Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

કરામત કિસ્મત તારી -૨

કરામત કિસ્મત તારી -૨

3 mins
450


હવે જે લોકોના સગાં સંબંધીનો રેઈલ અકસ્માતમાં કોઈ પતો નહોતો તેમના સગાઓ જેમણે નામ નોધાવ્યા હતા તેમને સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર કંઈ સમાચાર મળે તો ફોન કરે છે.


દસ દિવસ થઈ ગયા છે આજે આ અકસ્માતના પણ વિવાન હજુ પણ ઉદાસ છે. તે સાવ એકલો થઈ ગયો છે. તેને દિલના ઊંડાણમાં હજુ એક આશા છે કે તેની બહેન આસિકા હજુ જીવે છે. આ વિચારતો જ હોય છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફોન આવે છે.

કોઈ સામેથી ઘેરા પડછંદ અવાજ માં બોલે છે "તમે નોંધાવેલી કમ્પલેઈન પ્રમાણે અહી અમને રેલવે સ્ટેશન પાસે ઘટના સ્થળ નજીક એક ડેડબોડી મળી છે. તે તમે આવીને જોઈ લો."

વિહાર ફટાફટ ત્યાં જાય છે હોસ્પિટલમાં અને જુએ છે પણ બોડી કે વ્યક્તિનો ચહેરો ઓળખી શકાય નહી એટલી હદે ચગદાઈ ગયું હતું. પણ તેની નજીકમાં મંગળસૂત્ર ત્યાં મળ્યું હતું તે આસિકાનુ હતુ તેવું જ હતું. અને તે કદાચ દુલ્હન જેવા કપડાંમાં પણ હતી પણ તે પણ અકસ્માત સાથે ચુરેચુરા થઈ ગયું હતું.

આ બધું જોઈને વિહાન ને પાકુ લાગે છે કે આસિકા જ છે. એટલે તે ડેડબોડીને ઘરે લઈ જાય છે અને સંકલ્પના ઘરે ફોન કરીને વાત કરે છે એટલે બધા આવીને અંતિમ ક્રિયા કરે છે...

 ***


અસિત ને હવે સારૂ છે તેના ઘરે ફોન કરીને સમાચાર મળતા જ બધા હવે તેને લેવા આવી ગયા છે. બાજુમાં રહેલી છોકરી કે જે ફીઝીકલી સ્ટેબલ થઈ ગઈ છે પણ તેને કશુ જ યાદ નથી આવી રહ્યું તે કોણ છે ક્યાં રહે છે...તે બધાને ઘરે જતાં જોઈને રડે છે હુ ક્યાં જઈશ મને તો કંઈ યાદ પણ નથી.


અસિત ને તેને જોઈને સહાનુભૂતિ થાય છે , તે હોસ્પિટલમાં પુછે છે આ છોકરી ને તો કંઈ યાદ નથી આવતુ તો તમે તેનુ શુ કરશો?

હોસ્પિટલના વહીવટી સાહેબ કહે છે અમે તેને કોઈ મહિલાને આશરો આપતી સંસ્થામાં મોકલી આપીશું. અસિત ને તેના પર દયા આવી જાય છે કારણ કે તેને જોઈને લાગતું હતુ કે તે કોઈ સારા પરિવારથી આવતી એજ્યુકેટેડ છોકરી છે.


એટલે તે તેના મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરે છે એ છોકરી ને જ્યાં સુધી કંઈ યાદ ના આવે ત્યાં સુધી એના ઘરે રાખવા. એ લોકો ના પાડે છે કારણ કે યાદદાસ્તનો તો શો ભરોસો ? આમ આપણે કોઈ અજાણી છોકરી ને આખી જિંદગી આપણા ઘરે કેમ રાખી શકીએ.

પણ અંતે અસિતની જીદ સામે બધા હારી જાય છે. તે કહે છે વધુ સમય એવું લાગશે તો આપણે તેને કોઈ સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી દઈશુ. એમ કહીને તે છોકરી ને અસિત તેના ઘરે લઈ જાય છે.

***


 હવે આ બાજુ વિહાન પણ હવે એકલો થઈ ગયો છે તે આસિકાના લીધે હજુ સુધી મેરેજ નહોતા કર્યા પણ હવે તે પણ એકલતાને પુરી કરવા માટે તેની સાથે જ જોબ કરતી એક પ્રિયા નામની છોકરી સાથે લગ્ન કરી લે છે.

તે સંકલ્પ તેનો ફ્રેન્ડ હોવાથી તેને પણ હવે તેની લાઈફમાં આગળ વધવા માટે કહે છે. કોઈ સારો હમસફર શોધવા માટે.


શું એ છોકરી ને તેનો ભૂતકાળ યાદ આવશે કે અહી અસિતના ઘરેથી તેની લાઈફની નવી શરૂઆત થશે?

સંકલ્પના જીવનમાં બીજું કોઈ આવશે? 


Rate this content
Log in

Similar gujarati story from Drama