STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

કર્તવ્ય અને ભક્તિ

કર્તવ્ય અને ભક્તિ

4 mins
4

એક અદભુત અને અલૌકિક નગરીમાં 'વિદ્યા અને માનવતા'નું એક વિશાળ અને દિવ્ય મંદિર શોભતું હતું. આ પવિત્ર ધામમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ અને યાત્રીઓ દર્શનાર્થે આવતા હતા. સમયનું ચક્ર ફર્યું અને અચાનક તે મંદિરના પ્રબંધક તથા મુખ્ય પ્રધાન પૂજારીનું અવસાન થયું.

મંદિરના મહંતને હવે એક યોગ્ય, નિષ્ઠાવાન અને આદર્શ નવા પૂજારીની આવશ્યકતા ઊભી થઈ. તેમણે સમગ્ર રાજ્યમાં એક ઘોષણા કરાવી દીધી કે, "જે કોઈ આવતીકાલે સવારે પહેલા પ્રહરે અહીં આવીને પૂજા સંબંધી પરીક્ષામાં ઉત્તીર્ણ થશે, તેને જ આ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવશે."

આ ઘોષણા સાંભળીને દેશ-વિદેશના મોટા-મોટા પંડિતો અને વિદ્વાનો સવારના પહોરમાં જ મંદિર તરફ જવા રવાના થયા. મંદિર એક ઊંચા પર્વત પર આવેલું હતું અને ત્યાં પહોંચવા માટે માત્ર એક જ સાંકડો માર્ગ હતો. તે માર્ગ અત્યંત દુર્ગમ હતો, જેના પર અસંખ્ય કાંટા અને અણીદાર કંકર-પથ્થરો પથરાયેલા હતા. વિદ્વાનોની મોટી ભીડ મંદિર તરફ દોડી રહી હતી. સૌ કોઈ પોતાની જાતને બચાવતા, કાંટા અને કાંકરાઓથી સંભાળતા આગળ વધી રહ્યા હતા.

અંતે, બધા જ વિદ્વાનો હાંફતા-હાંફતા મંદિરમાં પહોંચી ગયા. મહંતશ્રીએ સૌનું આદરપૂર્વક સ્વાગત કરી બેસાડ્યા. સૌને ભગવાનનો દિવ્ય પ્રસાદ મળ્યો. ત્યારબાદ, એક પછી એક બધાને બોલાવીને શાસ્ત્રોના અઘરા પ્રશ્નો અને મંત્રો પૂછવામાં આવ્યા. બપોર સુધીમાં આ શાસ્ત્રીય પરીક્ષા પૂર્ણ થઈ ગઈ.

જ્યારે બપોરનો સમય થયો અને બધા વિદ્વાનો પોતપોતાના સ્થાનેથી ઊભા થવા લાગ્યા, ત્યારે અચાનક એક યુવક મંદિરે આવ્યો. તેના વસ્ત્રો ફાટેલા હતા, શરીર પર પરસેવો વળી ગયો હતો અને તે દેખાવે અત્યંત ગરીબ તથા સાધારણ લાગતો હતો.

મહંતે દયાભાવથી પૂછ્યું — "હે વત્સ! તું ખૂબ મોડો આવ્યો છે."

તે યુવકે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું — "મહારાજ! હું  જાણું  છું કે હું મોડો પડ્યો છું, જો હું નિયુક્તિ માં ભાગ લઇ ના શક્યો તો  માત્ર મારા ઇષ્ટદેવના દર્શન કરીને પાછો જતો રહીશ."

તેની દયનીય અને પરિશ્રમથી થાકેલી દશા જોઈને મહંતનું હૃદય પીગળી ગયું. તેમણે સ્નેહથી પૂછ્યું — "બેટા! તું વહેલો કેમ ન આવ્યો?"

તેણે અત્યંત સરળ ભાવે ઉત્તર આપ્યો — "હું મારા ઘરેથી તો ખૂબ વહેલો નીકળ્યો હતો. પરંતુ મંદિરના આ પહાડી માર્ગ પર અસંખ્ય કાંટા વાળી  વૃક્ષ ની ડાળીઓ અને તીક્ષ્ણ પથ્થરો પથરાયેલા હતા. મેં વિચાર્યું કે મારા જેવા બીજા અસંખ્ય ભોળા યાત્રીઓ અહીંથી પસાર થશે અને આ કાંટા તેમને ભારે પીડા પહોંચાડશે. બસ, એ બધા કાંટા અને પથ્થરોને વીણીને રસ્તાની બાજુએ ખસેડવામાં મને ઘણો સમય વીતી ગયો."

अकर्तव्यं न कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ।
कर्तव्यमेव कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥ 

જે કાર્ય અયોગ્ય કે અધર્મયુક્ત હોય, તે ક્યારેય કરવું નહીં—ભલે ગમે તેટલું મોટું સંકટ કે મોત સામે દેખાય તો પણ નહીં. અને જે આપણું સાચું કર્તવ્ય હોય, તેને પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ અવશ્ય કરવું જ જોઈએ। 

મહંતે સ્મિત કરીને પૂછ્યું — "સારું, તો તને ભગવાનની પૂજા વિધિ આવડે છે?"

યુવકે અત્યંત નિખાલસતાથી કહ્યું — "ભગવાનને પ્રેમથી સ્નાન કરાવી દેવું, ચંદન અને ફૂલ ચડાવી દેવા, ધૂપ-દીપ પ્રજ્વલિત કરી દેવા, ભગવાનની સામે ભોગ ધરીને પડદો પાડી દેવો અને શંખનાદ કરવો—બસ, એટલું જ હું જાણું છું."

મહંતે વધુ પૂછ્યું — "અને મંત્રો?"

તે યુવક થોડો ઉદાસ થઈને બોલ્યો — "ભગવાનને નવડાવતી વખતે કે જમાડતી વખતે તેમને બોલાવવાના કોઈ વિશિષ્ટ મંત્રો પણ હોય છે? તે હું જાણતો નથી. પણ હું તે શીખવા માટે તૈય્યાર છુ."

આ સાંભળીને સભામાં બેઠેલા તમામ વિદ્વાનો મોટેથી હસી પડ્યા. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે આ એકદમ મૂર્ખ અને અજ્ઞાની માણસ પણ પૂજારી બનવા માટે ચાલ્યો આવ્યો છે!

"અધૂરો ઘડો છલકાય ઘણો”

પરંતુ મહંતશ્રીએ એક ક્ષણ માટે ગહન વિચાર કર્યો અને ગંભીર અવાજે જાહેરાત કરી   "આ મંદિરના મુખ્ય પૂજારી તો આ યુવક જ બનશે! મંત્રો તો હું તેને શીખવી દઈશ. મને સ્વયં પ્રભુએ સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી છે કે — 'મારે શાસ્ત્રોના પોપટ નહીં, પણ અસલી 'કર્તવ્ય પારાયણ મનુષ્ય' જોઈએ છે!”

આ સાંભળીને અન્ય આમંત્રિત વિદ્વાનો ક્રોધે ભરાયા. તેઓ ગુસ્સે થઈને બોલી ઊઠ્યા — "મહારાજ! શું અમે બધા મનુષ્યો નથી?! અમારામાં શું અભાવ છે ?"

કાંટા વીણી રસ્તો સુધારે તે જ સાચો માનવી, 

પુસ્તકીય જ્ઞાનથી ના મોટી કોઈ દાનવી. 

સ્વાર્થ છોડી પરહિતે જે જીવી જાણે સદા, 

તેના ચરણોમાં ઝૂકે છે આખી દુનિયા બધી!


તે વિદ્વાનોને અત્યંત અપમાનજનક લાગ્યું કે આટલા મોટા, પીએચ.ડી. અને શાસ્ત્રજ્ઞ વિદ્વાનોની હાજરીમાં મહંત એક એવા અભણ અને અજ્ઞાની આદમીને પૂજારી બનાવી રહ્યા છે જેને સાદા મંત્રો સુદ્ધાં નથી આવડતા.

મહંતશ્રીએ તે વિદ્વાનોની આંખોમાં આંખ નાખીને અતિ ગહન સત્ય ઉચ્ચાર્યું — " સત્ય એ છે  પુજારીઓ અને મહંત જે આચરણ કરે એ જોઇને જ લોકો તેને ઉપાડે છે. આજ  ‘बिम्ब–प्रतिबिम्ब वाद’ નો સિદ્ધાંત છે. આપણે જે બોલીએ છીએ તેનાથી સો ગણું વધારે આપણું આચરણ લોકો ગ્રહણ કરે છે .પોતપોતાના સ્વાર્થની વાતો તો પશુઓ પણ સારી રીતે સમજે છે.”

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः।

शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मणः।। શ્રીમદ ભગવદ ગીતા

ગુજરાતી અર્થ: તું તારું નિયત કર્તવ્ય (કર્મ) કર, કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. કર્મ વગર તો તારા શરીરનું निर्वाह (નિભાવ) પણ શક્ય નથી.

મહંતના આ પ્રભાવશાળી વચનો સાંભળતાની સાથે જ તે અભિમાની વિદ્વાનોના શરમથી નીચા નમી ગયા. તેમને પોતાની વિદ્યાના અહંકાર પર ભારે લજ્જા આવી. તેઓ ધીમે-ધીમે પોતાના સ્થાનેથી ઊભા થયા અને પવિત્ર ભાવથી ભગવાનને તથા મહંતજીને નમસ્કાર કરીને ધીરે-ધીરે તે પર્વતની કેડીઓ ઉતરીને નીચે ચાલ્યા ગયા. એ સંકલ્પ લઇ ને કે હવે કર્તવ્ય ની પગથી ચડવી છે.

कर्तव्यं हि भवेत्कर्म यावज्जीवं न हीयते।

अकुर्वन् विहितं कर्म नरकं प्रतिपद्यते।।

ગુજરાતી અર્થ: મનુષ્યે જીવનભર પોતાનું કર્તવ્ય છોડવું ન જોઈએ. જે માનવી પોતાના વિહિત (નક્કી કરેલા) કર્તવ્ય કે કર્મને છોડી દે છે, તે પતન પામે છે.





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational