Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Drama Thriller


કરામત કિસ્મત તારી -૧૦

કરામત કિસ્મત તારી -૧૦

3 mins 364 3 mins 364

આજે અસિત અને નવ્યા ની સગાઈ છે. અમુક સંજોગાવશાત સગાઈ અને બીજા જ દિવસે મેરેજ રાખ્યા છે.

નવ્યા સરસ તૈયાર થઈ છે. બધા મહેમાનો અને પરિવારજનો વચ્ચે સગાઈની શરૂઆત થવાની છે. અહીં તો અલગ માહોલ છે. સામાન્ય રીતે તો દુલ્હા ને દુલ્હન ને જોવાનો બેસબરીથી રાહ જોવાતી હોય પણ અહીં તો બંને સાથે જ છે.

અસિત તૈયાર થઈને નવ્યા પાસે જાય છે. ત્યાં વીરા અને તેની એક બે કઝિન હોય છે. નવ્યા ના રિલેટિવમાં તો કોઈ હોતુ નથી.

અસિત ત્યાં જઈને જુએ છે તો નવ્યા પીન્ક એન્ડ રામા કલરની ચોલી સૂટ પહેરીને તૈયાર થઈ છે. તે સિમ્પલ પણ બહુ નમણી અને કામણગારી લાગી રહી છે. પણ તે જુવે છે કે તે ઉદાસ હોય છે.

અસિત તેની બાજુ માં જઈને બેસે છે અને તેને પુછે છે કે તે કેમ ઉદાસ છે? તે કહે છે કે મારૂ તો અહી કોઈ જ નથી.મારો પરિવાર ક્યાં હશે? જે દીકરીના લગ્ન માં તૈયારી કરતો હોય....તેમને હું યાદ પણ હોઈશ કે નહી? કે બધા મને ભુલી ગયા હશે?

અસિત તેને સાત્વના આપે છે અને પછી સગાઈ માટે લઈ જાય છે. અને સગાઈ સરસ રીતે હસીખુશીથી પુર્ણ થાય છે.

***


વિહાન આજે સવારથી ઉદાસ છે. તે આસિકા અને તેનો ફોટો લઈને બેઠો છે અને તેની આંખોમાં આંસુ છે. કોણ જાણે આજે તેને આસિકા બહુ યાદ આવી રહી છે. તેને તેમના બાળપણના દિવસો યાદ આવી રહ્યા છે તેના માતા પિતાના મૃત્યુ પછી આસિકા અને વિહાન જ એકબીજાનો સહારો હતા.

તેને આસિકા ને એક નાની અમથી આંચ પણ નથી આવવા દીધી. તેના બધા જ સપના પુરા કરવાનો પ્રયત્ન કર્યો છે...પણ તે વિચારે છે તેનાથી એવી તે ભુલ થઈ કે ભગવાને તેનો છેલ્લો સહારો એવી તેની એકની એક બહેનને પણ છીનવી લીધી..

તે કહે છે કે આજે આસિકા હોત તો કેટલી ખુશ થાત સાભળી ને કે તે ફોઈ બનવાની છે.

આ જોઈને પ્રિયા તેની પાસે આવીને કહે છે કે વિહાન હું તારી લાગણી સમજી શકુ છું પણ શું થાય કુદરત આગળ સૌ લાચાર છે....તું ચિંતા ના કર..આપણા ઘરે પણ હવે બીજી આસુદીદી જેવી જ નાનકડી પરી આવશે...એટલે પછી વિહાન થોડો ફ્રેશ થાય છે એટલે એ લોકો ગોદભરાઈ માટે ની તૈયારી કરે છે.....

***


અસિત સરસ તૈયાર થઈ ને અરીસા સામે ઉભો છે. તે આજે મરૂન એન્ડ ગોલ્ડન શેરવાની અને અને માથે સાફો બાધ્યો છે. આજે તો તે એક રાજકુમાર લાગી રહ્યો છે.

તે બહુ ખુશ છે. તે પોતાની સપનાંની રાણીને આજે ખરેખર રાણી બનાવીને પોતાના સ્વપ્ન મહેલમાં લઈ આવવા અધીરો બન્યો છે....નવ્યા ને તે પત્નીના રૂપે જોવા ઈચ્છે છે અને તેની દરેક ઈચ્છાઓ પુર્ણ કરી તેને હંમેશા માટે ખુશ રાખવા માગે છે.

આ વિચારો કરતો તે મનમાં ખુશ થઈ રહ્યો છે ત્યાં જ તેના મમ્મી આવીને તેને એક સોનાની ચેઈન બતાવે છે અને કહે છે આ અમે નવ્યા ને કન્યાદાનમાં આપીશુ તો ચાલશે ને?

અસિત એકાએક વિચારે છે કે આ બાબતે તો તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે નવ્યા નુ તો કોઈ પોતાનું છે નહી અત્યારે તો એનુ કન્યાદાન કોણ કરશે?

અસિત કહે છે મમ્મી આજે મને તારા પર માન થાય છે અને હવે મને વિશ્વાસ આવી ગયો છે નવ્યા તારી સાથે પણ હંમેશા ખુશ રહેશે વીરાની જેમ....કારણ કે આજે તે એને તારી દીકરી તરીકે સ્વીકારી કન્યાદાન કરવાનું વિચાર્યું છે......!!!

***


નવ્યા એક પાર્લરમાં તૈયાર થવા આવી છે. તેની સાથે વીરા પણ છે. બંને તૈયાર થઈ ગયા છે. નવ્યા આજે ખરેખર અપ્સરા જેવી લાગતી હતી. અસિત તો આજે કદાચ નવ્યા ને જોઈને પાગલ થઈ જશે એવી મનમોહિની લાગી રહી છે.

પાર્લરથી મેરેજ હોલ પહોચતા લગભગ પચીસેક મિનિટ જેવું થતું હતું , એટલે જ તૈયાર થતા તરત વીરા તેના હસબન્ડ શિવાય ને કોલ કરે છે એટલે તે ગાડી લઈને તે બંને ને લેવા આવે છે.

થોડી વારમાં ગાડી આવતા બંને તેમાં બેસી જાય છે . અંતર ઓછું હતું જવાનું પણ પહેલા હાઈવે અને અંદર થોડા વાકાચુકા રસ્તામાંથી પસાર થવાનું હતુ.

પહોચવાની ફક્ત દસેક મિનિટ બાકી હતી ત્યાં સામેથી એક ટ્રક જાણે રોન્ગ સાઈડમાં પુરજોશમાં આવી...એ જોઈને શિવાયે ગાડીને બચાવવા નો પુરેપુરો પ્રયત્ન કર્યો પણ તેની કોશિશ નાકામ રહી.....અને ટ્ક ગાડી પાસે જાણે કાળ બનીને ધસી આવી.......!!!Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama