કરામત કિસ્મત તારી -૭
કરામત કિસ્મત તારી -૭


અસિતને આખી રાત ઉઘ આવતી નથી. નવ્યા ક્યાં હશે ?? શુ થયું હશે?? એમનેમ પડખા ફેરવવા માં સવાર પડી જાય છે. તે સવારે ઉઠીને તેના બેડની ચાદર સરખી કરવા જાય છે ત્યાં ઓશિકા નીચેથી એક ચીઠ્ઠી મળે છે.
તે નવ્યા એ લખી હોય છે ," અસિત, તુ મારો ખાસ દોસ્ત છે ,અને હંમેશાં રહીશ. જિંદગી માં તારા જેવા માણસો મળવા મુશ્કેલ હોય છે. મુશ્કેલીમાંતો પોતાના પણ સાથ છોડી દે છે જ્યારે તે તો મારી જિંદગી બચાવી છે. તમારા બધાનો ઉપકાર હુ જિંદગીભર નહી ભુલુ. પણ હું હવે તમારા પર વધારે બોજ બનવા નથી ઈચ્છતી. માટે મને શોધવાનો પ્રયત્ન ના કરશો...હવે તું કોઈ સારી છોકરી શોધી ને હવે મેરેજ કરી લેજે......
- નવ્યા. "
આ વાંચીને અસિતની આંખો માં આંસુ આવી જાય છે. તેને સમજાઈ જાય છે કે નવ્યા એ તેની મમ્મી પપ્પા સાથે થયેલી બધી વાતો સાંભળી લીધી છે માટે જ તેને અચાનક આવું પગલુ ભર્યું છે.
તે પછી તેના પેરેન્ટ્સ ને આ ચિઠ્ઠી વંચાવે છે અને તે લોકો પણ દુઃખી થાય છે અને અસિત ને સોરી કહે છે કે અમારા કારણે આ બધુ થયું....
પણ તે કહે છે અમે બીજું શુ કરીએ? અમે તો ફક્ત તેને ત્યાં મુકવાની વાત કરતા હતા તારા ભલા માટે જ.... નહિતર તારી સાથે લગ્ન કોણ કરશે?
અસિત પણ જાણે ગુસ્સામાં હોવાથી તેનાથી સાચું બોલાઈ જાય છે તે કહે છે....નવ્યા.....!!!... નવ્યા કરશે લગ્ન મારી સાથે....
એના મમ્મી પપ્પા તેને જોઈ રહે છે એટલે તે કહે છે હા હું નવ્યાને પ્રેમ કરૂ છું...અને તેની સાથે મેરેજ કરવા ઈચ્છતો હતો પણ....હવે શું?
તેના પપ્પા કહે છે બેટા તારી ઈચ્છા હોય તો અમને વાધો નથી પરંતુ તે તૈયાર છે ?અને તેની યાદદાસ્ત પાછી આવી જાય તો તેનું ફેમિલી?
અસિત કહે છે નવ્યા મને ચાહે છે કે નહી તે તો મને નથી ખબર...
અસિત ના મમ્મી કહે છે તે પછી જોઇએ પણ આપણે પહેલા નવ્યા ને શોધવાનું કામ કરીએ.....અને તે લોકો નવ્યા ને શોધવાનું કામ શરૂ કરે છે.......
***
નવ્યા સવારે ઉઠે છે તેને અસિતની યાદ આવે છે. પણ તે આંસુ છુપાવીને પેલા આન્ટી સાથે તેમની સંસ્થા જવા તૈયાર થાય છે. તેઓ ત્યાં પહોંચે છે. તો ત્યાં કોઈ અંદર અંદર ગલીઓમાં લઈ જાય છે. ત્યાં તો તે બધી સ્ત્રીઓ ને તૈયાર થયેલી જુએ છે એટલે એને અણસાર તો આવી જાય છે કે ખોટી જગ્યાએ આવી ગઈ છે.
તે સમજી જાય છે કે આ બીજી કોઈ જગ્યા નહી પણ આ વેશ્યાઓનો કોઠો છે...તે થોડી ગભરાઈ જાય છે. પણ અત્યારે તેની પાસે છટકવાનો કોઈ મોકો નથી. તેથી તે તેમની સાથે અંદર જાય છે.
અંદર જુએ છે કે આવી ઘણી છોકરીઓ હોય છે અને તે બધી તૈયાર થયેલી હોય છે. તે આ સ્ત્રી ને જોતા જ ઉભી થઈ જાય છે. અને પછી બીજી એક સ્ત્રી આવીને તેની આગતાસ્વાગતા કરે છે. એટલે તે સમજી જાય છે કે તે આ કોઠાની મેઈન વેશ્યા છે. અને તે ચાલાકીથી નવ્યા ને ભોળવીને અહી લઈ આવી છે.
પેલી સ્ત્રી કે જેનુ નામ ચારૂબાઈ હતુ તેને અટહાસ્ય કરી કહ્યું કે તું તો સારો માલ છે....તારા તો અમને બહુ રૂપિયા મળશે. આજે તું આ બધા પાસે શીખી લે બધું .
આજે રાત્રે જ તારે એક બિઝનેસમેન ના ત્યાં જવાનું છે એમ કહીને તે ચારૂબાઈ ત્યાંથી નીકળી જાય છે. નવ્યા બહુ ટેન્શનમાં આવી ગઈ છે તેને જોઈને એક સ્ત્રી ધીમે થી તેની પાસે આવે છે અને કહે છે તું આમા ફસાઈશ નહી.
આ બહુ બદનામીનો ધંધો છે. અને તું કોઈ સારા પરિવારમાંથી આવતી લાગે છે. તું આજે જ અહીંથી ભાગી જા. હું તો અહી મારી મમ્મીની બિમારીની સારવાર માટે અહીં કામ કરૂ છુ એ મારી મજબુરી છે પણ તને ભગાડવા માં હું તને મદદ કરીશ.
પણ તારે આજે રાત્રે જ ભાગી જવુ પડશે નહી તો તું ક્યારેય અહીં થી નીકળી શકીશ નહી...એમ કહી તે પ્લાન બનાવે છે. અને નવ્યા પણ તે માટે તૈયાર થઈ જાય છે.