કરામત કિસ્મત તારી -૫
કરામત કિસ્મત તારી -૫


આજે વીરાના લગ્ન છે. જાન આવવાની તૈયારીમાં છે. દુલ્હન પણ તૈયાર થઈ ગઈ છે. વીરા આજે રેડ અને વાઈટ કલરના પાનેતરમાં સરસ ઢીંગલી જેવી લાગી રહી છે. પછી જાન આવે છે. અને થોડી વારમાં વિધિ શરૂ થતા નવ્યા અને અસિત વીરાને લઈને મંડપમાં ચોરીમાં લઈ આવે છે. ત્યાંથી આવતા સુધી અસિતનુ ધ્યાન ફક્ત નવ્યા પર હતુ.
તેણે આજે અસિતે પસંદ કરેલા ચોલી પહેર્યા હતા. અને સાથે મેચિંગ ઈયરિગ્સ, ડોકમા નાજુક સેટ, થોડી હેરસ્ટાઇલ અને હળવા મેકઅપમાં આજે તે અપ્સરા જેવી સરસ દેખાતી હતી. અસિતનુ ધ્યાન જાણે તેના તરફથી હટતુ જ નહોતું. પછી મેરેજ શરૂ થાય છે. તે કંઈક કામ માટે ત્યાંથી બહાર જતો હોય છે ત્યારે છોકરાવાળામાંથી ત્રણ ચાર છોકરાઓ વાત કરી રહ્યા હતા કે 'ભાભીની ફ્રેન્ડ તો જોરદાર છે.....માલ છે...!'
આવુ સાભળતા જ અસિતને જોરદાર ગુસ્સો આવી જાય છે પણ તે અત્યારનો માહોલ જોઈને તે પોતાની જાતને કન્ટ્રોલ કરે છે. અને ત્યાંથી નીકળી જાય છે. પછી તે વિચારે છે કે મને કેમ આટલો બધો ફરક પડે છે નવ્યા વિશે કોઈ ખરાબ વાત કરે તો... કેમ આવુ થાય છે ?
પછી ફાઈનલી મેરેજ અને બધુ પતી જાય છે. ત્યારે વિદાય વખતે વીરા નવ્યાને અસિત સામે જોઈને ધીમેથી કહે છે, આ બબુચકનુ હવે ધ્યાન રાખજે. મારા ગયા પછી હવે તેની સાથે કોઈ ઝઘડો પણ નહી કરે એટલે તુ વસુલ કરજે. એટલે નવ્યાને હસુ આવી જાય છે. અસિત વીરા પાસે આવીને કહે છે, મારી મા તમારો હુકમ તો માનશે જ ને નવ્યા કહીને વીરાને ભેટીને રડી પડે છે...
વીરાના જવાથી ઘરમાં સુનુ થઈ ગયું છે. તેના મમ્મી પપ્પાને પણ તે યાદ આવે છે. પણ નવ્યા જાણે તેમની બીજી દિકરી બનીને બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. આ બાજુ અસિત પણ સુનમુન બેઠો છે. તે તેની અને વીરાની બાળપણની યાદોને વાગોળી રહ્યો છે. ત્યારે નવ્યા તેની પાસે આવીને બેસે છે અને કહે છે 'વીરા વિના ઘર સાવ સુનુ થઈ ગયું છે. તને કંઈ પણ એવુ લાગે તો મને કહી શકે છે. એક બહેનની જગ્યા તો હુ ક્યારેય નહી લઈ શકુ પણ પ્રયત્ન જરૂર કરીશ સમજવાનો.
એટલે અસિત હસીને નવ્યાને 'થેન્ક યુ' કહે છે.
આજે સંકલ્પ બહુ ખુશ લાગી રહ્યો હતો જે અસિતાનો પતિ છે. લગ્ન પછી તરત થયેલા એક્સિડન્ટમાં તેની પત્ની અસિતાના મૃત્યુ પછી તે થોડો ડિપ્રેસ થઈ ગયો હતો. હવે તે થોડો મેન્ટલી સ્ટેબલ થયો હતો એ પણ એક વ્યક્તિ ના લીધે તે છે ડૉ. ખુશી...
સંકલ્પ એક ગાયનેકોલોજિસ્ટ છે. અને ડૉ ખુશી કે તે પણ ગાયનેકોલોજિસ્ટ જ છે તે બંને એક જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે.
બંને લગભગ સાથે જ કામ કરતાં. ખુશી મનોમન પહેલા જ દિવસથી સંકલ્પને પસંદ કરવા લાગી હતી. પણ સંકલ્પને એવું કંઈ જ નહોતું એ તેને ફ્રેન્ડ જ માનતો હતો. એટલે જ તેને તેના ફ્રેન્ડ વિહાનની બહેન અસિતા સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. એટલે ખુશી એના મનને મનાવી લેછે. પણ હવે મેરેજ અને અસિતાના મૃત્યુ પછી તે ફરી સંકલ્પની નજીક આવી રહી છે. હા એ વાત ચોક્કસ છે કે તે સંકલ્પને પ્રેમ કરે છે પણ તેના મનમાં એવુ કપટ નથી. તે નિર્દોષતાથી જ સંકલ્પનુ દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.
સંકલ્પ પણ આખરે એક યુવાન છોકરો છે તેને પણ હવે ધીમે ધીમે ખુશી સાથેની કંપની ગમવા લાગી છે. આજે સંકલ્પના જન્મદિવસે ખુશી હોસ્પિટલમાં પરમિશન લઈને એક સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરે છે. સંકલ્પ હોસ્પિટલ આવે છે એટલે બધા તેને ભેગા થઈને વિશ કરે છે અને આ બધુ ખુશીએ કરાવ્યું છે એટલે તે ખુશ થઈ જાય છે. અને ખુશી આવીને તેને હગ કરે છે...
ક્રમશ:
શુ થશે આગળ ?
નવ્યા નુ શુ થશે ?
સંકલ્પ ખુશી ને પ્રેમ કરવા લાગશે ?