Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Vijay Shah

Inspirational Romance Tragedy


3  

Vijay Shah

Inspirational Romance Tragedy


કુટુંબ અને કારકિર્દી ક્ષેત્રે

કુટુંબ અને કારકિર્દી ક્ષેત્રે

7 mins 14.9K 7 mins 14.9K

‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

મહેંક મળી ગઈ

ઢળતી સંધ્યા… મંદમંદ વહેતો પવન… ઉનાળાના તાપથી તપેલી ધરતી ઉપર હમણાં જ છાંટેલા પાણીથી ધરતી મ્હેંક મ્હેંક થતી… બંગલાના કમ્પાઉન્ડમાં ખીલેલા ગુલાબને જોઈ અંજુ વિચારતી હતી… કેવા સુંદર દિવસો હતા એ… અમરિષના કમ્પાઉન્ડમાં ખીલતાં પ્રત્યેક ગુલાબ જાણે અંજુના વાળમાં શોભાવવાનું બાનાખત લખાવીને આવ્યા હોય… ગુલાબની ભરપૂર સીઝનમાં આખા ચોટલાને ઢાંકી દેતી લાંબી લચક વેણી નાખીને અંજુ જતી…

અમરિષ અને અંજુ પાડોશી હતા. બાલ્યાવસ્થાની મૈત્રી યૌવનનાં ઉંબરે પ્રણયમાં પરિણમી. પરંતુ કોલેજને ઉંબરે છૂટા પડ્યાં. અંજુ મેડીસીનમાં ગઈ અને અમરિષને થોડા ટકા ખૂટતાં… ત્યાંનો ત્યાં જ રહ્યો… ભણતરના તફાવતને ગૌણ બનાવીને પણ અંજુ અમરિષ સાથેના સંબંધોને જાળવતી રહી અને બંને એક થયા.

કુળદેવીને પગે લાગતા અને બારણે કુમકુમના થાપા પાડતી અંજુ વિચારતી હતી પ્રણયની તપસ્યાનું આ સુખદ પરિણામ, આજે એનો મનનો માનેલો ભરથાર દુનિયાની હાજરીમાં અને અગ્નિની સાખે તેનો બન્યો. લગ્નથી તેનો અભ્યાસ ન અટ્‌કયો. ગાયનેકમાં એમ.ડી. કર્યું. બુદ્ધિની તેજસ્વિતાને પરિણામે એ સફળતાનાં શિખરો ઓળંગતી જવા માંડી.

પણ… કાશ તેને ખબર હોત કે આ તેજસ્વિતા એની વેરણ થવાની છે તો કદાચ કદી પણ તે આટલું બધું ન ભણત. અમરિષ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો અને અંજુ ભણતી હતી. ભણતર પૂરું થયું અને પ્રેક્ટિસ શરૂ કરી અને વિચારોમાં મતભેદ પડવાની શરૂઆત થવા માંડી. અંજુને લાગવા માંડ્યું કે અમરિષ કોઈ પ્રકારની લઘુતાગ્રંથિથી પિડાય છે… એના મિત્રવૃંદમાં ભળી શકતો નથી. પ્રેક્ટિસ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ… એ બધાં ગૌણ મુદ્દા પર અંજુ બહુ ધ્યાન આપી શકતી નહીં.

એક દિવસ એવું બન્યું. જેની એને ઘણા દિવસથી ધાસ્તી હતી. ‘અંજુ ! હમણાં તું સમયની બાબતમાં ખૂબ જ અનિયમિત થતી જાય છે.’

‘અમી, પેશન્ટ એટલા બધા હોય છે ને કે…’

‘અંજુ તુ ડોક્ટર ભલે હોય પણ સાથે સાથે મારી પ્રેયસી પણ છે, પત્ની છે. તારા આખા દિવસમાંથી ૬થી ૮ કલાક પેશન્ટોને માટે પૂરતા છે. ચોવીસ ચોવીસ કલાક કંઈ પેશન્ટોને ન જોયા કરવાના હોય. બાને થોડીક કામકાજમાં રાહત રહે… આપણું પણ ગૃહસ્થજીવન કિલ્લોલતું રહે. તું ટાઈમ ફિક્સ કરી નાખ અને ઘેર કોઈ જ પેશન્ટ ન જાઈએ.’

‘અમી ! એવું ન ચાલે. કોઈક ઈમર્જન્સીના કેસ હોય. પ્રેગ્નન્સીના અરજન્ટ કેસ હોય તો મારે જવું પડે.’

‘અંજુ ! તને કહ્યું ને ! બસ તેમજ કરવાનું…’

‘અમરિષ પતિ મહારાજના મૂડમાં આવી ગયો. અંજુને તેનું અભિમાન ઘવાતું લાગ્યું. તે સમજી ગઈ હવે આને સમજાવવો વ્યર્થ છે. પણ મનમાં તો તે સમસમી રહી હતી… અમરિષ મારી પ્રગતિ સાંખી નથી શકતો! મારા વ્યક્તિત્વને … મારી વધતી જતી કીર્તિને સહી નથી શકતો. તેથી ઘડીભર તો રડી પડવાનું મન થઈ ગયું. હે ભગવાન, હું ક્યાં આને પનારે પડી. એ ડુમો ખાળીને એના રૂમમાં જતી રહી.’

અમી! કટેલો મીઠડો હતો… એનામાં આ કડવાશ… ક્યાંથી ભરાઈ ગઈ! લાગણીનો સતત વહેતો સ્ત્રોત અચાનક… કુંઠિત કેમ થઈ ગયો… ઘરમાં તથા મિત્રોમાં કેટલાયના વિરોધ વચ્ચે મેં અમરિષને પસંદ કર્યો… બાળપણથી ચાલી આવતી પ્રીતને માથે મુકુટ ચઢાવ્યો…. બધી જ બહેનપણી કહેતી હતી કે અંજુ ! ડોક્ટરને તો ડોક્ટર પતિ હોય તો જ એકબીજાને પૂરક બની રહે… તારો અમરિષ પ્રેમ વાસ્તવિકતાની ભૂમિકાથી પર છે તું પસ્તાઈશ…!

પણ પ્રેમનો પંથ છે શૂરાનો માનીને તો મેં ઝુકાવ્યું હતું. હવે પછી ડરે છે શાની? તારો અમરિષ તારા પણ ભલા માટે જ કહે છે ને… ચોવીસો કલાક શું… પેશન્ટ પેશન્ટને પેશન્ટ હેં…? તને તારું નાનકડું કિલ્લોલતું કુટુંબ બનાવવા ધગશ નથી? એને વર્ષો પહેલાં પોતાના શબ્દો યાદ આવ્યા… અમરિષ ગુલાબની બે અધખૂલી કળીઓ લઈને આવ્યો હતો. એમે અમરિષને કહ્યું હતું.

‘અમી ! આ કળી છોડ પર રહી હોત તો કાલે મઝાનાં ગુલાબ થાત નહીં?’ હા, પણ પછી એ કળી ન રહે.

તું જાણે છે અમી, દરેક છોડનું ફૂલ એ બાળક છે. પ્રસવવેદના સહીને જેમ મા બાળકને જન્મ આપે તેમ છોડ – ટાઢ-તડકો સહન કરીને એની ઋતુમાં ફૂલ આપે.

મને એટલે જ તો ડાળી તેને છેડા ઉપર જન્મ આપે છે.

‘અમી ! આપણું ફૂલ પણ આવું સુકોમળ અને પ્રફુલ્લિત હશે ને…’ સ્વપ્નશીલ દૃષ્ટિથી અમરિષને જોતાં હું બોલી હતી.

‘હા અંજુ, તારી બુદ્ધિ તેજસ્વિતા હશે અને મારી મીઠાશ…’

ઓહ ! અમી, તારી મીઠાશ ક્યાં ગઈ? તું આટલો બધો કડવો કેમ થઈ ગયો? તું તારી અંજુને આવી રીતે કહી કઈ રીતે શક્યો… ફરી પેલો ડંખ ચચરી ગયો… ઘણા સમયથી તે જોઈ રહી હતી કે અમરિષ તેનાથી ઊખડો ઊખડો રહેતો હતો. કામ પૂરતી જ વાત, ન હાસ્ય, ન વાણીમાં મીઠાશ, ન ટીખળ… પણ કામના બોજામાં એ બધું જ હું વીસરી જતી.

અચાનક હૃદયે ટકોર કરી. અરે ગાંડી, દાંમ્પત્યજીવનમાં પડેલી નાની તિરાડમાં જા બેદરકારી રાખીને કંઈ જ ન કરીએ તો એક દિવસ ખીણ બની જાય. ખરેખર આજે પહેલી વખત મને અમરિષ મારાથી જાજનો દૂર હોય તેવો લાગ્યો… છેલ્લાં ચાર વર્ષના દાંમ્પત્યજીવનમાં આજે પહેલી વખત તેને સંતાનની ઈચ્છા થઈ અને એક જ અસ્તિત્વ ગમે તેટલી ઊંડી ખાઈ હોય તો પૂરી દેવા માટે સમર્થ છે.

તે જ દિવસે મેં સમય નક્કી કરવાનું કહી દીધું. મારો અમરિષ મારાથી દૂર જાય તે ન પાલવે. મારે મારું ગૃહસ્થજીવન પણ માણવું છે. મારું કુટુંબ પણ મારે જોઈએ છે અને મનોમન નિર્ણય કરી લીધો. હું અમીને આજે જ રાત્રે બધું સમજાવી દઈશ… વ્યવસાય પછી… પૈસા પછી… પહેલાં અમી… રાત્રે સાડા દસની આસપાસ થયા હશે. બા અને બાપુજી ઓસરીમાં હીંચકા પર ટહેલતા હતા. નાનો દિયર ફિલ્મમાં ગયો હતો અને અમરિષ એકલો એના રૂમમાં હતો. તે વખતે મેં જઈને વાત મૂકી…

‘અમી !”

“ હં !’

‘પેલી ફૂલવાળી વાત તને યાદ છે?’

‘કઈ ફૂલવાળી?’

‘કેમ એક દિવસ તું ગુલાબની કળી લઈને આવ્યો હતો… અને… મેં કહ્યું હતું કાલે આ કળી ફૂલ બની ગઈ હોત…’

‘હં! પણ એ વાત અત્યારે? છાપું બાજુ પર મૂકતાં અમરિષે પૂછ્યું, તે શું કહ્યું હતું?’

‘એ જ, કે ડાળી એટલે તો તેના છોડ પર જન્મ આપે છે!’

‘હં! પછી મેં શું કહ્યું હતું?’

“… વાતમાં મોણ ન નાખ. મને તારી ગોળ ગોળ વાત સમજાતી નથી."

‘બુધ્ધુ ! તને બાપ થવાની ઈચ્છા નથી?

‘ધત તેરી કી? પરંતુ ડોક્ટર મહાશય, આજે અચાનક… આપને… આ સદ્‌વિચાર ક્યાંથી આવ્યો?’

‘અમરિષ તું મારાથી દૂર ન જતો રહે ને તેથી.’

‘પણ હું ક્યાં દૂર છું? એ એકદમ મારી નજીક આવીને બોલે છે…

ત્યાં નીચેથી બૂમ પડે છે ડોક્ટર સાહેબ!’

હું એકદમ સડક થઈ જાઉં છું… અમરિષના મોં પરથી પણ બધા જ ભાવો ચાલ્યા જાય છે અને ફરીથી મારો અમરિષ જાજનો દૂર જઈને બેસી જાય છે… હું એની સામે ટગર ટગર તાકી રહું છું. એ માથું ઝંઝોટીને મારાથી દૂર જતો રહે છે.

હું નીચે ઊતરું છું, પરંતુ મને થતું હતું કે અમરિષના હૃદયમાંથી હું બહાર જઈ રહી છું… ઉફ ! ક્યાં આ ડોક્ટરી લીધી… વખતે કવખતે પેશન્ટ ટપક્યા જ હોય… સડસડાટ ઊતરીને પેલાને લાફો મારી દેવાનું મન થઈ ગયું.

મને જાઈને પેલાનું ચિંતિત મોં એકદમ હળવું બની ગયું. ડોક્ટર સાહેબ ચાલોને ! મારી બેનને સતત દુઃખાવો ઊપડ્યો છે… !

મનમાં તો થાય છે અલ્યા હું ડોક્ટર છું કે દાયણ! અચાનક કેસ હિસ્ટ્રી યાદ આવી. અલ્યા, આ તો વંદનાનો ભાઈ, વંદનાનો કેસ તો બહુ કોમ્પલીકેટેડ છે. જા પૂરતું ધ્યાન આપીને ઓપરેશન નહીં થાય તો… ખૂબ ભયજનક પરિસ્થિતિ છે….

અમરિષની આંખમાંથી ટપકતી ઉપેક્ષા મારા માટે અસહ્ય બની જાય છે. મારો સંસાર પણ ભયજનક પરિસ્થિતિમાં છે… હું લાચાર નજરથી અમરિષ સામે જાઉં છું, પરંતુ એની આંખમાં નરી ઉપેક્ષા સિવાય કશું જ નહોતું… હું લક્ષ્મણરેખાને અડીને ઊભી હતી.

એક બાજુ કુટુંબ સંસાર અને પ્રિયતમ – પતિ છે. જ્યારે બીજી બાજુ ફરજ છે. એક જિંદગીનો સવાલ છે. ડોક્ટર બનતી વખતે લીધેલા વચન યાદ આવે છે. કોઈ પણ ભોગે દર્દીની જિંદગી બચાવવાના વચનની યાદ સાથે હું વધુ બેચેન બની ગઈ, લોલકની પેઠે મન અહીંથી તહીં હીંચોળાવા માંડ્યું.

‘અંજુ તું ટાઈમ ફિક્સ કરી નાખ… અને ઘરે કોઈ પેશન્ટ જાઈએ નહીં. અમરિષનો ધગધગતો લાવા જેવો અવાજ એને બાળતો હતો…’ ‘ડોક્ટર સાહેબ, ચાલોને મારી બહેનને સખત દુઃખાવો ઊપડ્યો છે’ – વંદનાનો ભાઈ બોલતો હતો.

અમરિષ બારણું બંધ કરીને રૂમમાં જતો રહ્યો. હું મૂઢ જેવી એને જોતી રહી.

વંદનાનો ભાઈ બોલતો હતો – ‘ડોક્ટર સાહેબ, ચાલોને, મોડું થાય છે.’ મને મારા પગમાં જાણે મણ મણની બેડીઓ ન પડી ગઈ હોય એવો આભાસ થાય છે. જઈને અમરિષના પગ પકડી લેવાનું મન થાય છે…અમી… મને જવા દે મારો ધર્મ ચૂકાય છે… પણ આ રીતે તું જાય તો અહીં પણ ચૂકે છે.

અચાનક હું બેસી પડી અને રડી પડી. કશું જ સૂઝતું નહોતું. શું કરવું ? વંદનાનો ભાઈ સ્તબ્ધ બની ગયો.

ત્યાં ઉપરથી અમરિષનો અવાજ સંભળાયો… ‘અંજુ ! તૈયાર થઈ જા. ચાલ તને મૂકવા આવું છું.’

પણ… આ સમયે… હું હજી બાઘાની જેવી ઉપર તાકી રહી.

અમરિષ નીચે આવ્યો… ત્યારે પેન્ટ-શર્ટમાં હતો… ‘ચાલ ! ચાલ ! ગાંડી, કોઈની જિંદગીનો સવાલ છે. આમ બાઘાની જેવી મને શું જોઈ રહી છે ?’ અને એ હસ્યો મીઠું મધ જેવું…

‘અમી…’ હું દોડીને એને વળગી પડી… રડી પડી… હર્ષથી.


Rate this content
Log in

More gujarati story from Vijay Shah

Similar gujarati story from Inspirational