વહેમમાં ખીલ્યું કમળ
વહેમમાં ખીલ્યું કમળ


જલ્પાએ બુમ પાડી. માસી દોડો દોડો. એટલે બાજુ માં રહેતા માસી દેવી દોડી આવ્યા. સામેના મકાનમાં રહેતા મીના કુમારી અને શેલજા માસી પણ દોડી આવ્યા. એમણે કમલ ને સમજાવી ને બીજા રૂમમાં બેસાડ્યો. કમલ એક સિનિયર સિટીઝન છે. તે સરકારી કચેરીમાં નોકરી કરતો હતો. વય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાને કારણે તે નિવૃત્ત થયો હતો. પુત્ર વધુ જલ્પા છે. પુત્રી કેટના સાસરે છે. તે દિવાળી માં આવી હતી પણ પરત સાસરે ગઈ નથી. પુત્ર સંદિપ એક સારી શૈક્ષણિક સંસ્થા માં નોકરી કરે છે. સંદિપ ના પિતા કમલ એક સામાજિક કાર્યકર છે. કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી. તેમજ વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ભૂત સરકારી અધિકારી છે.
તેઓ ની પત્ની ઉગ્ર સ્વભાવ ધરાવતી અને વહેમિલિ છે. ઓછું ભણેલી છે. શહેર માં ઉછરેલી છે પરંતુ વહેમ તેનો જન્મ સિધ્ધ અધિકાર છે. તેનું નામ પાન બાઈ છે. સંદિપ ઓફિસ જાય એટલે પતિ કમલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કરે છે. તે સંદિપ થી ડરતી હતી પરંતુ તેની ગેર હાજરી માં તે બેફામ બની જાય છે. કમલ તેને ખૂબ સમજાવે છે. પરંતુ તે સમજવા માટે તૈયાર નથી. એક કહેવત છે કે "વહેમ નું ઓસડ ન હોય "તો પણ તે સમજવા તૈયાર નથી.
કમલ તેને ખૂબ સારી રીતે રાખતો હતો. તે પોતાની પસંદગી ની સાડી ઓ લાવતો હતો જે પાન બાઈ ને ખૂબ પસંદ આવતી હતી. પરંતુ પાન બાઈ કોઈના કહેવા મુજબ વહેમ માં ઉંડી ઉતરી ગઈ હતી. કમલ સંસ્કારી હતો. તે આવું કોઈ કામ ન કરે જે ઘર ની શાંતિ અને આબરૂ ને બગાડે તેવા તેના સંસ્કાર અને રહેણી કરણી ન હતી તેમ છતાં પાન બાઈ કોઈ વિચાર કર્યા વિના ઘર માં અશાંતિ પેદા કરતા. જે પુત્ર અને પુત્ર વધુ ને ગમતું ન હતું પરંતુ શું કરે. કેટલા સમજાવે પાન બાઈ ને? પાન બાઈ ને તો કુટેવ પડી ગઈ હતી. આજુ બાજુવાલા ની કોઈ શેઃ શરમ રાખ્યા વગર. ઊંચે અવાજે ગમે તેમ કમલ ને બોલવું. ગાળો બોલવી. અપમાન કરવું જાણે આ બધું તેને કોઠે પડી ગયું હતું. આ પહેલા કમલ સાથે પાન બાઈ એ આવું વર્તન ક્યારેય કર્યું નથી. કમલ પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ હવે કમલ કોઈ યુવાન છોકરી સાથે વાત કરે તો પણ તેને ગમતું નહી. તેમ છતાં કમલ સાઉથ ભારત ના પ્રવાસે પાન બાઈ ને ફરવા લઈ જાય છે. કમલ ના પગ માં હવે ઘસા રાને કારણે દુ:ખે છે તેમ છતાં તે પ્રવાસે જાય છે. પ્રવાસ દરમિયાન બે છોકારી ઓ લક્ઝરી બસમાં સાથે હોય છે તેની સાથે ઓળખાણ થાય છે. જેમાં એક છોકરીના પિતા ને કમલ ઓળખતો હતો. બીજીના પિતા ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા હતા. તેઓ એલ ટી સી પ્રવાસમા આવ્યા હતા. આ બંને છોકારીઓ ખુબજ દયાવાન અને નિર્દોષ સ્વભાવ ધરાવતી હતી. જ્યાં પણ ચઢાણવાળી જગ્યા આવે ત્યાં કમલનો હાથ પકડી લઈ જતી હતી. હવે તિરુપતિ બાલાજી મંદિર આવ્યું ત્યાં જવા માટે બધા લોકો લાઈન માં ઉભા રહ્યા હતા ત્યારે કમલ પગમાં દુખતું હોવાથી બહાર ઊભો હતો ત્યારે એક નાનો છોકરો આવ્યો. કમલ ને કહ્યું અંકલ અહીં કેમ ઊભા છો તો કમલે કહ્યું મારા પગમાં દુખે છે. પેલા છોકરાએ કમલ નો હાથ પકડી જ્યાં થી દર્શન કરી શકાય તે રીતે મંદિર ની સામે કમલ ને લઈ ગયો. કમલ ને કોઈ તકલીફ વિના ભગવાનના દર્શન થયા. તે બહાર આવી જે ગાડી ભાડે લાવ્યા હતા તેમાં જઈને બેઠો. જમવાનો સમય થયો હતો પરંતુ બીજા સાથીદારો અને પાન બાઈ પરત આવ્યા નહીં એટલે ડ્રાયવર ને સાથે લઈ જઈ કમલ ભોજન કરી લે છે. સાંજે પાંચ વાગ્યા સુધી પણ આ બધા પરત આવ્યા નહીં એટલે કમલ ચા પીવા જાય છે. મંદિર તરફ આગળ વધી નજર કરે છે પરંતુ કોઈ દેખાતું નથી.
બેંગલોર બસ પહોચી એટલે રાધે કૃષ્ણ મંદિર પાસે બસ ઊભી રહી. જેને દર્શન કરવા હોય તો તે જઈ શકે છે. પરંતુ બધા ન નીચે આવ્યા પરંતુ જેને દર્શન કરવા હતા તે લોકો નીચે દર્શન કરવા માટે ગયા. પાન બાઈ ન ગયા. કમલ નીચે ઉતરી દર્શન કરવા માટે મંદિર તરફ આગળ વધીને ઊભો રહ્યો કારણ કે તે પાન બાઈ ની રાહ જોઈ રહ્યા હતો. પરંતુ તે ન આવ્યા એટલે કમલ દર્શન કરવા માટે મંદિર ના પગથિયા ચડયો. દર્શન કરી ને તે પરત આવ્યો એટલે પાન બાઈ નો પિત્તો ગયો. હું તને શોધ્યા કરતી હતી અને તું ક્યાં ગયો હતો? કમલ કહે હું દર્શન કરવા માટે ગયો હતો. તું ન આવી એટલે હું એકલો બધા ની સાથે ગયો એમાં ખોટું શું છે? પાન બાઈ કહે પેલી પીનલ તારી પ્રિયતમા છે તેની સાથે ગયો હતો. તે લઈ ગઈ હશે તને. પીનલ ના મમ્મી પપ્પા બંને સાથે જ હતા મંદિરે. તેઓ ખૂબ પ્રેમાળ હતા. મિલનસાર સ્વભાવ ના હતા. પીનલ કૉલેજ માં અભ્યાસ કરતી હતી. તે કમલ ને અંકલ કહી ને બોલાવતી હતી. પ્રવાસ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખતી હતી. પ્રવાસ પુરો થયો સૌ અમદાવાદ પહોંચ્યા. સૌ એક બીજા ને મળી ને છૂટા પડ્યા. પ્રવાસ દરમિયાન ખૂબ જ મજા આવી.
એક દિવસ કમલ પાન બાઈ સાથે અમદાવાદ પીનલ ના ઘેર જાય છે. પરંતુ પાન બાઈ ને ગમતું નથી. તેને વહેમ હતો કે પીનલ કમલ ને એસ એમ એસ કરે છે. તે કમલ ની પ્રેમિકા છે. તેને ચાહે છે. ત્યાં થી તેઓ ઘેર આવે છે.
પાન બાઈ અચાનક પેટ માં દુખે છે એટલે કમલ તેને સારા માં સારી હોસ્પિટલ માં લઈ જઈ તપાસ કરાવે છે. પેટ માં કિડની પર ગાંઠ છે. તેનું ઓપરેશન કરાવવું પડે તેમ ડોક્ટરે જણાવ્યું. રૂપિયા ત્રણ લાખ ખર્ચ થાય તેમ છે. તેમ છતાં કમલ પૈસા નો વિચાર કર્યા વિના પાન બાઈ ને ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરી દેશે. ઓપરેશન હાથ ધર્યું તો ખૂબ સમય લાગ્યો એટલે ડોકટરે કમલ ને બોલાવી કહ્યું જુઓ આ બધી નસો એક બીજા અવયવ સ
ાથે જોડાઈ ગઈ છે એટલે જોખમી છે. કમલ ને ઓપરેશન થિયેટર માં લઈ જાય છે અને આ બધું બતાવે છે. ઓપરેશન ચાર કલાક સુધી ચાલ્યું હતું. પાન બાઈ ની તબિયત સારી હતી. બીજા દિવસે રિપોર્ટ લેવા માટે લેબ માં જવાનું હતું એટલે કમલ રિપોર્ટ લેવા જાયછે. રસ્તા માં પીનલ નું ઘર આવે છે એટલે પરત આવતા કમલ પીનલ ને ઘેર મળવા માટે જાય છે. કમલ ઘેર ગયો ત્યારે તેની મમ્મી અને ભાભી બંને હતા. પીનલ ચા બનાવી લાવે છે કમલ ચા પીને તેની મમ્મી પાસે રજા માંગે છે કે હું જાઉં છું. તો પીનલ ના મમ્મી ના પાડી દીધી કે તમારે જમ્યા વિના જવાનું નથી. પીનલ ના મમ્મી એ મગ ની ડાલ નો શિરો બનાવે છે. કમલ જમવા માટે રોકતા થોડી વાર લાગે છે. કમલ પીનલ ને મળી હોસ્પિટલ જવા માટે નીકળે છે. હોસ્પિટલ પહોંચતા જ પાન બાઈ ગુસ્સે થઈ ગઈ અને કમલ ને કહે છે કે તું ક્યાં જઈ આવ્યો? કમલ કહે હું રિપોર્ટ લઈ આવ્યો. રિપોર્ટ તૈયાર ન હતા એટલે થોડું મોડું થયું છે.
કમલ કહે છે કે પીનલ સરળ સ્વભાવ ની છે. હસમુખ છે. તેની મમ્મી અને પપ્પા પણ ખૂબ સરલ સ્વભાવ ના છે. તેઓ ના આગ્રહ થી હું જમવા રોકાયો હતો. પીનલ ની મમ્મી કહે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જઈ ને પણ જમવું તો પડશે ને? બહાર નું જવાથી બીમાર પડી જવાય. શાંતિ પીનલ ની મમ્મી એ તો તાત્કાલિક શીરો બનાવવા માટે બેસી ગયા હતા. બહુ સમજાવવા છતાં પથારી માં પણ પાન બાઈ ચૂપ ન રહી શક્યા. હોસ્પિટલે થી રાજા આપી ઘેર લઈ જવામાં આવ્યા. બિલ રૂપિયા ત્રણ લાખ કમલ ને ચુકવવા પડ્યા. હોસ્પિટલ દ્વારા ખૂબ ઊંચું બિલ ઉતારવામાં આવ્યું હતું. વિનંતી કરી હતી પરંતુ તે બિલ ઘટાડવામાં ન આવ્યું.
ઘેર આવી કમલ પણ પાન બાઈ ની સારસંભાળ રાખતો હતો તેમ છતાં તે ચૂપ ન રહે અને કમલ ને શાંતિ થી બેસવા પણ ન દે તેથી કમલ એ પાન બાઈ ની રૂમમાં જવાનું પણ બંધ કરી દીધું. પાન બાઈ સાજા થઈ ગયા પરંતુ પીનલ ને ત્યાં કમલ જમી ને આવેલો તે ભૂલતા નહીં અને ટેવ મુજબ બોલવાનું શરૂ કરી દેતા.
કમલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતો ત્યાં તેને પોતાની સોસાયટી ની એક છોકરી મળી તે કમલ ને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ. પાન બાઈ સાથે હતા. તેમને તો આ ગમ્યું નહીં. પેલી છોકરી કમલ પાસે ઊભી રહી હતી. પાન બાઈ તેમની દવા લેવા માટે લાઈન માં ઉભા હતા. સરિતા એ કહ્યું લાવો હું દવા લાવી આપું હું અહીં નોકરી કરું છું એટલે મારે લાઈન ઊભા રહેવા ની જરૂર નથી. પાન બાઈ કહે હવે નંબર આવી જશે. સરિતા કમલ સાથે વાત કરી રહી હતી તે જોઈ ને પાન બાઈ થી રહેવાયું નહીં. તે જલ્દી જલ્દી કમલ પાસે આવ્યા. પેલી મારી સોશ શું વાત કરી રહી હતી. તે તને મળવા આવી જ જાય છે. આપણે જયારે જ્યારે હોસ્પિટલ આવીએ છીએ ત્યારે તે તને મળવા માટે આવી જ જાય છે. કમલ કહે તેની નોકરી છે તે અહીં જતાં આવતા જુએ છે એટલે આપણને મળવા આવે છે.
હવે પેલી છોકરી એ વિચાર્યું કે આ અંકલ કેટલા ભોળા છે અને આ બાઈ કેવું વર્તન કરે છે. ધીરે ધીરે પેલી છોકરી કમલ ને મનોમન ચાહવા લાગી. સરિતા એ પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેણે છૂટા છેડા લીધા હતા કારણ કે તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરતો હતો અને વહેમ રાખી તેને ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હતો. કમલ ને પણ સરિતા તરફ આકર્ષણ થયું. તે સરિતા ને મળવા માટે હોસ્પિટલ જતો. સરિતા તેની સાથે મન ભરીને વાતો કરતી. કમલ કહે સરિતા તું હસે ત્યારે ખૂબ સુંદર લાગે છે. તારી સ્માઇલ મને ખૂબ ગમે છે. તો તું રોજ મને સ્માઇલ આપી ને ઓફિસ પર જજે. સરિતા પણ કમલ ને સ્માઇલ આપી ઓફિસ જવા લાગી. કમલ તેની સ્માઇલ પર ફિદા થઈ ગયો હતો.
એક દિવસ કમલ સરિતા ને જોઈ ને હસ્યો હતો તો તેની મમ્મી આ જોઈ ગઈ અને સરિતા ને પણ હસતાં જોઈ ગઈ. તેણે સરિતા ને ખૂબ ઠપકો આપ્યો હતો. કે તું કેમ આ વ્યક્તિ સાથે સંબંધ રાખે છે તે તારા કરતા બે ગણી ઉમર ના છે. સરિતા પર પ્રતિ બંધ લાગી ગયો. સરિતા કમલ ને ખૂબ પ્રેમ કરતી હતી અને કમલ પણ તેને ખૂબ ચાહતો હતો. તેણે સરિતા ની નજીક જવા માટે તેની નાની બહેન ના લગ્ન તેના મિત્ર ના પુત્ર સાથે ગોઠવી આપ્યા. સામાજિક રીતે લગ્ન ગોઠવાયા હતા. કમલ ને પણ આ લગ્ન મા ખાસ ઉપસ્થિત રહેવા માટે જણાવાયું હતું પરંતુ કમલ ને ઘર માં ભાઈ ના પુત્ર ના લગ્ન હોવાથી ગામ જવાનું થયું. કમલ ને ડાંસ કરતી વખતે પગ માં મોચ આવી હતી તેથી તે પાટો બંધાવી ભાઈ ના પુત્ર ના લગ્ન મા જાન માં ગયો પરંતુ પગ માં ખૂબ દુખાવો થતો હતો તેથી તે ઘેર જઈ આરામ કરે છે. બીજે દિવસે સરિતા ની બહેન ના લગ્ન મા જવાનું હતું પરંતુ તે જઈ શક્યો નહીં કારણ કે તેને પગ માં ખૂબ દુખાવો થતો હતો અને ચાલી શકાય તેમ ન હોવાથી તે જઈ શક્યો નહીં. કમલ ને ખૂબ ઉમંગ હતો કે જઈ સરિતા સાથે ડાંસ કરશે. તેની સાથે ભોજન કરવા નો ચાંસ મળશે પરંતુ સ્વપ્ન તૂટી ગયું. કમલ ઘેર આવે છે. પછી તે ધીમે ધીમે સરિતા સાથે આગળ વધે છે. ફરી થી સરિતા અને કમલ એક બીજા ને મળે છે. સરિતા કમલ સાથે જીવન જીવવા તૈયાર થઈ જાય છે. કમલ પણ એજ ઇંચછતો હતો. કાદવ માં કમળ ખીલે છે પરંતુ અહીં તો વહેમ માં કમળ ખીલે છે. કમલ અને સરિતા લગ્ન કરી લે છે અને પોતાની જિંદગી જીવે છે. અહીં પાન બાઈ એકલા પડી જાય છે કારણ કે કમલ પાન બાઈ ને છોડી દે છે અને સરિતા સાથે લગ્ન કરી કોઈ અલગ શહેર માં રહેવા જતાં રહે છે.
વહેમ ની દવા ન હોય. વહેમ રાખતા પાન બાઈ એકલા પડી જાય છે તેનો પતિ તેને છોડી ને સરિતા સાથે લગ્ન કરી લેશે. તેમના વહેમ ના કારણે જ સરિતા નામનું કમળ ખીલી ઊઠે છે.