ધરતી રત્ન અવોર્ડ વિજેતા
ધરતી રત્ન અવોર્ડ વિજેતા


ધરતી રત્ન અવોર્ડ(૨૦૧૧) વિજેતા ડૉ ગુલાબચંદ પટેલ
ધરતી પર બે પ્રકારના પુષ્પો ખૂબ માનીતા - પ્રિય છે. એક છે કમળ કથોપકથાન પ્રમાણે કમળનું પુષ્પ પ્રજાપિતા બ્રહ્માજીનું આસન છે, આજ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે,
બીજું ફૂલ "ગુલાબ "'બ્રહ્માજીના સર્જનમાં' "ગુલાબ" નું સ્થાન અનેરું છે. ગુલાબ એ સ્વભાવે ગુલાબી સુગંધથી મઘમઘતું ફૂલ છે. બહારના સૌંદર્યની સાથે તેના અંતરમાં જે સુગંધ છે તે પણ અનેરી છે, આવું "ગુલાબ" નામધારી એક વ્યક્તિને મળીએ, મૂળ નામ ગુલાબચંદ પટેલ છે તેમનામાં તેમના કાર્યોની સુગંધ છે અને તેમની વાણી કર્ણપ્રિય છે, શીતળતાનો અનુભવ કરાવે તેવી શાંત - સંસ્કારી અને સાંભળવી ગમે ઉપરાંત તેમની વાણી પ્રમાણે સંભાળનાર વર્તન કરવા પ્રેરાય તેવી છે. "ચંદ્ર" જેવી શીતળ છે.
શ્રી ડૉ ગુલાબચંદ પટેલ તેમના આ ગુણોનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરી રહ્યા છે.
જીવનમાં સારી વાતનો સ્વીકાર /નુકસાન કરનારી વાતનો ત્યાગ.
કેટલાક વ્યસન એવા હોય જેની ટેવ છોડવી એ કોઈક માટે સન્યાસ લેવા જેવું બની રહે, છતાં ગુલાબચંદ ભાઈની સ્નેહભરી વાણીના પરિણામે ઘણા બધા માણસોએ "ઝેરી" વ્ય્સનોથી સન્યાસ સ્વીકારી લીધો છે.
આપણો સમાજ "શૂરા" ને બિરદાવે છે, શૂરાને દફનાવી દે છે બિરદાવવાનું અને દફનવવાંનું પ્રેરક બળ છે. ગુલાબચંદ ભાઈનું મીઠી ચોકલેટ અને પાણી મૂકવા જેવી સોગંદ લેવા જેવી પ્રતિજ્ઞા, આવી પ્રવૃત્તિ કરવાથી ગુલાબ ચન્દ ભાઈને શું ફાયદો?
અરે ભાઈ એમની પાસે "સરસ્વતી" જેવી વાણી છે, તેમની પાસે દેવ દેવીઓને સ્નાન કરાવાય, શુભ પ્રસંગો એ જેનો છંટકાવ થાય તેવું "ગુલાબ" જળ છે, આવી વ્યક્તિ ને મન બીજા કોઈ ફાયદાનો વિચાર પણ ક્યાંથી આવે?
છતાં સ્વર્ણિમના કાર્યો કર્યે જાય છે, એમના સમાજ શુધ્ધિકરણના કાર્ય માટે અનેક અભિવાદનના અધિકારી બની રહ્યા છે.
ખાસ વાત મહત્વની એ છે કે તેઓ "ગાંધીનગર" ના નિવાસી છે, પોતાનો સમય આપી વ્યસનીઓને સમજાવી વ્યસન મુક્ત કરે છે, ગુલાબચન્દભાઈ કમળ જેવી કોમળ કવિતાઓ લખે, સૌ કોઈને ગમે, જે ધરતી આ પુષ્પો, પ્રેમથી આપે છે તે માત્રુભૂમિ ભારતને ભૂલ્યા નથી "જય જય ગરવી ગુજરાત" "નર્મદાના વારસદાર છે.
નામ "ગુલાબચન્દ ભાઈ "છે.
ગાંઠનું ગોપીચંદ સમાજ ને અર્પે છે.
આવું કાર્ય કરનાર ને કોઈ પોતાના વખાણ કરે કે ન કરે, તેની પરવા નથી ખરેખર તો પોતાની પ્રસંશા બાબતે આવા સન્યાસી ને ગમે કે ન ગમે આપણે તો,. આ "કર્મ દિપ" અવોર્ડ" ફૂલ નહીં ને ફૂલ ની પાંખડી "કૃતાર્થ" થઈને આપ ને અર્પણ,
પ્રસરતી રહે આપની સુગંધ સર્વદા.