Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Valibhai Musa

Drama Thriller


3  

Valibhai Musa

Drama Thriller


લે, લેતો જા; લે, લેતો જા!

લે, લેતો જા; લે, લેતો જા!

2 mins 320 2 mins 320

હાઈવેની એ હોટલ આગળ બસ ઊભી રહી કે તરત જ તેનાં પેસેન્જર ટપોટપ નીચે ઊતરીને ડ્રાઈવરને ઘેરી વળ્યાં.

‘એય ડ્રાઈવર, આટલી બેફામ બસ દોડાવે છે; તારે અમને બધાંને અમારા ઘરે પહોંચાડવાં છે કે ઉપર ?’ મેં ધમકીભર્યા અવાજે કહ્યું.

’એ કંડક્ટર, આ લોકોની ટિકિટો ઉપર તારી સહીઓ કરીને એમને બીજી બસોમાં રવાના કરી દે અને તારા વે-બિલમાં લખી નાખ કે ગાડી ‘બ્રેક ડાઉન’ ! આવાં ફટુ મુસાફરોને લઈને આ બસ હવે આગળ નહિ જાય.’

‘બાઈડી સાથે ઝઘડો કરીને નોકરીએ આવ્યો છે કે શું ?’

‘જાઓ ‘હા’, અને એ મારી અંગત વાતમાં માથું મારો નહિ.’

‘લે, તારી અંગત વાતમાં માથું ન મારીએ; પણ તારા માથા ઉપર ખાસડાં તો મારીએ કે ? સુવ્વર, અમારી વાત સાંભળતો નથી અને તારું જ હાંક્યે જાય છે !’ એક ડોશીમા બગડ્યાં.

‘આ કંડક્ટરને પૂછો મારી ત્રણ વર્ષની નોકરીમાં એકેય કૂતરાને પણ માર્યું છે ? બધાય કંડક્ટર ફટુ છે અને આ એકલો જ મર્દનું બચ્ચું છે, અને અમારી બંનેની સાથે જ નોકરી હોય છે. હું ગાડી રિવર્સમાં પણ ઝડપથી હંકારું છું, પણ કોઈ મને ઘરભેગો કેમ કરતું નથી? મારો બાપ મને પરાણે નોકરી કરાવવા માગે છે અને મારે ડ્રાઈવરી કરવી નથી !’

આ રકઝક ચાલતી હતી, ત્યાં તો એક સફેદ એમ્બેસેડર આવી. તેમાંથી એક સાહેબ ઊતર્યા. કંડક્ટર તેમને ઓળખી ગયો અને તેમને સલામ ભરી. પેલા સાહેબે ડ્રાઈવરને એક તમાચો જડી દીધો અને ઑર્ડર કરી દીધો, ‘મારી એમ્બેસેડરની પાછળ-પાછળ તારે આગળના ડેપો સુધી બસ હંકારવાની છે. જો મને ઓવરટેક કરીશ તો મરી ગયો સમજજે. આ રિવોલ્વર જોઈ લે. નાલાયક, હું તારી પાછળ-પાછળ આગળના બસ સ્ટેન્ડથી આવું છું. મેં સતત હોર્ન વગાડ્યે જ રાખ્યું છતાં તેં મને જ સાઈડ નથી આપી! મારી સાથે રેસ કરતો હતો?’

‘પણ…પણ તમે કોણ છો અને મને તમાચો….?’

‘પૂછ તારા કંડક્ટરને, એ મને ઓળખતો લાગે છે.’

‘એ પાગલ, આ આપણા ડિવિઝનલ કન્ટ્રોલર કેપ્ટન ભરૂચા સાહેબ છે!’

પારસી બાવા ભરૂચા સાહેબ મિલિટરીમાંથી વહેલી નિવૃત્તિ લઈને એક્સ સર્વિસમેન તરીકે સીધા જ આ ઊંચા હોદ્દાએ નિયુક્તિ પામ્યા હતા.

‘સાહેબ, હમણાં અમને આ જનાવર કહેતો હતો 'કે કોઈ મને ઘરભેગો કેમ કરતું નથી?' હવે સાહેબ એ બિચારાની ઇચ્છા પૂરી કરો !’ પેલાં માજી બોલ્યાં.

‘આગળના ડેપોએ તમારાં સ્ટેટમેન્ટ લઈને એ જ કરવાનું છે, તમે લોકો બસમાં બેસી જાઓ. ગભરાશો નહિ. એ મારી પાછળ જ રહેશે. આમ તો તેને હાલ જ ફરજ ઉપરથી ઊતારીને મારા ડ્રાઈવરને બસ હંકારવાનું કહી શકું, પણ કાનૂની કાર્યવાહી થયા સિવાય તેને બરતરફ ન કરી શકાય.’

એમ્બેસેડર પ્રમાણિત ઝડપે આગળ વધતી રહી અને એરંડિયું પીધેલા જેવા મોંઢે એ ડ્રાઈવર અમારી બસ હંકારતો રહ્યો. થોડીકવાર તો બસમાં ચૂપકીદી છવાયેલી રહી, પણ ઓચિંતાનાં પેલાં માજીએ તેનો હુરિયો બોલાવવો શરૂ કરી દીધો, ‘લે લેતો જા, લે લેતો જા !’

બસનાં તમામ મુસાફરોએ સાદ પુરાવ્યો, ‘લે લેતો જા, લે લેતો જા!


Rate this content
Log in

More gujarati story from Valibhai Musa

Similar gujarati story from Drama