કરામત કિસ્મત તારી -૬
કરામત કિસ્મત તારી -૬


હવે અસિત ધીમે ધીમે નવ્યાને પ્રેમ કરવા લાગ્યો છે. પણ તે તેને કહેતો નથી. પણ તે વિચારે છે એ તેને એવું કેવી રીતે કહે. તેને એવું લાગશે કે હું તેને સહારો આપવા લઈ આવ્યો અને હવે તેને પ્રેમ કરૂ છું તો કંઈ ઉંધો મતલબ કાઢશે.
અને વળી તે જ્યારે હોસ્પિટલમાં મળી ત્યારે તેના હાથમાં દુલ્હન જેવી મહેદી હતી એટલે એના મેરેજ થઈ ગયા હોય અને તેની યાદદાસ્ત પાછી આવી જાય તો શું થશે???
આમ વિચારી તે વિચારો ના ઝંઝાવાત ને રોકી દે છે અને તેને કંઈ જ કહેતો નથી.
બીજી બાજુ નવ્યા પણ હવે વીરા ના જવાથી એકલી થઈ ગઈ છે. એટલે તે આકાશ ઓફીસથી આવે એટલે તેની પાસે વધારે સમય પસાર કરતી. આખો દિવસ તો અસિતની મમ્મી સાથે સમય પસાર કરી લેતી.
ધીરે ધીરે તેને અસિતની આદત પડવા લાગી છે. હવે તે બધી વાત તેની સાથે શેર કરે છે. તે પણ મનમાં ને મનમાં અસિતને પસંદ કરવા લાગી છે. પણ તે પણ અસિત ને કંઈ કહેતી નથી.
***
એક દિવસ અચાનક અસિતના મમ્મી તેને બોલાવે છે. એ સમયે નવ્યા બજાર કંઈ લેવા ગઈ હોય છે. એટલે તે કહે છે અસિત તારા માટે હવે છોકરીઓના માગા આવે છે પણ હવે નવ્યા અહી આપણી સાથે રહે છે એટલે બધા છેલ્લે ના પાડે છે. આપણે નવ્યા ને રહેવા માટે કોઈ મહિલા સંસ્થામાં તપાસ કરવી જોઈએ.
અસિત કહે છે એ આપણા ઘરમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. એને આપણે કેવી રીતે એકલી મુકી શકીએ. એ આપણા બધા માટે કેટલું વિચારે છે. મને આ યોગ્ય નથી લાગતું.
આ બધી જ વાતો નવ્યા દરવાજા માં પ્રવેશ કરવા જાય છે ત્યારે સાંભળી જાય છે. એટલે તે એક નિર્ણય કરે છે....
બીજા દિવસે તે અસિત ઓફીસે ગયો હોય છે ત્યારે તે મંદિર જવાના બહાને અસિત ના મમ્મીને કહીને ઘરેથી નીકળી જાય છે...આખો દિવસ તે વિચારતી આમ તેમ ફરે છે.
જ્યારે આ બાજુ અસિત
ના મમ્મી અસિત ને ફોન કરે છે કે નવ્યા મંદિરનું કહીને ગઈ હતી પણ હજુ આવી નથી...એટલે અસિત ટેન્શનમાં આવીને ઓફિસથી ઘરે આવે છે અને નવ્યાને શોધવા જાય છે.
***
આ બાજુ નવ્યા ચાલતી ચાલતી વિચારો કરતી જતી હોય છે ત્યાં એક ગાડી આગળ એક્સિડન્ટ થવા જતો હોય છે ત્યાં એક પચાસેક વર્ષનાં બેન આવીને તેને બચાવી લે છે. અને તેને સાઈડમાં લઈ જઈ ને શુ થયું એમ પૂછે છે.
નવ્યા પણ બહુ અપસેટ છે એટલે તેને તે બહેન વ્યવસ્થિત અને તેની મમ્મીની ઉમરના લાગવાથી તે બધુ કહે છે. એટલે એ બહેન તેને કહે છે તું મારી સાથે ચાલ હું તને નોકરી અપાવીશ અને બીજી તારા જેવી છોકરીઓ પણ છે જે નિરાધાર છે તેમની સાથે તારે રહેવાનું પણ થઈ જશે મારી સંસ્થામાં એમ કહે છે.
નવ્યા વિચારે છે આ આન્ટી સારા લાગે છે અને આમ પણ હુ ક્યાં જઈશ અત્યારે એટલે તે તેમની સાથે જવા માટે હા પાડી છે.
પછી તે બહેન નવ્યા ને લઈને જાય છે. એ દિવસે તો રાત્રે તે તેને તેમના ઘરે લઈને જાય છે. અને તેમના ઘરે બીજું કોઈ છે નહી એટલે તેને હાશકારો થાય છે અને તેને સારી રીતે ખવડાવે છે અને સંભાળ રાખે છે એટલે તેને તેમના પર વિશ્વાસ આવી જાય છે.
તે નવ્યા ને કહે છે કે કાલે તેને તે સંસ્થા પર લઈ જશે. સામે નવ્યા પણ વિચારે છે કે મને કોઈ નોકરી મળી જશે તો હવે હુ કોઈ ના પર બોજ પણ નહી બનું...
***
અસિત કેટલીય જગ્યાએ નવ્યા ની પુછપરછ કરે છે પણ ક્યાંય તે મળતી નથી. પછી તે ઘરે આવે છે. તે જમતો પણ નથી અને નવ્યાની ચિંતામાં રૂમમાં જઈને બેસી જાય છે. તેને નવ્યા બહુ યાદ આવે છે તેની સાથે વિતાવેલી એક એક ખુશીની પળો......
શું નવ્યા અને અસિત ફરીથી મળશે ખરા?? નવ્યા ને લઈ જનાર વ્યક્તિ સારી હશે કે શુ?? નવ્યા ને અસિત યાદ આવશે કે નહીં???