કળયુગના ઓછાયા - ૭
કળયુગના ઓછાયા - ૭


રૂહી તેની મમ્મી સાથે ટુંકાણમાં વાત કરીને ફોન મુકવા માગતી હતી. એવુ નહોતું કે તેને તેની મમ્મી સાથે વાત કરવાની મજા નહોતી આવતી, પણ અત્યારે તેને સ્વરા પાસેથી વાત જાણવાની વધારે ઉત્સુકતા હતી. એટલે મમ્મી મારે થોડું કામ છે નીચે મેડમ બોલાવે છે મારે કોલેજના થોડા કાગળ આપવાના છે હુ જઈને આવુ છું કહીને ફોન મુકી દે છે. તેને એ પેપર્સ ખરેખર આપવાના તો છે પણ હજુ એ તેને કાલે કોલેજમાંથી મળવાના છે. રૂહી ત્યાં જઈને ફરી સ્વરાને કહે છે, હવે બોલ ફટાફટ બધુ મારી ધીરજ ખુટી ગઈ છે.
સ્વરા : તારા ગયા પછી હુ થોડી વાર મને થોડી વાર વિકનેસ લાગતી હતી એટલે હુ તારા રૂમમાં જ થોડી વાર સુઈ રહી. પછી થોડી વાર મારી આખ લાગી ગઈ એ જ સમયે. અને એકદમ મને ગળામાં કંઈક ગુગળામણ થવા લાગી. હુ છોડાવવાનો જેમ વધારે પ્રયત્ન કરવા લાગી તેમ કોઈ મારા પર વધારે દબાણ કરતુ હોય એમ લાગી રહ્યુ હતુ. મારી આખો હજુ બંધ જ હતી. પણ હું સંપૂર્ણ પણે જાગ્રત અવસ્થામાં હતી. હુ બસ તરફડિયા મારતી હતી. હુ કોઈને મદદ માટે બોલાવવા ઈચ્છતી હતી પણ મારા મોઢામાંથી અવાજ બહાર નીકળી જ શકતો નહો. આંખો ખોલીને જોવાની મારી હિંમત નહોતી. છતાં હવે મારી સહનશક્તિ ખુટી છતાં મે મારી આંખ ખોલી.
આખ ખોલતા મે જે દશ્ય જોયું. સ્વરા એકદમ ગભરાઈ ગઈ હતી બોલતા બોલતા. તેનુ શરીર ધ્રુજી રહ્યું છે, તેના શરીર પર પરસેવાના રેલા ઉતરી રહ્યા છે.
રૂહી તેના માટે પાણી લાવીને કહે છે, સ્વરા આ પાણી પી લે. શાતિથી બેસ. પછી વાત કર. તને કંઈ નહી થાય હુ તારી સાથે જ છું.
રૂહી વિચારે છે કે આ બધી ઘટના તો મે અનુભવી હતી પણ આગળ શું થયું હતુ સ્વરા સાથે એ મારે જાણવુ પડશે.
પાચેક મિનિટ પછી સ્વરા થોડી સ્ટેબલ થાય છે અને એકદમ કહે છે, રૂહી ત્યાં એક છોકરી હતી એ ત્યાં પંખા પર ઉધી લટકી રહી હતી. તેના છુટા વાળ તેના ચહેરા પર આવતા હતા. અને તે એક કાતિલ સ્માઈલ આપતી હતી.
રૂહી : તે એને જોઈ હતી ?
સ્વરા : તેને રેડ કલરની એક નાઈટી પહેરેલી હતી. સાથે જ બધુ મેચિંગ રેડ. તેના એ લાબા લાબા રેડ કલરની નેઈલપોલિશ કરેલા નખ. લાલ લિપસ્ટિક હોઠ પર. મને તેનો ચહેરો એકદમ ના દેખાયો કારણ કે તેના વાળ આગળ હતા. પણ કદાચ તે બહુ રૂપાળી નહોતી. થોડી ઘંઉવર્ણી કાયા વાળી હતી. હા પણ તેના એક હાથ પર કંઈક કપડું ઢાકીને વીટળાયેલુ હતુ.
ખરેખરમાં રૂહી આ વાતથી ડરી તો ગઈ હતી થોડી. તેને પણ ભુતપ્રેત વિશે સાભળેલુ તો હતુ જ. પણ તે આ બધામા માનતી નહી એટલે એમાં કોઈ રસ ન લેતી. આ વાતમાં પણ તેને આવુ કંઈ લાગ્યું. પણ તેનુ આ મેડિકલ સાયન્સના વિચારે માનતુ તેનુ મગજ આ ભુતબુતની વાતો સ્વીકારવા તૈયાર નહોતુ.
રૂહી : કોઈ છોકરી તો નહી હોય ને જે તને ડરાવવા માટે કરી રહી હોય આ બધુ ?
રૂહીને બોલ્યા પછી આ સવાલ એને પોતાને પણ બેહુદો જ લાગ્યો. પણ શું થાય, કારણ કોઈ નોર્મલ વ્યક્તિ આવુ ન કરી શકે એને પોતાને પણ ખબર હતી. સ્વરાને રૂહીના આ સવાલથી સહેજ ગુસ્સો આવી ગયો. તે બોલી રૂહી હુ માનુ છું કે તુ એક મેડિકલ સ્ટુડન્ટ છે તુ આ બધામાં ન માને. પણ તને ખબર છે રૂમના પંખાની બંને સ્વીચ ચાલુ હતી. બીજો પંખો ચાલુ હતો. જ્યારે સ્વીચ ચાલુ હોવા છતાં એ બંધ હતો. અને કોઈ પણ નોર્મલ વ્યક્તિ હોય તો કરંટ તો લાગે જ ને ! આખા રૂમમાં તો ઈલેક્ટ્રિક સપ્લાય ચાલુ હતો. અને સવારે પણ પંખો ચાલુ જ હતો અને હુ ઉધી ત્યારે પણ. એટલે બગડી ગયો હોય એવો કોઈ સવાલ નહોતો. ને બીજું એ હતુ કે જે આપણે ટીવી સિરિયલમાં કે પિક્ચરમાં જોયું હોય એમ એ અટહાસ્ય નહોતી કરતી ફક્ત તે મંદમંદ સ્વરે હસી રહી હતી.
રૂહી : એ સમયે તુ કોના બેડ પર હતી ?
સ્વરા : તારા...
રૂહીને હવે કન્ફર્મ થઈ ગયું હતુ કે જે છે એ મારા બેડ પર જ છે.
રૂહી : પણ પછી શું થયું આગળ એ તો કહે ?
સ્વરા : હુ બહુ ગભરાઈ ગઈ હતી. તે કંઈક એવું બોલી કે, "ચાલી જા...મારા સિવાય કોઈ અહીંયા નહી રહી શકે."
હુ ત્યાથી ઉભી થઈને જઈ પણ શકું તેમ નહોતી કારણ કે તે ત્યાં ઉપર જ લટકેલી હતી. કંઈ જ ઉપાય ન સુઝતા મે ભગવાનનો મંત્ર બોલવાનું શરુ કર્યુ મનમાં જ આખો બંધ કરીને. ધીરે ધીરે તેની પકડ ઢીલી થતી ગઈ. અને થોડી વારમાં જાણે બધુ નોર્મલ થઈ ગયું. અને મે ધીમેથી આંખો ખોલી તો ત્યાં કોઈ જ નહોતું. ઉપર પંખો પણ ચાલુ હતો. વાતાવરણ એકદમ શાંત હતુ. પણ હવે મારી ત્યાં રહેવાની હિમત નહોતી. તો હુ ત્થીયાં આવી ગઈ મારા રૂમમાં.
રૂહી : તુ પછી રૂમમાં આવી ગઈ હતી તો બાથરૂમમાં શું થયું હતુ ?
હુ રૂમમાં આવીને પહેલાં મે આ પુસ્તક કાઢ્યું. એ મને મારા મમ્મી એ સાથે રાખવા આપ્યું હતુ. પણ એ પુસ્તક વાચતા પહેલાં હુ મારા બાથરૂમમાં મોઢું અને હાથ પગ ધોવા ગઈ તો મને કાચમાં દેખાયું કે મારા કાનમાં સોનાની બુટ્ટી પહેરેલી હતી તે નથી. મે રૂમમાં જોયું પણ ક્યાય દેખાઈ નહી. મને થયું તારા રૂમમાં કદાચ પડી ગઈ હોય. મારી જવાની હિંમત તો નહોતી પણ સામેના રૂમમાં માસી ટોયલેટને સાફ કરવા આવેલા હતા. એટલે મને થયું કે હવે તારા રૂમમાં જશે અને કદાચ મળે અને લઈ જાય તો મારે ઘરે શું કહેવાનુ. એટલે ગભરાતી ગભરાતી રૂમમાં ગઈ.
તારા આખા રૂમમા જોયું પણ કંઈ ના મળ્યું. એ વખતે પણ મારા મનમાં મંત્રો બોલવાનું ચાલુ જ હતુ. પણ પછી મને યાદ આવ્યું કદાચ બાથરૂમમાં હુ પડી ગઈ હતી ત્યારે ત્યાં કદાચ બુટ્ટી પડી ગઈ હોય એ જોવા હુ બાથરૂમમાં ગઈ. પણ....મારી મમ્મી કહે છે કે કોઈ બાથરૂમ ટોયલેટ જેવી જગ્યા પર ભગવાનનુ નામ ન લેવું જોઈએ એટલે મે મંત્ર બોલવાનું બંધ કર્યું અને અંદર બધુ તપાસ્યુ.
બુટી તો મને ત્યાં ટોયલેટ ટબ નીચે થોડી પાછળ પડેલી દેખાઈ ગઈ એટલે મે લઈ લીધી. અને હુ ખુશ થઈ ગઈ. પણ જેવી ઉભી થવા ગઈ કે મારી નજર અરીસામાં ગઈ.
રૂહી : એક લોહીથી ખદબદ હાથ લટકતો હતો ?
સ્વરા : હા...તને કેમ ખબર ?
રૂહી બે દિવસથી તેની સાથે બનેલી બધી ઘટના સ્વરાને કહે છે. અને તેને સોરી પણ કહે છે. કે મારા કારણે તારી સાથે આ બધુ થયું.
સ્વરા : ના હવે તુ મારી ફ્રેન્ડ છે. આ કદાચ મારી સાથે ન થયું હોત તો હુ પણ કદાચ તારી વાત ન માનત. પણ આ વસ્તુનો બંનેને અનુભવ થયો હોવાથી બંને આ કંઈક તો છે એનો સ્વીકાર કરવા તૈયાર છીએ.
રૂહી : ચાલ આપણે પહેલાં જમી આવીએ વાતોમાં આઠ વાગી ગયા ખબર પણ ના પડી. જમવાનું શરુ થઈ ગયું હશે. પછી આગળનુ વિચારીએ.
શું રૂહી આ વાતનો સ્વીકાર કરશે ? રૂહી રેકટરને આ વાત કરશે ? કે પછી બંને હોસ્ટેલ છોડીને જતાં રહેશે ? આ વાત આમ પુરી થઈ જશે કે આવશે કંઈક નવા વળાંક ? આવા રહસ્ય અને રોમાંચ જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -8
ક્રમશ: