કરસનભાઈ
કરસનભાઈ
મહેનતના ફળ મીઠાં હોય તે વાત પોતાના જીવન અને કાર્યથી સિદ્ધ કરનાર વ્યક્તિ એટલે કરસનભાઈ પટેલ.
કરસનભાઈ ને એના સાહસે બનાવ્યા અબજોપતિ, શૂન્યમાંથી સર્જનની અભૂતપૂર્વ સફળતાની સફર છે કંઈક આવી.
એક એવા ઉદ્યોગપતિ જેમનું બાળપણ ગરીબીમાં વીત્યું અને ખાસ કોઈ ડીગ્રી પણ ના લઈ શક્યા, તેઓ પોતાના વિચારો અને મહેનતથી આજે એવી બુલંદી પર છે કે લોકો તેમના અનેક ઉદાહરણ આપતા રહે છે. નામ છે કરસનભાઈ પટેલ. તેમણે ૧૯૬૯ માં વોશિંગ પાઉડર ‘નિરમા’ શરુ કર્યો. નિરમાને તેમણે લોકો સાથે એ પ્રકારે જોડ્યો કે લોકો આજે પણ જનરલ સ્ટોરમાં નિરમા માંગવા લાગે છે.
કહેવાય છે કે જયારે કરસનભાઈએ નિરમાના નામથી વોશિંગ પાઉડરનો કારોબાર ત્યારે શરુ કર્યો હતો ત્યારે આ ધંધામાં ઉતરવાનું કોઈ વિચારી પણ નહોતું રહ્યું. તેવા સમયે કેટલીક ગણતરીની જ વિદેશી કંપનીઓ હતી જે ડિટરજન્ટનું કામ કરી રહી હતી, પરંતુ તેમણે ગણતરીના રૂપિયાથી આ કામ કેવી રીતે શરુ કર્યું અને કેવી રીતે એક બ્રાંડ બનાવી તે કહાની પણ પ્રભાવિત કરનારી છે.
ઘરે ઘરે વેચતા વેચતા બન્યા અબજોના માલિક, અમદાવાદમાં રહેનારા કરસનભાઈ તેમના ઘરના આંગણે જ નિરમા પાઉડર બનાવવાની શરૂઆત કરી. આ કામ ત્યારે કોઈ કંપની નહી પરંતુ એક વ્યક્તિ કરી રહ્યો હતો તો માલ તૈયાર થયા બાદ તેને વેચવાની તકલીફ હતી. કરસનભાઈએ હિમ્મત કરી અને પોતે જ પોતાનો માલ લઈને લોકોના ઘરે ઘરે પહોંચાડવા લાગ્યા, ઘરે-ઘરે તેઓ સાઈકલ લઈને આ ડિટર્જન્ટની થેલીઓ આપવા જતાં.
તેમના માલની લોકપ્રિયતા કેવી રીતે વધે તેના માટે તેમણે એક તરકીબ નીકાળી. તરકીબ તેવી છે કે હવે નિરમાના દરેક પેકેટ પર કપડા સાફ ના થવા પર પૈસા પાછા આપવાની ગેરેંટી આપવા લાગ્યા. તેનો ફાયદો તે થયો કે લોકોમાં તેમના પાઉડર પ્રત્યે ભરોસો વધી ગયો અને પછી લોકો સરળતાથી તેમના પાઉડરને ખરીદવા લાગ્યા. એટલું જ નહીં તેમની વસ્તુઓ વધુ ઝડપથી વેચાય તેના માટે તેઓ ઘણી ઓછી કિંમત પર જ તેમનો પાઉડર વેચતા.
જયારે સૌથી સસ્તો વોશિંગ પાઉડર ૧૩ રૂપિયે કિલો હતો ત્યારે તેઓએ પોતાનો પાઉડર ત્રણ રૂપિયે પ્રતિ કિલોના ભાવથી જ વેચ્યો. જેમ લોકોને ઈચ્છા રહેતી હોય છે કે તેમને સસ્તી અને સૌથી સારી વસ્તુ મળે અને કરસનભાઈની ફોર્મ્યુલા આ મેન્ટાલીટીમાં ફીટ બેસી ગઈ.
હવે કરસનભાઈ પટેલનું કામકાજ વધતું ગયું અને નામના વધતી ગઈ અને એક દિવસ તેવો આવ્યો કે જ્યારે નિરમા દેશની જાણીતી બ્રાંડ બની ગઈ.આજે કરસનભાઈની કંપનીમાં લગભગ ૧૪ હજાર કર્મચારીઓ છે. ૨૦૦૪ ના આંકડાઓ અનુસાર, નિરમા કંપનીનું ટર્ન ઓવર ૫૦ કરોડ ડોલર કરતા પણ વધારે હતું હવે જે હવે ૧૦૦ કરોડ ડોલરને પણ વટાવી ગયું હોવું જોઈએ. ફોર્બ્સના અનુસાર એક વર્ષમાં આઠ લાખ ટન નિરમા ડિટરજન્ટ વેચાય છે.
કરસનભાઈએ કંપનીનું નામ નિરમા રાખ્યું,જે પોતાની પુત્રી નિરૂપમાના નામ પરથી પાડેલું. બાદમાં નિરમા ગ્રુપ બન્યું. દેશભરમાં તેમના ઉત્પાદનો વેંચાવા લાગ્યાં.ત્યારબાદ તેમની કંપનીએ કોસ્મોટિક ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું, એ રીતે પોતાની પ્રોડક્ટમાં વિવિધ પ્રકારો ઉમેરતી નિરમા આ ક્ષેત્રની સૌથી પ્રખર મહારથી કંપની બની ગઈ.
