STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Romance Inspirational

કરામત કિસ્મત તારી - ૯

કરામત કિસ્મત તારી - ૯

3 mins
345


નવ્યા આખી રાત વિચારે છે શુ કરવુ તેને કંઈ જ સમજાતું નથી. તેનુ મગજ હવે કંઈ કામ નથી કરતુ જાણે... અચાનક તે સવારે ઉઠીને વીરાને ફોન કરે છે. તે અસિતની બહેનની સાથે તેની ખાસ ફ્રેન્ડ પણ હોય છે. તેને તે બધી જ વાત કરતી હોય છે.

તે વીરાને રાત્રે અસિતે કહેલી બધી વાત કરે છે. અને કહે છે મને શુ કરવુ એ કંઈ જ સમજાતુ નથી. વીરા કહે છે ભવિષ્ય નુ નસીબ પર છોડી દે.... અત્યારે તુ તારા દિલનુ કહેલુ માન. તને જે યોગ્ય લાગે તેમ કર. હુ અસિત મારો ભાઈ છે એટલે તેને તુ હા પાડ કે પછી એને તને આશરો આપ્યો છે એવુ વિચારી ને પણ હા ના પાડીશ.


વીરા : મને એટલી પણ ખબર છે કે તુ કદાચ અસિતને ના પાડીશ તો પણ એ તારી સાથે એવો જ રહેશે જે તે હજુ સુધી છે. માટે તુ જે પણ હોય તે શાંતિથી વિચારીને કહેજે.

એક અઠવાડિયા સુધી નવ્યા કોઈ જવાબ આપતી નથી એટલે અસિત થોડો ટેન્શનમાં આવી જાય છે. પણ તે તેને કંઈ જ પુછતો નથી. બીજા દિવસે અસિત નો જન્મદિવસ હોય છે. અને રવિવાર પણ હોય છે એટલે નવ્યા અસિતને મંદિર જવા કહે છે બંને સાથે ત્યાં જાય છે.


નવ્યા સામેથી કહે છે એટલે અસિત ખુશ હોય છે. પછી મંદિર જઈને બંને દર્શન કરે છે અને નવ્યા આજે પ્રાર્થના કરે છે કે હે ભગવાન તે હજુ સુધી બધુ સાચવ્યું છે હવે મારી યાદદાસ્ત પાછી આવી જાય અને મારો જે પણ નિર્ણય થાય તે બરાબર હોય એવું વિચારવાની શક્તિ આપો...


પછી બહાર આવીને તે અસિતનો હાથ પકડીને કહે છે 'હુ તને ચાહુ છુ અને તારી સાથે લગ્ન કરવા તૈયાર છુ પણ મારો ભુતકાળ મને પણ યાદ નથી. એ જે પણ હોય તેન

ી સાથે સ્વીકારવા તૈયાર હોય તો મને કંઈ વાંધો નથી.' અસિત હા પાડે છે બંને ખુશ થઈ જાય છે અને બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને સાઈડમાં થોડી વાર બેસીને વાત કરે છે. અને પછી બંને ઘરે જઈને તેના મમ્મી પપ્પાને વાત કરે છે. બધા ખુશ થઈ જાય છે.


સાંજે વીરા અને નવ્યા મળીને એક રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ બર્થડે પાર્ટી રાખે છે ત્યાં તેમના નજીકના થોડા રિલેટિવ હોય છે તેમની હાજરીમાં કેક કટિંગ , સેલિબ્રેશન અને ડીનર કરે છે ત્યાં જ અસિત બધાની વચ્ચે પ્રપોઝ કરે છે નવ્યાને અને નવ્યા હા પાડે છે અને સાથે જ થોડા દિવસ પછી તેમના એન્ગેજમેન્ટનુ અનાઉન્સ કરે છે અને બધા છુટા પડે છે.

           

સંકલ્પ અને ખુશીનુ અટેચમેન્ટ ધીમે ધીમે વધી રહ્યું છે. પણ હજુ ખુશીના મમ્મી પપ્પા ફોરેન ગયેલા હતા તેથી તેને ઘરે કોઈને વાત કરી નથી. એટલે સંકલ્પ પણ વિચારે છે કે ખુશીના ઘરેથી હા પાડે એટલે પછી જ ઘરે વાત કરીશ. એથી તે આ વાત અત્યારે કોઈને જણાવતો નથી. ફક્ત તેનો નાનો ભાઈ વિકલ્પ આ વાતને જાણતો હોય છે.

***


એક દિવસ વિહાન સંકલ્પને ફોન કરે છે અને તેને સારા સમાચાર આપે છે અને કહે છે કે તે પિતા બનવાનો છે. અને તેના ઘરે શ્રીમંતના પ્રસંગમા આવવા માટે આમંત્રણ આપે છે. સંકલ્પ વિહાનને અભિનંદન આપે છે. અને તેના ઘરે જવા માટે ચોક્કસ ટ્રાય કરશે એવુ કહે છે. પણ તે ખુશી વિશ વિહાન તેનો બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં જ્યાં સુધી બધું ફાઈનલ ના થાય ત્યાં સુધી જણાવવાનુ ટાળે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance