STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

કમેનસમેન્ટ

કમેનસમેન્ટ

4 mins
16

🎓 કમેનસમેન્ટ 🎓

શિકાગોના ઈલિનોજ શહેરની વરસાદી બપોર હતી . લોયેલા યુનિવર્સીટીની કેન્ટીનની બારીમાંથી ટપકતા ટીપાંઓએ માહોલને ભીંજવી માશુક બનાવી દીધો હતો.
સુનિલ, ગરમા ગરમ બ્લેક ચાનો કપ હાથમાં લઈને એક ખૂણે બેઠો હતો. મનમાં કંઈક અજબ ઉત્સુકતા હતી. હમણાજ  કમેનસમેન્ટ સેરેમની પૂરી થયેલી. યુનિવર્સીટીના એકેડેમીક રે્ગેલીયા ( ગાઉન અને kep)મા,પબ્લિક હેલ્થ સાયન્સ ની ડિગ્રી હાથમા હતી. મન મા સ્વપ્ન ઊંચી ઉંડાણ ભરી રહેલા હોઈ,જાણે આજનો દિવસ ખાસ છે તેવું તેને લાગતું હતું .

એજ સમયે, ભીના વાળ સાથે છત્રી ઝલકાવતી એક યુવતી સાવચેતી ભરેલા પહલે અંદર આવી. કેન્ટીન આખી ભરેલી હતી, તેણે ખાચકાતા,સ્મિત સાથે પૂછ્યું.
“શું અહીં બેસી શકું?”

સુનિલ થોડો અચકાયો, પછી બોલ્યો—
“હા, કેમ નહીં.”

તે યુવતી હતી સુનીતા, તેણે નર્સિંગમા કોર્સ કરેલો હતો . થોડા પળો મૌન પછી બંને વચ્ચે વાત શરૂ થઈ. 

ઔપચારિક વાતોમા રીમ ઝિમ વરસતા વરસાદે ,તેમની વાત નો દોર મનગમતા પુસ્તકોથી ભાવિ સપનાઓ…સુધી પહેલી મુલાકાતમા જ પહોંચાડી દીઘી હતી. ઉત્સાહિત સુનીતા અચાનક  ચુપ થઈ ગઈ. એણે હળવેથી કહ્યું.
“સુનિલ, મારો એક પગ બાળપણના અકસ્માતથી નબળો છે. લોકો મને ઘણી વાર અછૂત નજરે જુએ છે… એથી મને લાગે છે કે હું તારી લાયક નથી.”

સુનિલ હળવેથી હસ્યો. એની આંખોમાં વિશ્વાસ ઝળહળતો હતો.
“સુનીતા, જ્યાંરે આજના દિવસે ડિગ્રી સાથે દિલ મળતું હોય ત્યાં ડીલ ન જોવાય. તું મારી માટે અછૂત નહીં, પણ અનોખી છે.”

સુનીતાની આંખોમાં ખુશીના આંસુ ઝળહળ્યા.
તે પહેલી મુલાકાત જ બે દિલોની જિંદગીનું કમેસમેન્ટ બની જીવન સફર બની ગઈ.

---

વીસ વર્ષ પછીના સમરમા લોયેલા યુનિવર્સીટીમાં આજે ઉત્સવનો માહોલ હતો. કમેનસમેન્ટ સેરેમનીમા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એકેડેમીક રે્ગેલીયા (ગાઉન અને કેપમાં ) ઉજવણી કરી રહ્યા હતા.
સુનિલ, હવે પેરામેડિકલ ક્ષેત્રે સફળ જીવન જીવતો હતો. તે સીધો ઑફિસમાંથી યુનિવર્સીટી ની કેન્ટીનમાં આવ્યો. કાનની બાજુએ સફેદ વાળ તેના વીસ વર્ષોની કહાની બોલ્યા વીના સંભળાવતા હતા.

એ દીકરી નીતલના કમેસમેન્ટ સેરેમની એટેન્ડ કરવા આવ્યો હતો. તે સુનિતા અને દીકરીની રાહ જોતો હતો.એજ  કેન્ટીન, અને એજ ટેબલ, એજ બારી. કશુંજ બદલાયેલ નહતું. જ્યાંથી એની પ્રેમ અને પ્રેફેશનલ કથા શરૂ થઈ હતી ત્યાં બેસતા રોમાંચ અનુભવી રહ્યો હતો. એજ બ્લેક ચાની ચુષ્કી સાથે એને ભૂતકાળ યાદ આવી ગયો … ખચકાતું સ્મિત, ભીના વાળ, અને સુનીતા સાથેની એ પહેલી મુલાકાત.

એજ સમયે સુનીતા અંદર આવી. ચહેરા પર ગૌરવ અને આંખોમાં તેજ. એની સાથે દીકરી નીતલ પણ હતી ,લોયેલા યુનિવર્સીટીના એકેડેમીક રે્ગેલીયામા (ગાઉન અને કેપ ), આજે  તે ગ્રેજ્યુએટની ડિગ્રી લેવા જઈ રહી હતી.

સુનિતાએ સ્મિત સાથે કહ્યું—

“સુનિલ, આપણી જિંદગીની કમાણીનું આજે  કમેનસમેન્ટ છે.”

સુનિલની આંખોમાં અજાણી નમ્રતા આવી ગઈ. નીતલના ચહેરામાં એને પોતાનો વીતેલ સમય અને ભવિષ્ય દેખાયું. એ પ્રેમનું ફળ, જે વીસ વર્ષ પહેલાં વરસાદી બપોરે જન્મ્યું હતું.

સુનીતા હળવેથી બોલી—

“આ હા, સુનિલ, કહેવું પડે, તેને તો આપણી એ પહેલી મુલાકાત પણ હજુ યાદ છે".
સુનિલે ઉત્સાહિત થઈ જવાબ આપ્યો..

"સુનીતા આ બારી એ તો, મારી સફળતાનો દરવાજો ખોલ્યો હતો, તેને થોડી ભુલાય ?”

સુનિલે ફરી બ્લેક ચ્હાની ચુષ્કી લઈને કહ્યું—
“હા… આજની ઉજવણી એ જ આપણી વીસ વરસ પહેલાની અહીંની મુલાકાતની પરિપક્વતા છે.”

બારી બહાર ફરી હળવો વરસાદ શરૂ થયો.
જાણે સમય પોતે જ આવકાર આપવા આવ્યો હોય.

તે પ્રેમને, જે ખાચકાતા સ્મિત ની હાજરી મા ચાની ચુષ્કીથી શરૂ થયો અને આખરે હવે દીકરીના જીવનના કમેનસમેન્ટ ના અવસરે પૂરો ખીલ્યો.સુનીતા ભાવ વિભોર થઈ અવિરત હર્ષના આંસુ રેલાવી રહી હતી

નીતલે રોમાંચિત થઈ, મમ્મી ના આંસુ લુછ્યા, અને તે પાપાની બાજુએ આવી અને ચમકતી આંખોથી બોલી.
“પાપા, you have made my commencement special. You are great.”

સુનિલ થોડો થોભી ગયો. એ શબ્દો માત્ર પ્રશંસા નહોતા—એ તો વીસ વર્ષના પ્રેમ, સંઘર્ષ અને સપનાની પુષ્ટિ હતા.
એના હૃદયમાં જાણે કોઈએ નમ્રતાથી દીવો પ્રગટાવ્યો હોય.

સુનિતાએ હળવેથી કહ્યું—
“આજનો દિવસ એ છે જ્યાં તારી સાથેની પહેલી ચાની ચુષ્કીથી શરૂ થયેલી કહાની, હવે દીકરીના સપનાની ઉજવણી બની ગઈ છે.”

બારીની બહાર વરસાદ ફરી ધીમે ધીમે વરસવા લાગ્યો.

જાણે પ્રકૃતિ પણ હવે નીતલના શબ્દોને નમન કરતી હોય.


---

✨ કમેનસમેન્ટ ✨
દરેક યુવાન જીવનમાં પ્રેમની શરૂઆત  એક કમેનસમેન્ટ છે, અને વર્ષો પછી બાળકોના સપનાઓનું પુર્ણ થવું પણ કમેનસમેન્ટ જ છે .
પ્રેમની પહેલી મુલાકાતથી લઈને દીકરીના ગ્રેજ્યુએશન સુધી— એ બધું જ એક જ દરેકના જીવન ની વાર્તાનો પ્રવાહ છે.

---
Appendix( પૂરક નોંધ )

શબ્દ Commencement નો ગુજરાતી અર્થ છે:
1-Commencemen-કમેનસમેન્ટ -
શબ્દના બે મુખ્ય અર્થ છે:

1️⃣ કોઈ વસ્તુની શરૂઆત

ઉદાહરણ: "યુદ્ધની commencement એટલે યુદ્ધની શરૂઆત"

સમાનાર્થી શબ્દો: શરૂઆત, આરંભ, ઉદઘાટન, inception, launch
---
2️⃣ શૈક્ષણિક સમારોહ

ખાસ કરીને કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવતી વખતે યોજાતો સમારોહ
ઉદાહરણ: "Commencement Ceremony એટલે ગ્રેજ્યુએશનનો દીક્ષા સમારોહ"
જેમાં વિદ્યાર્થીઓ Academic Regalia (ગાઉન અને કેપ) પહેરીને ડિગ્રી પ્રાપ્ત કરે છે
~~~~~~~~
2-Academic Regalia~
Commencement દરમિયાન પહેરાતા ગાઉનને અંગ્રેજીમાં સામાન્ય રીતે "Academic Gown" અથવા "Graduation Robe" કહેવાય છે. આ સમગ્ર પોશાકને "Academic Regalia" તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નીચેના તત્વો શામેલ હોય છે:

👗 Academic Regalia 

Components

ભાગ નામ વિશેષતા

Gown-Academic Gown / Graduation Robe-ડિગ્રીના સ્તર અનુસાર ડિઝાઇન બદલાય છે (Bachelor, Master, Doctoral)
CapMortarboardચોરસ ટોપી, જેમાં તાસલ (tassel) જોડાયેલી હોય છે
-HoodAcademic Hoodખાસ Master’s અને Doctoral gowns માટે, વિષય અને યુનિવર્સિટી દર્શાવે છે

#############
How is it sir now, pl kindly react with your comments🙏🏻
##############



Rate this content
Log in

Similar gujarati story from Drama