डॉ गुलाब चंद पटेल

Others

3  

डॉ गुलाब चंद पटेल

Others

દાદાને વ્હાલી દીકરી

દાદાને વ્હાલી દીકરી

6 mins
200


 “ દીકરી એટલે વ્હાલનો દરિયો “

મહેકતા ફૂલોની જેમ મધુર સુવાસ ફેલાવતી, દિલ સાથે જોડાયેલ અતૂટ વિશ્વાસ ધરાવતી પરિવાર ને રિદ્ધિ સિદ્ધિના સોપાન સાર કરાવતી અને પિતાના સ્નેહનો દરિયો, દાદા ને વ્હાલી દીકરી.

બે બે કુળ ને તારનારી દીકરી માટે કહેવત છે કે ‘દીકરી એટલે સાપનો ભારો' પરંતુ ના હવે એવું નથી, દીકરી એટલે દિ' ઉજાળે, આજે દીકરીઓ દીકરા કરતાં આગળ નીકળવા માડી છે, નાસામાં વૈજ્ઞાનિક તરીકે અવકાશયાનની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કલ્પના ચાવડા, કેન્દ્રિય મંત્રી મંડળમાં સંરક્ષણ મંત્રી તરીકે કામ કરનાર સિતા રામન, સુષ્મા બેદી વિદેશ મંત્રી તરીકે નામના મેળવનાર અને સૈન્યમાં સંરક્ષણ ક્ષેત્રે પુરુષ સૈનિકોની હરોળ માં સેવા કરનાર ,પોલીસ વિભાગ માં કામ કરનાર દીકરીઓ એ બાપ ના માથે થી સાપનો ભરો ઉતારી દીધો છે,સિનેમા ક્ષેત્રે અભિનેત્રી તરીકે ઉમદા અભિનય સાથે સુંદર મેસેજ પહોચાડી સમાજ ને નવી રાહ ચિંધનાર દીકરિયો સંગીત ક્ષેત્રે તેમજ લગભગ તમામ ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્ર સેવા માં જોડાઈ છે ,આ બધી બાબતો થી આપણે સૌ વાકેફ છીએ .

  ‘ દાદા ને વ્હાલી દીકરી ‘ગુજરાતી ચલ ચિત્ર દાદા દીકરી ના પ્રેમ ને સુંદર રીતે આલેખ્યો છે એક કહેવત છે કે દીકરી વ્હાલનો દરિયો, પરંતુ આપણે જોઈએ છીએ કે દીકરો જન્મે ત્યારે ઉત્સાહ અનેરો હોય છે ,પેંડા વહેચવામાં આવે છે, ખુશી મનાવવામાં આવે છે,જ્યારે દીકરી જન્મે ત્યારે પેંડા નું સ્વરૂપ જલેબી લઈ લે છે જેથી ખબર પડે કે દીકરો આવ્યો કે દીકરી, વધારે દુખ તો સમાજ ની અન્ય વ્યક્તિઓ પેદા કરતી હોય છે,કહે છે કે દશ લાખ નો કોરો ચેક આવી ગયો દીકરો જન્મે ત્યારે જે ખુશી જોવા મળે છે તે ખુશી માં ઉણપ દેખાઈ આવે છે, લોકો એમ કહેતા સાંભળવા મળે છે કે હાય હાય બિચારી ને દીકરો ભગવાને આપ્યો હોત તો સારું.

   આજે ભારતની દીકરિયો પરદેશમાં પણ રાજનૈતિક ક્ષેત્રે ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. કૃષ્ણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મીરાં અને રાધા જેવી દીકરીઓ ભારતમાં જન્મી છે. સોરઠમાં ડુંગરો વચ્ચે રહેતી ૧૪ ચરણ કન્યા હાથમાં ડાંગ લઈને જ્યારે સાવજ ને ભગાડવા દોડી જાય છે અને પોતાના પિતાનું તેમજ પશુઓનું રક્ષણ કરે છે આ પ્રસંગ ને ગુજરાતી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ સુંદર કવિતા “ ચૌદ વર્ષ ની ચારણ કન્યા “માં વર્ણવ્યો છે,

 હવે આજે પણ દીકરી જન્મે ત્યારે લોકો કેમ નાખુશ જોવા મળે છે તેના કારણો જાણીએ.

   સામાજિક પરંપરાઓ ,રીતિ રિવાજો,સમજીકસમજન નો અભાવ ,મને દુખ સાથે પ્રશ્ન એ થાય છે કે આટલા વર્ષો પછી પણ સામાજિક જાગૃતિ દીકરીઓ માટે આવી નથી ,સરકારે બેટી બચાવો ના નારા સાથે દહેજ પ્રથા માટે કાનૂની જોગવાઈ કરી સજા કરતો કાયદો બનાવ્યો છે તેમ છતાં સમાજ માં આ પ્રથા આજે પણ અમલી છે ,ભારત ના અમુક પ્રદેશ માં તો દીકરો ભણેલો હોય અને સારી નોકરી કરતો હોય તો સામે પક્ષે જે માંગે તે આપવું પડે છે ,તેના ભાવ ઊંચા હોય છે .માં બાપ પોતાની દીકરી ના સુખ ખાતર પોતાનું સર્વસ્વ ગુમાવી સારા મોભાદાર ઘર માં દીકરી ના લગ્ન કરે છે.આપણે સમાજ માં અખબારો ના મધ્યમ થી સાંભળીએ છીએ કે કરિયાવર માટે મહિલા ઑ ને ત્રાસ ગુજારવામાં આવે છે .દિન પ્રતિ દિન સામાજિક પ્રશ્નો વધતાં જોવા મળે છે . સમજી દૂષણો વધ્યા છે ,દીકરીઓ ના અપ હરણ થાય છે,તેના પર સામૂહિક બળાત્કાર થાય છે ,વાત એટલે થી અટકતી નથી તેને મોતના ઘાટ ઉતારવામાં આવે છે .નાની બાળાઓ કે જેની ઉમર ૭ થી ૧૦ વર્ષ ની હોય છે તેને પણ છોડવામાં આવતી નથી ,આ પ્રકારના ગુનાહિત કૃત્યો ઓછું ભણેલા અને સામાન્ય રીતે નીચેના વર્ગના લોકો વ્યસની લોકો અને ગુનાહિત પ્રવૃતિ માં સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવતા તેના લીધે આખો સમાજ બદનામ થાય છે .એક બાબત એ પણ ધ્યાને આવી છે કે નીચલાવર્ગની મહિલાઓ, દીકરીઓ સાથે બળાત્કાર ના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. લવ જેહાદના નામે દીકરીઓ ને પ્રેમ જાંળમાં ફસાવી તેને ઉપયોગ કરી ધર્મ ના નામે તેના પર ત્રાસ ગુજારવામાં આવે છે .જો કે સરકાર ના કડક વલણથી અને પૉલિશ ના કુનેહ ભર્યા પગલાં ઑ ને કારણે આ પ્રકાર ના ગુનાઓ ઘટ્યા છે.

આજે દેશની દીકરીઓ સજાગ બની છે ,સંસ્કારી છે,પોતાના બાપ ના મૃત્યુ પ્રસંગે જાતે કાંધ આપવાના તેમજ સ્મશાનમાં જય અગ્નિદાહ આપતી દીકરીઓ જોવા મળી છે, માં બાપની સ્થિતિ સારી ન હોય તો નોકરી કરી જાતે પગભર બની પોતાના પત્ર ની શોધ કરતી પણ જોવા મળી છે.દીકરી બાપ ના પ્રેમનો અતૂટ વિશ્વાસ છે. દીકરીઓ પણ દીકરો થી એક કદમ આગળ વધવા લાગી છે.સામાજિક પરીવર્તન આટલા વર્ષો પછી પણ જોવા મળ્યું નથી ,પહેલા ના જમાનામાં દીકરીઓ ને દૂધ પીતી કરવામાં આવતી હતી એટલે કે તેને મારી નાખવામાં આવતી હતી ,રાજા રામ મોહન રાય દ્વારા આ પ્રથાનો વિરોધ કરી તેને દૂર કરી હતી ઇતિહાસમાં નજર નાખીએ તો ઝાંસી ની રાની લક્ષ્મી બાઈ અને ઝલકારી બાઈ સૈન્ય ની વડી કે જેને લક્ષ્મી બાઈ ને અંગ્રેજોએ સામે લડવામાં ખૂબ મદદ કરી હતી.

  તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક કાયદો ઘડવામાં આવ્યો છે કે દીકરીઓ ને બાપ ની મિલ્કતમાંથી ૫૦ % હિસ્સો મેળવવા હક્કદાર છે, પરંતુ મારે અહી એક નમ્ર સૂચન સમાજિક આગેવાન અને માનનીય કોર્ટને કરવાની ફરજ પડી છે તેનું કારણ એ છે કે સામાજિક રીતિરિવાજો થી દીકરીઓ ના લગ્ન કરવા માટે માં બાપ ને પોતાના ગજા ઉપરાંત નો ખર્ચ કરવો પડે છે, દીકરીએ કરિયાવર, મામેરું આપવું પડે છે તે સંજોમાં વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે પિતા મૃત્યુ પામે છે અને જે કોઈ મિલ્કત જેવી કે જમીન અને બંગલો મૂકી ગયા હોય તેના વેચાણથી આજે મોટી રકમ મળવાની હોય ત્યારે દીકરી અને જમાઈ કોર્ટ સુધી પહોંચી જઈ ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને પ્રેમનો વધ કરી નાખતા અટકતી નથી, સમાજમાં આ પ્રકાર ના કિસ્સાઓ વધવા લાગ્યા છે ત્યારે મારૂ વિનમ્ર સૂચન છે કે આ વિષય માં વિચારે અને કાયદા ના સ્વરૂપ વિષે કોર્ટ અને સામાજિક સંગઠનો વિચારે, કારણ કે આજે સંવેદના મારી પરવારી છે. સંબંધો ઔપચારિક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે .ભાઈ બહેન ના પ્રેમ માં ઓટ આવા લાગી છે ,ભાઈ બહેન નો પ્રેમ તો અમર છે, દીકરી રક્ષાબંધનના દિવસે ભાઈ ને રાખડી બાંધી ભાઈની રક્ષાની મંગળ કામના કરે છે, તે સંજોગોમાં આ પ્રેમ સદાને માટે અમર રહે એવા રિવાજ અમલમાં રહે તે જોવાની આપના સૌની ફરજ છે. 

   અહી એક ઉદાહરણ રજૂ કરું છું. દીકરીના લગ્ન સમયે તેને કરિયાવર આપવામાં આવે છે તથા સારા પ્રસંગો એ તેને મામેરું આપવામાં આવે છે સામાજિક રીત રિવાજો પ્રમાણે આ બધુ 

ચાલતું આવ્યું છે, પરંતુ આ પ્રસંગોપાત જે ખર્ચ થાય છે તેમાં જોઈએ તો જયારે પાંચ હજાર રૂપિયા એક તોલા સોનાનો ભાવ હોય અને જમીન તે સમયે પચીસ હજાર રૂપયે એક વીઘાનો હોય તો ૫૦ તોલા સોનાની કિમત પાંચ હજાર લેખે અઢી લાખ થાય જ્યારે જમીન પચીસ હજાર લેખે ગણતાં ૧૦ વીઘા જમીન ખરીદી શકાઈ હોત, તેનો આજની તારીખે ભાવ રૂપિયા એક વીઘા ના ભાવ એક કરોડ લેખે ગણતાં દસ કરોડ ની થઈ હોત, આ સંજોગોમાં દીકરી પોતાના હક્ક માટે કોર્ટમાં જાય તે કેટલા અંશે ઉચિત ગણી શકાય ? એટલે સામાજિક આગેવાન અને ન્યાયધીશો એ વિચરવું જોઈએ અને ભાઈ બહેન ના પ્રેમ અતૂટ બની રહે તે વિષે ચોક્કસ વિચાંરવું જોઈએ. જ્યાં સુધી સામાજિક પરીવર્તન રીતિ રિવાજો અને પરંપરાઓ માં નહીં આવે ત્યાં સુધી કાનૂન અને બેટી બચાવો ના નારા સફળ થશે નહીં,જોઈએ તેટલું પરિણામ મળી નહીં શકે .દીકરી વિના સમાજિક અને દેશનો વિકાશ શક્ય નથી.સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપીએ, દીકરીને આવકારીએ અને લોકો સ્વમેળે દીકરી ને આવકારે તેવું સામાજિક વાતાવરણ પેદા કરીયે .હવે દીકરી રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધી તિલક કરી ભાઈની રક્ષા માટે પ્રભુ ને પ્રાર્થના કરે છે, મંડળ કામના કરે છે. ભાઈ બહેનના પ્રેમ વિષે ગુજરાતી માં અને હિન્દી માં બહુ જ ગીતો રચાયા છે. પરંતુ અહી આપણે એક ગુજરાતી ગીત જે ખૂબ ગવાય છે તે આપણે સાંભળીએ.

         “કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી”

કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ,

ભાઈ ની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી,

લીમડી ની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલાં ખાય 

હિંચકો નાનો બેન ને એવડી આમ ઝુલણિયો જાય,

લીંબુડી લીંબુડી હેઠે બેની બા હીંચકે હિલોળા ખાય,....કોણ હલાવે 

એ પંખીડા પંખીડા, ઓરા આવો એ પંખીડા.


બેની મારી હિંચકે હિંચે ,ડાળિયો તું ઝૂલાવે,

પંખીડા ડાળીએ બેસો ,પોપટજી પ્રેમથી હિંચકો..કોણ હલાવે 

આજ હિંચોડે બેનડી, તારા હેત કરાયા ન જાય ,

મીઠડો વારુ આજ બેની તારા હિંચકે બેસી જાય,

કોયલ ને મોરલા બોલે, બીની નો હિંચકો ડોલે,

કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,

ભાઈ ની બેની લડકી ને ભઈલો ઝુલાવે ડાળખી,

બેનડી ઝૂલે નીચે, ભઈલો ઝુલાવે, ડાળખી.


Rate this content
Log in