STORYMIRROR

Dr.Riddhi Mehta

Tragedy Thriller

3  

Dr.Riddhi Mehta

Tragedy Thriller

કરામત કિસ્મત તારી -૧

કરામત કિસ્મત તારી -૧

3 mins
433


અચાનક ટીવીમાં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માતના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેનમાં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો.

ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા.


ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે.

આ ન્યૂઝ જોતા જ વિહાનને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....

    

***


વાત જાણે એવી હતી કે વિહાનની લાઈફમાં તેની સૌથી વધુ નજીકની કે તે તેનુ સર્વસ્વ હતી તેની બહેન આસિકા. તેમના માતા પિતા નાનપણમાં જ બંને ભાઈબહેન ને નાના મુકીને સ્વર્ગે સિધાવ્યા હતા. તે મોટો હોવાથી તેને જ આસિકા ને માબાપ અને ભાઈનો પ્રેમ આપ્યો હતો.

એના માટે તો તેણે ત્રીસ વર્ષ ની ઉમર થઈ હોવા છતાં હજુ લગ્ન નુ પણ વિચાર્યું નહોતું. તેને આસિકા ને ભણાવી ને તેના માટે તેનો જ એક ફ્રેન્ડ જે ડોક્ટર હતો તેની સાથે આસિકાના લગ્ન નક્કી કર્યા હતા.


આજે જ તેના લગ્ન પતાવીને તેને ટ્રેનમાં સાસરે જવા મુકીને આવ્યો હતો અને વિચારતો હતો કે હવે આસુ સાસરીમાં સુખેથી રહે એટલે મારા દિલની બધી ઈચ્છા પૂરી થાય. આ વિચારતો જ હતો ને આ ટ્રેન અકસ્માતના સમાચાર આવતા તે પાગલ થઈને ભાગ્યો હતો.

 ***


રેલવે સ્ટેશન પર પહોંચતા જ ચારે બાજુ કોલાહલ સંભળાય છે. ક્યાં કોઈ પીડામાં કણસતુ તો કોઈના સ્વજનો રોકકળ કરી રહ્યા છે. બહુ દયનિય અને ભયાનક વાતાવરણ છે.

વિહાન આસિકા અને સંકલ્પની બુમો પાડી રહ્યો છે. કલાકો સુધી તે બેબાકળો થઈ ને ભાગે છે ત્યારે માંડ સ

ંકલ્પ એક જગ્યાએ બેભાન થઈ ને પડેલો દેખાય છે જે તેનો ખાસ ફ્રેન્ડ અને આસિકાનો પતિ હતો.

તેને ખાસ એવું વાગેલુ નહોતું તેથી તે મેડિકલ ટીમ પાસે તેને પ્રાથમિક સારવાર માટે લઈ જાય છે. અને પછી તે આસિકાને શોધવા જાય છે.


ત્રણ દિવસની સતત શોધખોળ પછી પણ આસિકાનો કોઈ પતો નથી. ઘણી એવી ડેડબોડીઝ પણ મળી હતી જેને ઓળખવી પણ મુશ્કેલ હતી. છેલ્લે કંઈ સમજાતું નથી આસિકા જીવે છે કે હવે તે આ દુનિયામાં નથી.

ઘણા દિવસોની શોધખોળ પછી પણ કંઈ પતો ન લાગતા વિહાન, સંકલ્પ, અને તેના પરિવારજનો આસિકા હવે આ દુનિયામાં નથી રહી એવું વિચારે છે અને મનમાં દુઃખ સાથે પોતાની રૂટીન જીદંગી ફરી શરૂ કરે છે.


***


અસિત માંડ આંખો ખોલી રહ્યો છે તે આજુ બાજુ જુએ છે તો સમજાય છે કે તે કોઈ હોસ્પિટલમાં છે. તે ટ્રેન માં બોમ્બે જવા નીકળ્યો હતો અને ટ્રેન માં સુતો હતો.....પછી શુ થયું??,

તેને કંઈ જ ખબર નથી. પણ હવે તે સારું ફીલ કરી રહ્યો છે. થોડા હાથ અને પગમાં પાટા બાંધેલા છે.

તે બાજુના બેડ પર જુએ છે કે એક માંડ બાવીસેક વર્ષ આસપાસ ની છોકરી બાજુ ના બેડમાં સુતી હતી. તેને માથામાં વધારે ઈજા થઈ હતી. તે ભાનમાં તો હતી અને તેને ઈન્જેકશન અને દવાઓ અપાતી હતી. પણ કદાચ માથામાં થયેલી ઈજાને કારણે તે કોણ છે, ક્યાંથી આવી છે તે પ્રયત્ન કરી રહી છે પણ તેને કંઈ યાદ નથી આવી રહ્યુ.


હોસ્પિટલમાં હોવાથી બીજું તો કંઈ પહેરેલુ નથી પણ તેના હાથ અને પગની મહેદી જોઈને લાગે છે કે હમણાં થોડા દિવસ પહેલા જ તેના મેરેજ થયા છે.

તે અસિતને જોઈને તેને યાદ અપાવવા માટે કહી રહી છે રડી રહી છે કે મને કંઈ જ યાદ નથી આવતુ...!!

કોણ હશે એ છોકરી?? આસિકા જીવતી હશે? કે પછી બીજું કોઈ...  અસિત સાથે કોઈ રિલેશન હશે?


ક્રમશઃ



Rate this content
Log in

Similar gujarati story from Tragedy