કળયુગના ઓછાયા - ૯
કળયુગના ઓછાયા - ૯


રૂહી વિચારોમાં ખોવાયેલી ચાલી રહી છે. જે એટલે એકદમ તેના ખભા પર કોઈએ હાથ મુકતા તે ઝબકે છે. અને વિચારોમાંથી બહાર આવે છે અને પાછળ જુએ છે તો એ બીજું કોઈ નહી પણ અક્ષત છે.
રૂહી : અક્ષત તુ ?
અક્ષત : હા તું ત્યાંથી નીકળી પણ એ વખતે મારૂ ધ્યાન તો નહોતું. પણ મારો ફ્રેન્ડ અને રૂમમેટ દેવમે તને જોઈ એટલે એને મને કહ્યું એટલે હુ ફટાફટ અહીં આવ્યો.
રૂહી : એ મને ઓળખે છે ?
અક્ષત : એને ફર્સ્ટ ડે તમને જોયા હતા મેડમ. અને પછી કાલે તને મળ્યો હતો. એટલે એ તને ઓળખી ગયો.
રૂહીને થોડું હસવું આવી ગયું... અને કહે છે, તારી તબિયત કેવી છે ?
અક્ષત : બસ આજે તો થોડું સારું છે. શરદી મટતા તો આમ પણ બે ત્રણ દિવસ લાગશે જ. ફીવર નથી હવે એટલે વાધો નથી.
રૂહી : હમમમ.
અક્ષત : આજે અમારે પ્રેક્ટિકલ પછી બે લેક્ચર જ છે, એટલે હુ વહેલા ફ્રી થઈ જઈશ. એટલે મારા ક્લાસ પાસે હુ નહી મળું.
રૂહી : એટલે તારા ફ્રેન્ડસ એ બધુ કહી દીધું કે કાલે હુ તારા ક્લાસની બહાર તારી રાહ જોઈને ઉભી હતી ??
અક્ષત : હા...કેમ ના ગમ્યું ?
રૂહી થોડી શરમાઈ ગઈ. અને બોલી, ના હવે એમ જ કહુ છું. તો તો આજે પણ તુ મને નહીં મળે ને તુ વહેલા છુટી જઈશ તો ?
અક્ષત : મારો ફોન નંબર આપુ છું તુ ફ્રી થાય એટલે મને કોલ કરજે,હુ આવી જઈશ.
રૂહી : તુ પાછો કોલેજ આવીશ ?
અક્ષત : બુધ્ધુ, હુ અહી પાછળ કોલેજની હોસ્ટેલમાં જ રહુ છું એટલે કહુ છું.
રૂહી : તો બરાબર...
રૂહીને ત્યાંથી જવાનું મન તો નહોતું પણ બધાનો જવા આવવાનો રસ્તો હતો. વધારે અહીં વાતો કરવી યોગ્ય નહોતી સાથે જ તેના લેક્ચરનો સમય પણ થઈ ગયો હતો. એટલે એ મોબાઈલમાં નંબર સેવ કરીને તેના પર મિસકોલ કરી દે છે એટલે અક્ષત પાસે પણ એનો નંબર આવી જાય. પછી તે ક્લાસમાં જવા નીકળી જાય છે.
* * * * *
હવે તો ક્લાસમાં ભણવાનુ પણ વ્યવ્સ્થિત શરુ થઈ ગયું હતુ. મેડિકલ કોલેજ હોવાથી ભણાવવાનુ શરૂ થવામાં બહુ સમય ન લાગ્યો. રૂહીનુ માઈન્ડ તો પહેલેથીજ પાવરફુલ હતુ. તે ક્લાસમાં બહુ ધ્યાનથી ભણી લે છે. એક એનો પોઝિટિવ પોઈન્ટ છે કે એ કોઈ વાત માટે નક્કી કરી લે તો એ ગમે તેટલી મહેનત કરવી પડે પણ એ મેળવીને જ રહે. હા પણ એ વાત ચોક્કસ કે મહેનત અને ઈમાનદારીના રસ્તા પર જ.
આજે ચાર વાગે તેના લેક્ચર પુરા થઈ જતાં તેને બહાર આવીને પહેલાં અક્ષતને ફોન કર્યો. થોડી વારમાં જ અક્ષત ત્યાં આવી ગયો.
અક્ષતે કહ્યું આપણે અહી કેન્ટીનમાં બેસીએ હાલ. તને ભુખ લાગી હોય તો કંઈક નાસ્તો કરી લઈએ. કારણ કે બાજુમાં ગાર્ડન તો પાચ વાગ્યા પછી ખુલશે. રૂહીને હોસ્ટેલથી ટીફીન લઈને આવતી પણ ઠંડુ થઈ જાય એટલે ઓછું ભાવતુ કારણ કે પહેલી વાર ઘરેથી દુર આવી હોવાથી ઠંડુ ખાવાની બહુ આદત નથી પડી હજુ. એટલે ટીફીનમા થોડું જ લઈને આવતી. એટલે ભુખ તો લાગી જ હતી એટલે બંને કેન્ટીનમા ગયા.
ત્યાં જ બંનેએ કોફી અને નાસ્તો મંગાવ્યું. રૂહીના મનમાં તો એટલા બધા સવાલો છે કે ક્યારે બધુ પુછી દઉ અને કહી દઉ કેટલી વાતો. પણ તેને ઉતાવળ કરવી યોગ્ય નથી લાગતી. એટલે એ અક્ષત કંઈક બોલે એની રાહ જોઈ રહી છે. અક્ષત પહેલાં રૂહીના ઘરે બધા શું કરે છે અને ક્યાં છે બધુ વાતો કરે છે એટલે રૂહીને હવે વાત કરવાનો દોર મળતા તે પુછી લે છે, આન્ટી અને અક્ષતની નાની બહેન નૈયા ક્યાં છે ? શું કરે એ લોકો ?
અક્ષતે આ બધી આટલા વર્ષની વાત કોઈની સાથે કદાચ શેર નહોતી કરી. તેના એક ફ્રેન્ડ દેવમ સિવાય. તેને લગભગ અક્ષતની બધી જ વાત ખબર હોય.
અક્ષત : ત્યાં આપણે સાથે હતા એ દરમિયાન પપ્પાનુ હાર્ટએટેકમાં અવસાન થતાં અમે ગામડે આવી ગયા હતા રહેવા. ત્યાં અમારૂ વતન એટલે અમારૂ ફેમિલી હતુ. પપ્પા સૌથી મોટા હતા અને મારા બે નાના કાકા કાકીનુ ફેમિલી પણ હતુ. સાથે દાદા દાદી. અમારે ગામડે ખેતીવાડી બહુ હતી. સારી એવી જમીન હોવાથી રૂપિયા પણ બહુ આવતા. કોઈ કમી નહોતી. પણ પપ્પા મોટા હોવાથી તેમના નામે ઘણી પ્રોપર્ટી પણ હતી. એ વખતે હુ પણ
આઠમામા હતો અને નૈયા તો પાચમામાં જ હતી. હુ તો એ વખતે તને ખબર છે ને કે મને ભણવામાં બહુ રસ નહોતો. મને તો આ બધુ ભુતપ્રેતને આત્મા આ બધાનુ રિસર્ચ કરીને તેમાં આગળ જાણવું હતુ.આ બધુ મમ્મી પહેલાં તો કંઈ બહુ સિરીયસલી ના લેતી. તે વિચારતી કે મારે જે કરવુ હોય તે ક્ષેત્રમાં મારી ઈચ્છાથી આગળ વધુ.
થોડા સમય તો બધુ સારૂ ચાલ્યું. પછી મારા કાકાના મનમાં કંઈક લોભ ઉપજ્યો હશે કે એમણે અને મારા બીજા કાકા બંનેએ ભેગા મળીને જમીન અને મિલકતમાં બધુ પ્રપંચ કરીને મારા મમ્મી પાસે બધી સહીઓ કરાવી દીધી. મમ્મીને તે લોકો પર બહુ ત્નુયાં કામકાજ મારા કાકા જ સંભાળતા. દાદાને પણ તેમના પર બહુ વિશ્વાસ. અને પપ્પાને ગવર્મેન્ટ જોબ હતી એટલે એમણે ઘરેથી કોઈ પાસે કંઈ માગ્યું નહોતું. બસ મારા કાકાની એ છેતરપિંડીને લીધે અમારા ભાગમાં આવતી બધી જ જમીન ને પૈસા બધુ જ જતુ રહ્યું. મમ્મીની રહીસહી આશા હતી કે ઘરની સંપતિમાંમાથી છોકરાઓનુ બધુ થઈ જશે એ પણ જતી રહી.
ધીરે ધીરે ઘરમાં પણ બધુ શરુ થયું. આખા ઘરનુ બધુ કામકાજ મારી મમ્મી કર્યા કરે. મારી કાકીઓ શેઠાણી બનીને બેસી રહે. મારા કઝીન ભાઈ બહેન પણ તેમના મમ્મી પપ્પાના કહેવાથી અમારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. મારા બાને આ જોઈને જીવ બળતો. પણ ઉમર, શરીરની અશક્તિ અને છોકરાઓ સાથે રહેવાની લાચારીને કારણે એ બહુ બોલી શકતા નહિ. આ બધુ એકાદ વર્ષ ચાલ્યું. હવે હુ દસમામાં આવી ગયો. હુ પણ થોડો સમજદાર બન્યો હતો. મને પણ મમ્મી પર દયા આવી જતી. હુ અને નૈયા પણ તેને કામમાં મદદ કરાવતા. આ બધી વાતની મારા મામાને ખબર પડતા તેઓ આવ્યા અને તેમણે મમ્મી અને અમને ત્યાં રાજકોટ રહેવા આવી જવા કહ્યું. પણ મમ્મી એ એમ જવા ના પાડી કોઈના પર બોજ બનવા.
આખરે મમ્મીએ અમારા સારા ભવિષ્યનુ વિચારીને અમને લઈને રાજકોટ રહેવા આવી ગઈ. અમારુ મામાના ઘરથી થોડેક નજીક ભાડે ઘર લઈ લીધુ. જેથી એમની દેખરેખ રહે અને અમે કોઈના પર બોજ પણ ન બનીએ. પપ્પાનુ ચાલુ સર્વિસમાં અવસાન થતા મને પણ ગવર્મેન્ટ જોબ મળવાના ચાન્સ હતા પણ મને તેમાં બહુ રસ નહોતો. પણ તેમના પેન્શન રૂપે અડધા પૈસા મમ્મીને મળતા. એટલે ઘર ચલાવવામાં બહુ વાંધો ના આવ્યો. પછી મમ્મીએ કોલેજ કરેલી હોવાથી એણે ઘરે ટ્યુશન ચાલુ કર્યા. જેથી આવક પણ થાય અને અમારુ પણ ધ્યાન રહે.
હવે આ બધી પરિસ્થિતિને જોઈને મે સારૂ ભણવાનું નક્કી કર્યું. બરાબર મહેનત કરી અને મારે દસમામા ૯૪4% આવ્યા અને મે સાયન્સ રાખીને ડોક્ટર બનવાનુ નક્કી કરી દીધું. બસ પછી મારી મહેનત લગાતાર ચાલુ રહેતા બારમામાં પણ સારા ટકા આવ્યા. પણ થોડા માટે ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન ન મળ્યું. પણ અહી ડોનેશન વિના એડમિશન મળી ગયું. થોડી ફીસ છે સેલ્ફફાયનાન્સ પ્રમાણે પણ મેનેજ થઈ જાય છે.
આ બધુ તો રૂહી સાભળી રહી છે તેની આખમા આસુ આવી ગયા.
અક્ષત : શું થયું તુ કેમ રડે છે ?
રૂહી : કંઈ નહી તારી સાથે આટલુ બધુ થઈ ગયું છતાં તુ અત્યારે કહે કેટલો સ્વસ્થ અને શાંત છે. મે તો હજુ સુધી જીવનમાં ક્યારેય આવો કોઈ પણ પ્રકારનો અનુભવ કર્યો નથી.
અક્ષત : પરિસ્થિતિ માણસને વહેલો પરિપક્વ બનાવી દે છે. એવું જ મારી સાથે થતા મારામાં સમય પહેલાં જ મેચ્યોરિટી આવી ગઈ છે. કંઈ નહી હવે એ બધુ હુ પણ યાદ નથી કરતો. હવે ફક્ત આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારવાનું. હવે મારો પરિવાર મારી મમ્મી અને નૈયા જ છે.
અક્ષત હવે વાતાવરણ નોર્મલ થાય માટે એક તેનો ફેવરિટ આઈસ્ક્રીમ તેના અને રૂહી માટે મંગાવે છે. અને પુછે તને કોલેજમાં અને હોસ્ટેલમાં ફાવી ગયું ?
રૂહી : હવ કોલેજમાં તો ફાવી ગયું હવે, પણ હોસ્ટેલમાં...!
અક્ષત : કેમ શું થયું ? નથી ફાવતું ?
રૂહી : તને કોઈ સારી હોસ્ટેલની ખબર છે ? મારે હોસ્ટેલ બદલવી છે.
અક્ષત: કેમ પણ હજુ બે દિવસ થયા છે ? શુ થયું ? ફાવે એવું નથી ?
રૂહી વિચારે છે કે અક્ષતને બધી વાત કહુ કે નહી ? થોડા મનોમંથન બાદ રૂહી અક્ષતને હોસ્ટેલની બધી વાત કરે છે. અક્ષત બધુ અવાક થઈને સાભળી રહે છે અને કહે છે રૂહી સાચે આવુ થાય છે કે તુ ગભરાઈ ગઈ છે ? શું અક્ષત રૂહીની વાતનો વિશ્વાસ કરશે ? રૂહી હોસ્ટેલ છોડી દેશે ? અને જો છોડશે તો આગળ એ રૂમમાં કંઈ થશે ? આખરે શું છે એ કોઈ જાણી શકશે ?
જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -૧૦
ક્રમશ: