STORYMIRROR

Dr.Sarita Tank

Romance

3  

Dr.Sarita Tank

Romance

લાગણીનો સ્ટેથોસ્કોપ

લાગણીનો સ્ટેથોસ્કોપ

1 min
37

 અદિરા અને મોહકની આજે એકબીજા સાથેની પહેલી મુલાકાત હતી. ફોન પર ઈન્સ્ટાગ્રામ પરની ત્રણ વર્ષની મૈત્રી આજે સંબંધમાં પરિણમવા જઈ રહી હતી. મળ્યા વગરની લાગણીઓ કેમ સમજવી ? એ વિમાસણમાં તેઓ મળ્યા તો ખરા. પણ, એકબીજાને પરખવા કઈ રીતે ? એ વિચારમાં તે મૌન રહ્યાં પણ મોહકના મીઠા હાસ્યથી એ ચૂપકીદી તૂટી ગઈ.

       એ મળ્યા ત્યારે મોહક પાસે એક નાનકડી બૅગ હતી. થોડા ઔપચારિક સંવાદો પછી મોહકે એ બૅગ અદિરાના હાથમાં મૂકી દીધી. એક આશ્ચર્યના ભાવ સાથે અદિરાએ બૅગ ખોલીને જોયું તો તેમાં એક કાવ્ય સંગ્રહ હતો જેનું નામ હતું "અદ્રશ્ય પ્રણય". એ પાના ઉથલાવી જોવા લાગી તો એમાં એ બંનેના અત્યાર સુધીના સંવાદો કાવ્ય સ્વરૂપે લખાયેલ હતા. અને એ પણ, લાગણીના સાચા સચોટ ભાવ સાથે.. આદિરાની આંખોમાં પ્રણયના પમરાટ સાથે ચમકતાં ઝાકળબિંદુ હતાં ને મોહકના હૃદયમાં એ સંતુષ્ટિ હતી કે તે અદિરા માટે લાગણીનો સ્ટેથોસ્કોપ બની શક્યો. અદિરાને પણ કોઈ સાચા હૃદયનાં ધબકારને પરખનાર મળી ગયાનો સંતોષ અવર્ણનીય હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance