STORYMIRROR

Zalak bhatt

Inspirational Others

4  

Zalak bhatt

Inspirational Others

કંચન કાકા

કંચન કાકા

4 mins
290

મુખ્ય પાત્ર – કંચન કાકા

તમના પત્નિ – કુમુદ કાકી

પુત્ર – વીર

પુત્ર વધુ -  ધરતી


જીવન માં હાસ્ય એટલું જ મહત્વ નું છે જેટલો કે શ્વાસ લેવો.ખરેખર, જુઓ તો દુનિયા માં લોકો આડંબર ના રંગે એટલા તો રંગાયેલા છે કે સાચું અને નિખાલસ હાસ્ય કરતાં જ ભુલી ગઈ છે.મોટાઓ ની વાત છોડી ને હવે,નાના બાળકો માં પણ,એક જાત ની ફોર્મલિટી જોવા મળે છે.જેમકે,કાર્ય થઈ જાય છે પણ ભાવ નથી દેખાતો.આવા આધુનિક યુગ માં આવો અમારા કંચન કાકા ને મળીએ.કે જેણે પોતાના જીવન ના હરેક દુઃખ ને એક હાસ્ય આપ્યું છે.ને તેના વિના આસ – પાસ ના લોકો નો દિવસ ભી નથી ઊગતો. કાકા નું વર્ણન સાંભળી ને આપને લાગ્યું હશે કે એ બિચારા ગરીબ,સંતાન થી પરેશાન કે પછી સંતાન સુખ વિહોણા છે.ક્યાંક નોકરી કરે છે ને ત્યાં ના લોકો તેને કામ કરાવી ને થકાવી દે છે.

આવું કાંઇ જ નથી.કંચન કાકા તો એક ખુબજ ધનવાન વ્યક્તિ છે.કુમુદબેન આપણા કાકી છે.ને વીર તેનો દિકરો વીર ના લગ્ન હજુ હમણાં જ થયાં છે.ને તેની પત્નિ નું નામ છે ધરતી.ધરતી M. A. ભણેલી છે.ને તેથી જ નજીક ની સ્કૂલ માં સર્વિસ ભી કરે છે.કાકી લેટેસ્ટ માઈન્ડ ના હોવાથી આ કાર્ય માટે ખુશી થી હા પાડી દિધી. ને વીર પણ સરળ સ્વભાવ નો છે.જે બિલ્ડર નું કામ કરે છે. બસ,જુઓ હવે સવાર પડી ને શરૂ થઈ કંચન કાકા ની કથા

ચા ની ચુસ્કી લેતાં કંચન કાકા પોતાનાં ઘર ના ગાર્ડન માં બેઠેલાં હતાં. ને આવતાં -જતાં વોકિંગ કરનારા ને બોલાવતાં જતાં હતા.

કંચન કાકા : ઓય,ભુરા . . .  . . . તારો કાળિયો નથી આયો સાથે આજે કે?કે પછી,આગળ નીકળી ગયો?(એ ભાઇ ની આંખ ભૂરી હતી તેથી કાકા એને ભૂરો કહેતાં ને કાળું એનો કૂતરો હતો)

ભુરા : જય શ્રી કૃષ્ણ કાકા,કાળો તો આજે મારી ગોરી પાસે જ રહી ગયો એણે ભાવતું ભોજન આપ્યું એટલે.

(ને ભુરા ભાઈ દોડતાં આગળ નીકળી જાય છે)

કાકા : રાડ પાડી ને ,લે,ઓલા દેવા ને કેજે મને વણેલા દેવા આવે

કેટલાં દિવસ થી ચાખ્યાં નથી.

કુમુદ કાકી :  વળી, વણેલા ની વાત કરી તમે ?ખબર છે ને ડોક્ટરે મીઠું ને બહાર નું ખાવા ની ના પાડી છે.

કાકા :, ભૈ એ તો એની આદત છે, તું વારંવાર એને બોલાવે ને દર વખતે તને એક કસમ સોંપી ને ચાલ્યો જાય.તું ભી બહુ કહ્યું માને છે હો એનું કે !

કાકી : ઘર ના તુલસીજી ને સૂર્યાર્ધ્ય આપી ને પાછા વળતાં હતા

રે'વાદો . . . . .રે'વાદો . .. . .આ તો મારાં વ્રત નું તપ હતું કે બે વાર હોસ્પિટલમાં જઇ ને પાછા આવ્યાં.

કાકા : બોલો,હિંમત કરી ને ICU માંથી પાછો હું આવું ને વ્રત તારું ફ્ળે!એવું કે ?

કાકી : હા, એટલે જ કહું છું ખાખરા રાખ્યાં છે ને બાજુ માં સુગર ફ્રી ચા ભી છે.લઈ લો.

કાકા : હમણાં તો ગ્રીન ટી પીવડાવી હવે,નાસ્તા સાથે તો આદુ વાળી દે,મારા ઘર માં મારે માંગવું પડે ,કેવું લાગે?

કાકી :એટલે જ કહું છું જે આપ્યું છે એમાં સંતોષ રાખો.

કાકા :ધીમે થી, ચાલો ભૈ લઈ લઈએ નહિ તો આ પણ કળિયા ના ભાગે જશે.

(આમ કહી ને કાકા ઘર માં જાય છે ને ટેબલ પર જાય છે તો કપ ઠાંકેલો હતો.બાજુ માં પ્લેટ ભી ઠાંકેલી હતી. ને ખોલી ને જુએ છે તો કપ માં આદુ વાળી ચા ને પ્લેટ માં વણેલા પડ્યાં હતાં.)

કાકા એ ધીરે થી રસોડા માં નજર કરી તો અંદર થી ધરતી એ જય શ્રી કૃષ્ણ કર્યા.એટલે 

કાકા : જય સંતોષી માં કહી ને નાસ્તો કરવા ગયાં.

આટલા  હરખ થી નાસ્તો કરે છે એમ વિચારી કાકી આવ્યાં તો ફોળ પડી ને પછી,કાકી એ વીર ને બૂમ પાડી

કાકી :  વીરલા. . . .  ઓ વીર લા. . . .  .

વીર : મમ્મી કામ પતાવી ને આવું છું હું ચા પી'વા અહીં ઓનલાઇન છું.

(ને કાકા હસતા હસતાં જોયું આ મારી વિરલા ની ધરતી નો કમાલ છે)

ને કાકી ખિજાતા – ખિજાતા મંદિર માં પાઠ કરવા જતાં રહ્યા.

ધરતી જ્યારે બહાર આવી ત્યારે ટ્રે માં ખાખરા,ગ્રીન ટી અને કાકા ની દવા નું બોક્સ પણ લાવી.

કાકા : તું ભી ઓછી નથી દ્રાક્ષ દેખાડી ને આમળું ગળાવી દે છે.

જા, કહી આવ એને કે એના વણેલા મેં નથી ચાખ્યાં.

ને ધરતી ,કાકી ને બોલાવવા જાય છે કે મમ્મી આવો પ્લાન સક્ષેસ રહ્યો.ત્યારે કાકી આવે છે.

કાકી :સમજાયું હવે,તમે અમને બનાવી જાઓ તો અમને શું કાંઈ આવડતું જ નથી?

કાકા : ભાઈ માની ગયાં સાસુ -વહુ ના પાળિયા બંધાવા પડશે. 

(ત્યાં જ વીર આવે છે ને કહે છે પળીયા !પપ્પા તમે આ બંને ને પળીયા માં કેમ બાંધશો ?)

કાકા:એલા, તને નહિ સમજાય એના પળીયા સામે સૌ માથું ટેકશે સાચે હો અંગ્રેજો ગયાં પણ આપણ ને વારસો દેતાં ગયાં. બેટા બેસ જે કોઈ મહાન કામ કરે ને એના સ્ટેચ્યુ બને બરાબર

વીર: હા

કાકા : બસ,એમ જ આ સાસુ ને વહુ જેટલાં હળી – મળી ને કામ કરે છે કે તેના પાળિયા એટલે કે સ્ટેચ્યુ બનાવવા પડશે.

વીર : બીજા ભી બગડી જશે.આમ કહી તેઓ હસવા લાગ્યાં.

ને સાસુ – વહુ ચિઢાય છે.આ છે કાકા નો આજ નો પરીવાર પણ પોતાના વીર ને બચાવવા  માટે તેમણે જે પ્રયત્નો કર્યા તે કંઈ કમ નહોતાં.નાની ઉંમર માં વીર ને તાવ સાથે ખેંચ આવી ગઈ ને ત્યારે તેની હાલત છેલ્લી ઘડી ની હતી અને તે સમયે વીર ને પાછો લાવવા માટે કાકા એ પોતાનું જીવન દાવ પર લગાવ્યું હતું.વીર સાજો ન થાય ત્યાં સુધી કાકા એ ભોજન ન કરવા નો સંકલ્પ લીધો હતો અને જો વીર સાજો થશે તો પાસ ના વિષ્ણુ મંદિર માં ભંડારો કરાવશું નું વચન ઈશ્વર ને આપેલું અને એમની શ્રદ્ધા ફળી સતત,દસ દિવસ બાદ વીર ઘરે આવ્યો ને ભગવાન ની કૃપા થી તેના કોઈ ભી અંગ ને કાંઈ ન થયું.

બસ,પછી તો માધવ જાણે કે કાકા ના ફ્રેન્ડ થઈ ગયાં.ને મંદિર કાકા નું સમાધાન ભંડારો કર્યો પછી તો કાકા ની ઘણાં લોકો સાથે ઓળખાણ થઈ ગઈ. ને હવે તો કાકા એ જ મંદિર ના ગ્રાઉન્ડ માં લાફિંગ કલાસ ચલાવે છે.આ તો હતી કાકા ના પાસ્ટ ની વાત ચાલો,આપણે તેના વર્તમાન માં આવીએ.આજે કાકા મંદિર તરફ જવા નીકળ્યાં ને સાથે લીધી હતી પોતાની ગમતી ગરબા થેલી 

(થેલી પર દાંડિયા રમતાં હોય તેવું પિક્ચર હતું) 

હવે બન્યું એવુ કે કાકા નું મેઈન રોડ પર આવવું ને એક માણસ નું પાસે થી દોડવું એટલી જલ્દી થી થયું કે કાકા ની થેલી તે માણસ ની સાથે જતી રહી.પોતાની પ્રિય થેલી આમ કોઈ છીનવી ને લઈ જાય છે એમ વિચારી કાકા ભી તે માણસ ની પાછળ ભાગ્યાં. પણ,કાકા ને ખબર નહોતી કે જેની પાછળ પોતે દોડી રહ્યાં છે તે એક ક્રિમિનલ છે.કાકા તો થેલી લાવ,થેલી લાવ કરતાં એની પાછળ ભાગ્યાં. ક્રિમિનલ પાછળ હતી પોલીસ પણ હવે કાકા ક્રિમિનલ ને પોલીસ ની વચ્ચે આવી ગયાં. થેલી. . . . .  થેલી સાંભળી ને ક્રિમિનલ તો કાકા ને પોતાની પાર્ટી નો માણવા લાગ્યો કેમકે,આ વખતે તેમણે ઘણી જગા એ બૉમ્બ મુક્યા હતાં ને તે જગાએ કામ કરવા માટે નું જે મોબાઈલ હતો.તેનું નામ થેલી પાડવા માં  આવ્યું હતું.કેમકે આવો કોમન શબ્દ સાંભળી ને લોકો ને શક ન જાય એટલે.હવે,ક્રિમિનલ એક ગલી માં અંદર જાય છે.ત્યાં પોલીસ રોડ પર થી આગળ નીકળી જાય છે.પણ તે ગલી ની એક્ઝીટ કાકા જાણતાં હોય છે એટલે તે ત્યાં જઈ ને ઊભાં રહે છે ને થેલી ની માંગ કરે છે.ક્રિમિનલ,કાકા ને ડોન સમજી બેસે છે કે કોઈ વેશ ધરી ને તેઓ આવ્યાં છે.ને કહે છે

ક્રિમિનલ : એક શરતે આપું.

કાકા: મારી થેલી ને તેની શરત?તું શું બોલે છે કશું ભાન છે?

ક્રિમિનલ : પોલીસ થી બચાવી ને મેં તેને રાખી છે.

કાકા : હવે,તો પોલીસ ભી ચોર બની ગઈ છે કે શું?

ક્રિમિનલ : કાકા (પોતાના ડોન ને તેઓ કાકા કહેતાં હતાં)

 મને મારો ભાગ મળી જશે ને ?

કાકા : આવડો મોટો થઇ ને ભાગ માંગે છે?તારું મગજ તો ઠેકાણે  છે ને ? આજ મારા ખિસ્સામાં ચોકલેટ નથી નહિ તો તને મજા આવી જાત.કાકા આમ બોલ્યાં કે ક્રિમિનલ તેને પગે લાગવા લાગ્યો.મને ચોકલેટ આપો કેમકે,ડ્રગ્સ ની બેગ ને તેઓ ચોકલેટ કહેતાં હતાં.કાકા તો ખૂબ જ નવાઈ માં પડી ગયાં કે આ શું કરે છે.તેણે તક નો લાભ ઉઠાવ્યો ને કહ્યું

કાકા : થેલી આપ તો ચોકલેટ મળે,

ને ક્રિમિનલે કોઈ જોઈ ન જાય એટલે હળવે થી મોબાઈલ એ થેલી માં મુક્યો ને થેલી કાકા ને આપી ને કહ્યું

ક્રિમિનલ : કાકા,આપણે આવતી કાલે મૉલ પાસે મળીએ હું પાર્કિંગ માં જ ઊભો રહીશ ને મને ચોકલેટ આપજો.

કાકા ને તો મનોમન હસવું આવતું હતું.કે ક્યાં થેલી ને ક્યાં ચોકલેટ? આ કોઈ ગાંડો લાગે છે.નહિ તો આ ઉંમરે કોઈ ચોકલેટ ની માંગ કરે ખરું !

પછી,કાકા તેને મળવા ની હા પાડી ને તેઓ છુટા પડયા. હવે તો લાફિંગ નો સમય ભી પૂરો થયો હતો.એટલે  કાકા ઘર તરફ પાછા ફરે છે.ઘરે જઇ ને જમતી વખતે ટી.વી.જોતાં હતાં ત્યારે ડેઈલી ન્યૂઝ માં જોયું કે એક ક્રિમિનલ શહેર માં આયો છે ને તે પોલીસ ના હાથ માં છટકી ગયો.કાકા એ જોયું કે આ તો પેલો ચોકલેટ વાળો છે ભૈ. તો વીર કહે છે કે 

વીર : પપ્પા એક ક્રિમિનલ ને ભી બાબો શાને બોલાવો છો?

કાકા  :લે,હું ઘરે થી થેલી લઈને નીકળ્યો . . . . .આમ બધી વાત કરે છે.

વીર : તમે ભી ને પપ્પા, એણે તમને કંઈ આપ્યું તો નથી ને?

કાકા : થેલી જ આપી હતી.દે તો ભી જોઈ લઉં કહી એ થેલી જોવા જાય છે તો લે, અંદર મોબાઈલ! કાકા એને બહાર કાઢી ને કંઈ કરવા જાય ત્યાં જ વીર તેને રોકે છે ને પપ્પા ચાલો,પોલીસ ને મળીએ એમ કહી ને સ્ટેશને જાય છે.

મોબાઇલ જોઈ ને જ પોલીસ તે રિમોર્ટ છે તેમ સમજી જાય છે.ને કાકા ને મૉલ પાસે જવાનું કહે છે.ને કહે છે

પોલીસ : કાકા ગભરાતા નહિ તમે આગળ હશો ને અમે તમારી પાછળ જો જો કંઈ હડબડ ના થાય.અમે તમને કવર કરી લેશું .ને પછી અમારા માંથી કોઈ ના મોબાઈલ માં રિંગ વાગશે ત્યારે જ તમે છુટ્ટા પડજો.લાગે છે કે એની ટીમ નું કાર્ય હવે સફળ નહિ થાય.પછી,કાકા ની સાથે વેશ બદલી ને બે ઇન્સ્પેકટર ભી મોકલે છે.

કાકા ડરતાં હતાં પણ મન માં પોતાની થેલી માટે માન ભી થતું હતું કે તેને મોટું કસમ કર્યું છે.મોબાઈલ ની મદદ થી પોલીસે બૉમ્બ ક્યાં મુકવા માં આવ્યાં છે તે ઇન્ફોર્મેશન લીધી ને સમય પહેલા જ તેને બંધ કરવા માં આવ્યાં.પછી,કાકા ને ફોલો કરી ને પોલીસે ક્રિમિનલ ને ભી પકડ્યો ને ત્યાર બાદ તેની ગેંગ ને ભી.પછી,કાકા ને આવું સરસ કાર્ય કરવા માટે બિરદાવવા માં આવ્યાં.તેમનું સન્માન કરવામાં આવ્યું.

 તો આવા છે અમારા કાકા કે ફક્ત થેલી લેવા જાય તો ભી મોટું કાર્ય બતાવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational