Bhargavraj Mor

Romance

3  

Bhargavraj Mor

Romance

લાગણીઓ કે પ્રેમ ?

લાગણીઓ કે પ્રેમ ?

1 min
210


પાના નંબર- ૩

જેમ જેમ આઈ અને પંખુડી વચ્ચેનો પ્રેમ વધતો જાય છે, તેમ બન્ને પરિવાર વચ્ચેનો સબંધ ગાઢ બનતો જાય છે. કોઈપણ વાર તહેવાર હોય તો બંને પરિવાર વચ્ચે તેની ઉજવણી કરવામાં આવે છે. પંખુડીનો જે સ્વભાવ છે, એ બધા લોકોમાં ભળી જવાનો સ્વભાવ છે.આઈ પહેલથી ગામડે રહેતા તેથી તેમને વિવિધ વાનગીઓ બનાવતા ન આવડે તો પંખુડી તેને નવીન વાનગીઓ બનાવવામાં મદદ કરતી .

પંખુડીના ઘરે કોઈપણ નવીન વાનગીઓ બનાવવામાં આવે તો પંખુડી રાજના ઘરે વાનગી આપવા આવતી. રાજનું ઘર પહેલેથી ગરીબ હોવાથી અમુક જીવન જરૂરિયાત વસ્તુતુઓ પણ તેના ઘરે ન જોવા મળતી તો તેે વસ્તુઓ પંખુડી આપતી અને મદદ કરતી.

આઈ અને પંખુડીનો આવો નિસ્વાર્થ પ્રેમ જોઈ ભગવાનને પણ ઈર્ષા થવા લાગે છે, અને પંખુડી અને તેમનો પરિવાર તેમના માટે બીજા કોઈ વિસ્તારમાં એક ઘર રાખી ત્યાં જવાની વાત કરે છે, આ વાત સાંભળી આઈને બહુ જ દુઃખ થાય છે. આ વાત આઈ રાજને પણ કહે છે, તો રાજને પણ બહુ દુઃખ થાય છે. રાજ પંખુડીને બહુ જ પ્રેમ કરતો હોવાથી ઘણા દિવસો સુધી તેને કઈ ચેન પડતું નથી. અંતે પંખુડી અને તેનો પરિવાર બીજા વિસ્તારમાં હંમેશા માટે રેહવા ચાલ્યા જાય છે. આ ઘટનાથી આઈને બહુુુુ જ દુઃખી થાય છે. તે ઘણાા દિવસો સુધી નિરાશ રહે છે, અને રાજની પણ કંઈ એવી હાલત હોય છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance