવસ ફોન પર વાત ના થાય તો ચિંતા કરે. મોટી બહેન એ એક અઠવાડિયામાં અનેક જન્મનો પ્યાર અને લાગણી અાપી અને ખુબ જ સાચવી કે નિલમ આ જીવન ભુલી શકે નહીં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational