डॉ गुलाब चंद पटेल

Romance

2.5  

डॉ गुलाब चंद पटेल

Romance

કવિયત્રી સંગીતા

કવિયત્રી સંગીતા

3 mins
912



સંગીતા એ કવિ કુણાલ ને ફોન કર્યો અને કહ્યું કે હું તમારી ફૅન બની ગઈ છું. કવિ કુણાલ હિન્દી ગુજરાતી માં કવિતા, વાર્તા અને અનુવાદક કરતા હતા. સંગીતા એક શિક્ષિકા હતી અને કવિતા લખવાનો શોખ ધરાવતી હતી. તેણે કુણાલ ને કહ્યું કે તમારી હિન્દી કવિતાઓ મોકલો. કુણાલની કવિતાઓ વાંચીને ખૂબ ખુશ થઈ ગઈ અને કુણાલને કહ્યું કે તમારી કવિતા ઓ ખુબ સરસ છે અને મને ખૂબ ગમે છે. 

સંગીતા એ કુણાલને કહ્યું કે તમે મારા વિશે કવિતા લખી મોકલો. કુણાલ એ કવિતા હિન્દીમાં લખી અને સંગીતાને મોકલી આપી. સંગીતા બહુ ખુશ થઈ ગઈ અને તેણે કુણાલ વિશે કવિતા લખી મોકલી. કુણાલના આનંદનો પાર ન રહ્યો. તેણે સંગીતા ને ફોન કરીને આભાર માન્યો. સંગીતા દિવસમા એક વખત તો ઘણી વખત બે થી ત્રણ વખત ફોન પર વાત કરવા લાગી. કવિ કુણાલ સંગીતાથી ઉમર માં બે ઘણા મોટા હતા. કુણાલ ની પત્ની શંકા શીલ સ્વભાવ ની હતી. તેનાથી ન રહેવાયુ એટલે તેણે કુણાલ ને પૂછ્યું કે કોના ફોન આવે છે. કુણાલ કહે મારો એક મિત્ર છે તેના ફોન આવે છે.

 

સંગીતા એક દૂર ના ગામમાં એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તે રજા માં દર અઠવાડિયે ઘેર જતી હતી. સંગીતા પણ પરિણીત હતી. તેણે બે બાળકો હતા. તેનો પતિ વેપારી હતો. તેને ઈલેટ્રીકલ ચીજ વસ્તુઓની દુકાન હતી. સંગીતા ઘેર જતાં પહેલાં કુણાલ ને વાત કરી નીકળતી હતી. કુણાલ પણ સંગીતા ને ઘડી ઘડી ફોન કરી પૂછતો હતો કે સંગીતા તું કેટલે પહોંચી. સંગીતા પણ બસ માં બેસી કુણાલ ને ફોન કરતી હતી. 

 હવે સંગીતા કુણાલ ને ખૂબ પ્રેમ કરવા લાગી. કુણાલ પણ જ્યારથી તેને સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં મળ્યો ત્યારથી તેના તરફ આકર્ષિત હતો. પરંતુ તેની પત્ની સાથે હતી તે કુણાલ નું ખૂબ ધ્યાન રાખતી હતી. બજાર માં ઓટો રીક્ષામાં ખરીદી કરવા માટે સંગીતા કુણાલ અને તેની પત્ની સાથે ગઈ હતી. સંગીતા પણ તે દિવસથી કુણાલ તરફ નજર મિલાવી તેને ધ્યાનથી જોતી હતી અને કુણાલ પાસે બેસી હોલ માં કાર્ય ક્રમ જોવા લાગી. કુણાલ ની પત્ની નારાજ થઈ ગઈ. તે ઉઠી ને બહાર નીકળી ગઈ. કુણાલ તેને પૂછે છે કે તને શું થયું તો તેની પત્ની આરતી કહે મને ઘભ્રામણ થાય છે. પરંતુ વાત એમ ન હતી હકીકત માં તે સંગીતા ને કુણાલ પાસે બેઠેલી જોઈ શકતી ન હતી તેને ઈર્ષા થવા લાગી એટલે બહાનું આગળ ધરી બહાર નીકળી ગઈ. 

 સંગીતા અને આરતી એક જ હોટલ માં રોકાયેલ હતા જ્યારે કુણાલ અલગ હોટલ માં રોકાયો હતો. વ્યવસ્થા તે મુજબ કરવામાં આવી હતી. 

કાર્ય ક્રમ પુરો થયો સૌ પોત પોતાના ઘરે પરત જવા નીકળ્યા. સંગીતા દૂર સુધી કુણાલને નિહાળતી રહી. કુણાલ પણ વારે વારે પાછો ફરી સંગીતા ને જોઈ લેતો. 

 સંગીતા ઘેર પહોંચી અને કુણાલ ને ફોન કરીને પૂછ્યું કે તમે ઘેર શાંતિથી પહોંચી ગયા. કુણાલ એ પણ સંગીતા ની ખબર પૂછી અને કહ્યું કે તુ પહોંચી ગઈ. સંગીતા તેની બીજી સહેલીઓ સાથે એકલી આવી હતી.


 સંગીતા અને કુણાલ એક બીજા ને પ્રેમ કરે છે તે વાત ની ખબર તેની પત્ની આરતી ને પડી ગઈ. કુણાલ ને તે ધમ્કાવવા લાગી. અને કુણાલ ની ગેરહાજરીમાં સંગીતા ને ધમકાવી. સંગીતા એ કુણાલ ને વાત કરી. હવે સંગીતા આરતીથી ડરી ગઈ અને કુણાલને ફોન કરવાનું બંધ કર્યું. 

 કુણાલ અને આરતી એક સાહિત્યિક પ્રોગ્રામમા ગયા હતા ત્યાં કુણાલનો મિત્ર મળ્યો જે સંગીતા સાથે મળ્યો હતો. તેણે આરતીને બોલાવી અને કહ્યું કે કુણાલ સંગીતાને ફોન કરે છે. આરતી એ કહ્યું કે હા મને ખબર છે. તેનો મિત્ર રાકેશ કુણાલને ઇશારો કરી બહાર લઈ ગયો અને સંગીતાની વાત કરી કે તે ખૂબ રડતી હતી. તું હવે ફોન ન કરીશ. તેના પતિને પણ આ વાત ની જાણ થઈ ગઈ છે. કુણાલ તેના મિત્ર ની વાત સાંભળી સંગીતાને દુ:ખ ન પહોંચે તે માટે ફોન ન કરવા સંમત થઈ ગયો. જેને પ્રેમ કર્યો છે તે દુ:ખી ન થાય તેમ કુણાલ ઇચ્છતો હતો. હવે સંગીતા પણ કુણાલ ને ફોન કરતી નથી. પરંતુ બંને એ બીજા ભવ માં એક બીજા મળશે તેવા વચન આપ્યા. આજે પણ સંગીતા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. કુણાલ પણ પત્રકારત્વનું કામ કરે છે. સામાજિક સેવા કાર્ય પણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance