STORYMIRROR

Bhargavraj Mor

Abstract

3  

Bhargavraj Mor

Abstract

લાગણીઓ કે પ્રેમ....? - 2

લાગણીઓ કે પ્રેમ....? - 2

2 mins
63

જેમ આઈ અને પંખુડીનો સંબંધ ગાઢ બનતો જાય છે, તેમ રાજને પંખુડી પ્રત્યે પ્રેમમાં વધારો થાય છે. પંખુડીનો પરિવાર ઘણા સમયથી શહેરમાં રહેતો હોય છે, તેથી શહેરની બધી જ માહિતી હોય છે. પંખુડી આઈને બધા જ કામમાં બહુ મદદ કરતી હોય છે. પંખુડી રાજ કરતા ઉંમરમાં બે વર્ષ નાની હોય છે, તેથી પંખુડી ત્યારે અગિયારમાં ધોરણમાં ભણતી હોય છે. પંખુડી સ્વભાવથી બહુ પ્રેમાળ અને સંસ્કારી હોય છે. તે હંમેશા હસતા ચહેરા માં જોવા મળે છે. રાજ નું ઘર ગરીબ હોવાથી એ શરૂઆતના સમયમાં પંખુડી ના પરિવાર દ્વારા બહુ મદદ મળી રહી છે. આઈને બજારનું કોઈ પણ કામ હોય તો પંખુડી હંમેશા તેમની સાથે જતી હોય છે. રાજ સાંજે કામ પરથી ઘરે આવે ત્યારે આઈ કહેતા હોય છે કે આજે મે અને પંખુડી ઍ આ વસ્તુની ખરીદી કરે છે. તે સાંભળે રાજ બહુ જ ખુશ થાય છે.

રાજ પંખુડી ને પસંદ કરે છે તે વાતની ખબર પંખુડી ને હોતી નથી. આઈ પંખુડી વિશે અવાર-નવાર વાતો કરતા હોય છે અને કહેતા હોય છે કે તારા માટે આવી જ છોકરી લાવવાની છે. આ સાંભળી રાજ બહુ જ ખુશ થતો હોય છે. રાજ પંખુડી ના બોલવાની અદા અને આઈ પ્રત્યેનો પ્રેમ જોઈ પંખુડી ને વધારે ને વધારે પ્રેમ કરવા લાગે છે. પંખુડી બહુ ખૂબસૂરત અને એક શાંત સ્વભાવની છોકરી હોય છે, તે તેના કામ પ્રત્યે હંમેશા વફાદાર હોય છે. પંખુડીની બોલવાની અદા બહુ જ આકર્ષણકારી હોય છે. પંખુડીનો સ્વભાવ બહુ જ પ્રેમાળ અને વિનમ્રતા વાળો હોય છે. સમય જતા પંખુડીનો પરિવાર અને રાજનો પરિવાર એક પરિવાર જેવો બની જાય છે. રાજ સવારમાં કામે જતા સમયે પંખુડી ને એક વાર જોવાની આશા રાખતો હોય છે, અને સાંજે આવીને એકવાર અવશ્ય જોવે છે. પંખુડી હસતા સમયે બહુ જ ખૂબસૂરત લાગે છે. આઈ પછી જો કોઈને વધારે પ્રેમ કરવાની વાત આવે તો તેમાં પંખુડીનું નામ પહેલા આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract