Vibhuti Desai

Horror

3  

Vibhuti Desai

Horror

કર્મનું ફળ

કર્મનું ફળ

1 min
60


લગ્નના પાંચ વર્ષ પછી રમેશભાઈના પત્ની રમીલાબેને દીકરીને જન્મ આપ્યો. પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો. સુંદર, હસમુખી, દીકરીનું નામ રાખ્યું પરી.  

  પરી માંડ છ મહિનાની થઈ અને એક દિવસ તાવ આવ્યો. ડોક્ટર ને બતાવ્યું, દવા આપી બે દિવસ સારું રહ્યું. ફરી પાછો તાવ આવ્યો, પંદર દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહેતા ડોક્ટરે અમુક ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ માં બ્લડ કેન્સર આવ્યું. માવતરને તો વાત જ કેમ થાય? પરીનાં કાકાને વાત કરી. કાકા માંડ માંડ સ્વસ્થ થયા, ધીમે ધીમે માવતરને વાત કરી, પરીને બ્લડ કેન્સર છે, પરી પાસે માંડ બે મહિના જેટલો સમય છે. સાંભળતાં જ રમીલાબેન આક્રંદ કરી ઉઠ્યા, ભગવાનને પૂછવા લાગ્યા કે આટલી નાની દીકરી ને તેં કયા કર્મનું ફળ આપ્યું? છે તારી પાસે કોઈ જવાબ ?


Rate this content
Log in

Similar gujarati story from Horror